ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટિફાઇડ યોગ ટ્રેનર બનવા માટેની સુવર્ણ તક
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ જિલ્લા રમતગમત સંકુલ રાજપીપળા ખાતે યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાશે. યોગ ટ્રેનરો માટે યોગાનુભવ મહત્વપૂર્ણ છે. યોગનું મૂળભૂત જ્ઞાન અને તાલીમ ઉપલબ્ધ કરાવવા માટે યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર માટે યોગ્યતા નક્કી કરાઈ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સર્ટિફાઇડ યોગ ટ્રેનર બે નિ:શુલ્ક યોગ વર્ગ ચલાવશે. જ્યાં એક યોગ વર્ગના રૂ. 3 હજાર માનદવેતન તેમજ એક યોગ શિક્ષક બે યોગ વર્ગ ચલાવશે તો કુલ રૂ. ૬ હજાર માનદવેતન આપવામાં આવશે. યોગક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ અને કામગીરીને ધ્યાને લઈને તાલુકા યોગ કોચ બનવા અને તાલુકામાં યોગ ટ્રેનર બનાવવા માટેની તક આપવામાં આવશે.
તાલુકા યોગકોચ તરીકે શ્રેષ્ઠ કાર્ય કરનાર યોગ કોચને ભવિષ્યમાં જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકેની જવાબદારી આપવામાં આવશે. આવનારા સમયમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બનાવવામાં આવનાર યોગ નિલિયમ યોગ સ્ટુડિયોમાં કાર્ય કરવા માટેની તક આપવામાં આવશે. જિલ્લાની સરકારી શાળા-કોલેજોમાં યોગના ક્ષેત્રમાં કાર્ય કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જવાબદારી આપવામાં આવશે.
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ચાલતા આયુષ વેલનેસ સેન્ટરમાં યોગ શિક્ષક તરીકે કાર્ય કરવા માટેની પણ તક મળશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સોશિયલ મીડિયા જિલ્લા કોર્ડીનેટર તરીકે કાર્ય કરવાની તક મળશે. આવનારા સમયમાં દરેક તાલુકા કક્ષાએ તાલુકા યોગ કોચની સરકારી ધોરણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકાર તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના ક્ષેત્રમાં આવનારા સમયમાં અનેક નવી નવી પોસ્ટ મંજૂર કરવામાં આવશે. તેમાં કાર્ય કરવા માટેની પણ તક આપવામાં આવશે.
યોગ ટ્રેનર તાલીમ શિબિરમાં જોડાવા તેમજ રજીસ્ટ્રેશન માટે ૯૦૨૩૪૫૫૩૯૩ પર સંપર્ક કરવો. તેમ જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર(નર્મદા) તરફથી મળેલ અખબારી યાદીમાં જણાવાયું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.