ડાંગના ખેડૂતોના સપોર્ટ માટે ગોલ્ડી સોલારે અનોખી દિવાળી ગિફ્ટ આપી
સ્થાનિક ફર્મે ડાંગની પેદાશોને જનતા સાથે વહેંચીને સકારાત્મક પ્રભાવ અને વ્યાપક વિકાસને પ્રોત્સાહન આપતી પોતાની પ્રતિબદ્ધતાને ફરી એક વખત રજૂ કરી છે.
અમદાવાદ : ભારતની ગુણવત્તા પ્રત્યે સૌથી વધુ સભાન સૌર બ્રાન્ડ ગોલ્ડી સોલાર અનોખી અને અર્થપૂર્ણ રીતે દિવાળીની ઉજવણી કરી રહી છે. પરંપરાગત ભેટોથી આગળ વધીને ગોલ્ડી સોલરે ગુજરાતના ડાંગ પ્રદેશમાં આદિવાસી સમુદાયોના વિકાસમાં યોગદાન આપીને તહેવારની ભાવનાને અપનાવી રહ્યું છે.
ગોલ્ડી સોલર તેના સમર્પિત કર્મચારીઓ, મૂલ્યવાન ગ્રાહકો અને સહયોગીઓને સ્થાનિક ખેડૂતો દ્વારા કાપવામાં આવેલા આંબામોર ચોખા અને દૂધ મલાઈ ચોખા આપશે. ચોખાની આ બંને જાતો તેમની સુગંધિત માટે જાણિતી છે. પ્રકાશના તહેવાર દિવાળીની ઉજવણી માટે આ ભેટ યોગ્ય પસંદગી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર 'વોકલ ફોર લોકલ'ને સાર્થક કરે છે.
ગોલ્ડી સોલાર તેની કોર બ્રાન્ડ ફિલોસોફી આવતીકાલની ઉર્જાનું પરિવર્તનને અનુરૂપ કંપની ડાંગના ગામ્ય વિસ્તારમાં ટકાઉ આજીવિકાને સુરક્ષિત કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં સોલરાઈઝેશન, સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારા, ઊભરતા ખેલાડઓનું સમર્થન અને સ્થાનિક યુવા પ્રતિભાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારની તકો માટે પહેલની વ્યાપક શ્રેણી શરૂ કરવામાં આવી છે. નોંધપાત્ર બાબત એવી પણ છે કે ગોલ્ડી સોલારમાં 10 ટકા કર્મચારી ડાંગ સમુદાયમાંથી આવે છે. જે સ્થાનિક સશક્તિકરણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે અમારી અડગ પ્રતિબદ્ધાતા દર્શાવે છે.
ગોલ્ડી સોલરના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, કેપ્ટન ઇશ્વર ધોળકિયાએ આ વિશિષ્ટ ગિફ્ટિંગ આઈડિયા વિશે જણાવ્યું હતું કે, ગોલ્ડી સોલાર માટે દિવાળી એક ઉજવણી કરતા વધુ છે, સહયોગી વૃદ્ધિ અને સ્થાનિક સમુદાયના સમર્થન માટે પ્રતિબદ્ધતા. આ વર્ષે અમે અમારા કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ડાંગ સમુદાયના ખેડૂતોની કૃષિ ઉપજને ભેટમાં વહેંચીને પ્રકાશના તહેવારને વિશેષ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલ દ્વારા અમે ડાંગ પ્રદેશના થતા વિપુલ પ્રમાણમાં ઉત્પાદન વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણા કાર્યો આપણા મૂલ્યોને દર્શાવે છે. અને અમે જે સમુદાયની સેવા કરીએ છીએ તેના ઉત્થાન માટે, સર્વસમાવેશકતા, ટકાઉપણા, ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે અમે સમર્પિત રહીએ છીએ."
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.