ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર ઉજવણી
મંદિરમાં ઉજવાઈ રહેલ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ ખૂબ જ અપૂર્વ અને આ પ્રંસગ ભકતો માટે એક અદભૂત અનુભવ બની રહેશે. વિવિધ જાતના પકવાન અને મિષ્ડાનનો અન્નકૂટ, ગૌ-પૂજા, દીપોત્સવ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે ઉત્સવની અદ્ધભૂતતામાં વધારો કરશે.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 2 નવેમ્બર, 2024 ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ઉજવાઈ રહેલ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ ખૂબ જ અપૂર્વ અને આ પ્રંસગ ભકતો માટે એક અદભૂત અનુભવ બની રહેશે. વિવિધ જાતના પકવાન અને મિષ્ડાનનો અન્નકૂટ, ગૌ-પૂજા, દીપોત્સવ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે ઉત્સવની અદ્ધભૂતતામાં વધારો કરશે.
ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન
પર્વત ઉંચકયો હતો. આ પ્રંસગની યાદગીરી રૂપે કારતક માસમાં ગોવર્ધનપૂજા ઉત્સવ મનાવવામાં આવે છે. આ જ દિવસે ઉત્સવના
મહત્વના ભાગરૂપે ગૌ-પૂજા (ગાયની પૂજા) પણ કરવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા અનુસાર અને વ્રજવાસીઓના પગલાને અનુસરતા દર વર્ષે કારતક માસમાં આ ઉત્સવ ખૂબ જ
ધામધૂમથી ઉજવવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન જ ગોવર્ધન પર્વત ને તૈયાર કરે
છે. જુદી જુદી જાતના કૂકીસ, વિવિધ જાતના અનાજ અને શુદ્ધ ઘીની બનાવટો (જેમ કે ભાત, હલવો, પકોડા, પૂરી વગેરે) દૂધની
વિવિધ જાતની બનાવટો (જેમ કે સ્વીટ ભાત, રબડી, રસગુલ્લા, અને લાડુ વગેરે) નો અન્નકૂટ ભગવાન ને ધરવામાં આવશે. આ
બધા વ્યંજનોને નાના પર્વતોના રૂપમાં ગોઠવવામાં આવશે અને ભગવાનને અર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ આ પ્રયોજનોને
પ્રસાદરૂપે ભકતોને વહેંચવામાં આવશે. આ કારણે જ આ ઉત્સવને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે.
ગાયને સુંદર રીતે શણગારવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણ જેને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે
છે જે ગાયોના રક્ષણકર્તા છે, તેમની આરતી કરાશે. ભકતો આ પ્રસંગોને અનુરૂપ ભજનો અને ગીત-સંગીત ગાઈને જૂમી ઉઠશે.
ઉત્સવના અંત ભાગમાં શ્રી શ્રી રાધા માધવને મહામંગલા આરતી કરવામાં આવશે, ત્યારે ભકતો શ્રી ગોવર્ધનઅષ્ટકમ નું ગુણગાન
કરશે જેની કીર્તિને આઠ શ્લોકમાં વર્ણવવામાં આવી છે. કારતિક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની
અતિભવ્ય દિપોત્સવ આરતી પણ કરવામાં આવશે.
તારીખ અને દિન – 2 નવેમ્બર, 2024
શુભસ્થળ – હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, ભાડજ, અમદાવાદ
દર્શન સમય – સવારના 7.30 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
ભજન સંધ્યા – સાંજે 4.30 વાગે
સ્વર્ણરથ ઉત્સવ – સાંજે 6.30 વાગે
ગૌ-પૂજા – સાંજે 6.45 વાગે
ગોવર્ધન પૂજા – સાંજે 7.15 વાગે
દીપોત્સવ આરતી – સાંજે 8.30 વાગે
પ્રભુની સેવામાં,
શ્રી જગનમોહન કૃષ્ણ દાસ
પ્રેસિડન્ટ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ
વધુ વિગત માટે સંર્પક કરશો
શ્યામચરણ દાસ - 9904272229, રાયા રામ દાસ - 9904203228
જામનગર જિલ્લો બમ્પર ખરીફ પાકનો અનુભવ કરી રહ્યો છે, ખાસ કરીને મગફળી માટે, જેના કારણે જિલ્લાના સૌથી મોટા યાર્ડ એવા હાપા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમી આવક થઈ છે.
ગુજરાતના ભરૂચમાં મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં તાજેતરમાં બે દર્દીઓના મોતના કારણે ભારે વિવાદ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બે દર્દીઓનું મૃત્યુ એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ બાદ થયું હતું,