ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સે ઓટોમેશન અને ટેક્નોલોજી દ્વારા ભારતીય વેરહાઉસીસને બદલવામાં આગેવાની લીધી
ઉપભોક્તાવાદ ઝડપથી વિકસી રહ્યો છે, જેના કારણે સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓ અને પ્રેક્ટિસમાં નવીનતાની જરૂર છે અને ઓટોમેશન ટેક્નોલોજી એ સક્ષમ કરી શકે છે જે દરેક વ્યક્તિ પડકારજનક લક્ષ્યોને હાંસલ કરવા માટે ચકાસી રહ્યા છે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની, ગોદરેજ એન્ડ બોયસનું બિઝનેસ યુનિટ ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સ સ્ટોરેજ સિસ્ટમ્સમાં માર્કેટ લીડર છે અને તેની 50% આવક રિટેલ/ઇ-કોમર્સ/એફએમસીજી/એફએન્ડબી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ઉદ્યોગોમાંથી આવે છે.
મુંબઈ : ઉપભોક્તાવાદ ઝડપથી વિકસી રહ્યો છે, જેના કારણે સપ્લાય ચેઇન વ્યૂહરચનાઓ અને પ્રેક્ટિસમાં નવીનતાની જરૂર છે અને ઓટોમેશન ટેક્નોલોજી એ સક્ષમ કરી શકે છે જે દરેક વ્યક્તિ પડકારજનક લક્ષ્યોને હાંસલ કરવા માટે ચકાસી રહ્યા છે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની, ગોદરેજ એન્ડ બોયસનું બિઝનેસ યુનિટ ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સ સ્ટોરેજ સિસ્ટમ્સમાં માર્કેટ લીડર છે અને તેની 50% આવક રિટેલ/ઇ-કોમર્સ/એફએમસીજી/એફએન્ડબી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા ઉદ્યોગોમાંથી આવે છે.
આ જરૂરિયાતને જાણ્યા પછી કંપની માલસામાન મેળવવાથી લઈને જે-તે સ્થળે પહોંચાડવા સુધીની એન્ડ-ટુ-એન્ડ વેરહાઉસિંગ પ્રોસેસ માટે આધુનિક સોલ્યુશન્સ બનાવીને સક્રિયપણે આ અપેક્ષાઓ પૂરી કરવા માટે કામ કરી રહી છે. ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સે સપ્લાય ચેઇન પાર્ટનર્સની ઇકોલોજી દ્વારા સોલ્યુશન અને એક્ઝિક્યુશન, ટેક્નોલોજી અને સંબંધિત ઇન્ટિગ્રેટિંગ સિસ્ટમ માટે માનવ મૂડીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ ધોરણો દ્વારા ઓપરેશનલ કાર્યક્ષમતા/ઉત્પાદકતા વધારીને તેમના ગ્રાહકોને વધુ વળતર આપવાનો છે.
ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ, વિકાસ ચૌદહાએ જણાવ્યું હતું કે, “ઇન્ટ્રાલોજિસ્ટિક્સમાં ઓટોમેશનની પ્રચંડ સંભાવનાઓ અને શક્યતાઓ છે. તેનો સ્વીકાર સરળ કન્વેયર્સ સિસ્ટમ્સથી લઈને કોબોટ્સથી લઈને એઆઈ/એમએલ સંચાલિત તકનીકો સુધી બદલાઈ શકે છે. ઇન્ટ્રાલોજિસ્ટિક્સ સ્પેસમાં કંપનીઓ આવી સિસ્ટમો/ટેકનોલોજીઓને વધુને વધુ અપનાવતી અને રોકાણ કરતી જોવા મળશે કારણ કે તેમને તેમાં વધુ કાર્યક્ષમતા, ઉત્પાદકતા, ચોકસાઈ અને લાંબા ગાળે પડતરમાં બચત જેવા અનેક લાભો દેખાય છે. આનાથી આપણા દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે જે વર્તમાનમાં જીડીપીના 13%-14% છે. ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ખર્ચે કાર્યક્ષમ વેરહાઉસ કામગીરી તરફ તેમના પ્રયાસમાં સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.”
મોટાપાયે કામગીરી માટે વેરહાઉસ મોટા અને ઊંચા થતા હોવાથી, કામગીરીનું સરળ એકીકરણ જરૂરી બની જાય છે. પોઈન્ટ-ટુ-પોઈન્ટ ટ્રાન્સફર, લોડિંગ અને સ્ટાન્ડર્ડ પેકના અનલોડિંગ જેવી વારંવાર થતી પ્રવૃત્તિઓ માટે એક ખ્યાલ તરીકે ઓટોમેશન લાગુ કરવું જરૂરી છે જ્યાં ઓટોમેટેડ બેટરી-સંચાલિત પેલેટ ટ્રક (એબીઓપીટી), એએમઆર, રોબોટિક પેલેટાઈઝર અને પેકિંગ મશીનની પસંદગી કામગીરી માટે મહત્વપૂર્ણ બની રહી છે. મટિરિયલની ઓળખ માટે બાર કોડ સ્કેનર અને રીડર્સને ઇન્ટિગ્રેટ કરીને માનવ હસ્તક્ષેપ ટાળવામાં આવે છે. દરેક એસકેયુની સંપૂર્ણ વિઝિબિલિટી અને ટ્રેસેબિલિટી ડબ્લ્યુએમએસ અને ઈઆરપી સિસ્ટમ દ્વારા શક્ય બને છે, જ્યારે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ દ્વારા રીઅલ-ટાઇમ ડેટા એકત્રીકરણ, વિશ્લેષણ અને નિર્ણય લેવાનું શક્ય બને છે. આવા ઓટોમેશન અને ડિજિટાઈઝેશનથી કામગીરી ચોકસાઈ અને ઝડપ સાથે થઈ શકે છે, જેનાથી થ્રુપુટ અને પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે.
ઇન્ટ્રાલોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓને ઓટોમેટ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે, પરંતુ તેમને હાલના વેરહાઉસ/હાલના વર્કફ્લો સાથે ઇન્ટિગ્રેટ કરવા માટે કાળજી લેવાની જરૂર છે. ગોદરેજ સ્ટોરેજ સોલ્યુશન્સ ગ્રાહકોની વર્તમાન અને ભાવિ વેરહાઉસિંગ જરૂરિયાતોને સમજવાની અને સ્વીકાર્ય સોલ્યુશન ડિઝાઇન બનાવવાની ઝીણવટભરી પ્રક્રિયા દ્વારા તે સુનિશ્ચિત કરે છે. આ બધું તમામ ક્ષેત્રોમાં વેરહાઉસિંગ કામગીરીની ઊંડાણપૂર્વકની જાણકારી, લાગુ કરેલી ટેક્નોલોજીમાં પ્રગતિ અને આ બધાને અસરકારક રીતે સિન્થેસાઈઝ કરવાની ક્ષમતાને કારણે શક્ય છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.