ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર ઉજવણી
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 14 નવેમ્બર, 2023 ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ઉજવાઈ રહેલ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ ખૂબ જ અપૂર્વ અને આ પ્રંસગ ભકતો માટે એક અદભૂત અનુભવ બની રહેશે.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા તા. 14 નવેમ્બર, 2023 ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ખૂબ જ ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં ઉજવાઈ રહેલ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ ખૂબ જ અપૂર્વ અને આ પ્રંસગ ભકતો માટે એક અદભૂત અનુભવ બની રહેશે. શુદ્ધ શાકાહારી કેકમાંથી બનાવેલ ગોવર્ધન પર્વત, વિવિધ જાતના પકવાન અને મિષ્ડાનનો અન્નકૂટ, ગૌ-પૂજા, દીપોત્સવ આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ વિગેરે ઉત્સવની અદ્ધભૂતતામાં વધારો કરશે.
ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાર સામે વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો. આ પ્રંસગની યાદગીરી રૂપે કારતક માસમાં ગોવર્ધનપૂજા અને ઉત્સવ મનાવવામાં આવે છે. આ જ દિવસે ઉત્સવના મહત્વના ભાગરૂપે ગૌ-પૂજા (ગાયની પૂજા) પણ કરવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા અનુસાર અને વ્રજવાસીઓના પગલાને અનુસરતા દર વર્ષે કારતક માસમાં આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હરે કૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન જ ગોવર્ધન પર્વત ને શુદ્ધ શાકાહારી કેક, જુદી જુદી જાતના કૂકીસ, વિવિધ જાતના અનાજ અને શુદ્ધ ઘીની બનાવટો (જેમ કે ભાત, હલવો, પકોડા, પૂરી વગેરે) દૂધની વિવિધ જાતની બનાવટો (જેમ કે સ્વીટ ભાત, રબડી, રસગુલ્લા, અને લાડુ વગેરે) થી બનાવવામાં આવશે. ગોવર્ધન પર્વતમાં ઉપયોગમાં લેવાતી કેક અને કૂકીસને મંદિરની બેકરીમાં ભકતો દ્રારા જ બનાવવામાં આવશે જે 100 ટકા શુદ્ધ અને શાકાહારી હશે. આ બધા વ્યંજનોને નાના પર્વતોના રૂપમાં ગોઠવવામાં આવશે અને ભગવાનને અર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ આ પ્રયોજનોને પ્રસાદરૂપે ભકતોને વહેંચવામાં આવશે. આ કારણે જ આ ઉત્સવને અન્નકૂટ ઉત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે.
ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સમાન આશરે 1100 કિલોગ્રામ વજન ધરાવનાર ગોવર્ધન કેક ને શ્રી શ્રી રાધા માધવ ને અર્પણ કરવામાં આવશે અને ત્યાર બાદ આ કેકને સૌ ભકતોમાં પ્રસાદરૂપે વહેંચવામાં આવશે. ગાયને સુંદર રીતે શણગારવામાં આવશે અને તેની પૂજા કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણ જેને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે, તેમની આરતી કરાશે. ભકતો આ પ્રસંગોને અનુરૂપ ભજનો અને ગીત-સંગીત ગાઈને જૂમી ઉઠશે.
ઉત્સવના અંત ભાગમાં શ્રી શ્રી રાધા માધવને અને ગોવર્ધન પર્વતની મહામંગલા આરતી કરવામાં આવશે, ત્યારે ભકતો શ્રી ગોવર્ધનઅષ્ટકમ નું ગુણગાન કરશે જેની કીર્તિને આઠ શ્લોકમાં વર્ણવવામાં આવી છે. કારતિક માસમાં ઉજવાતા દિપોત્સવ મહોત્સવના ભાગરૂપે અંતમાં ભગવાનની અતિભવ્ય દિપોત્સવ આરતી પણ કરવામાં આવશે.
તારીખ અને દિન – 14 નવેમ્બર, 2023
શુભસ્થળ – હરે કૃષ્ણ મંદિર, અમદાવાદ ડેન્ટલ કોલેજની સામે, સાયન્સ સીટી નજીક, ભાડજ, અમદાવાદ
દર્શન સમય – સવારના 7.30 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી
ભજન સંધ્યા – સાંજે 4.30 વાગે
સ્વર્ણરથ ઉત્સવ – સાંજે 6.30 વાગે
ગૌ-પૂજા – સાંજે 6.45 વાગે
ગોવર્ધન પૂજા – સાંજે 7.15 વાગે
દીપોત્સવ આરતી – સાંજે 8.30 વાગે
પ્રભુની સેવામાં,
શ્રી જગનમોહન કૃષ્ણ દાસ
પ્રેસિડન્ટ – હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ
વધુ વિગત માટે સંર્પક કરશો
શ્યામચરણ દાસ - 9904272229, રાયા રામ દાસ - 9904203228
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.