મહારાષ્ટ્ર સરકારે GJEPCનાં ઇન્ડિયા જ્વેલરી પાર્ક પાસે કામદારોનાં આવાસ માટે વધારાની જમીનની ફાળવણી કરી
મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટેની નીતિ બહાર પાડવા કમિટીની રચનાની જાહેરાત કરી.
મુંબઇ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી ઉદય સામંતે જીજેઇપીસી અને ભારત ડાયમન્ડ બુર્સની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્યએ ઇન્ડિયા જ્વેલરી પાર્કના કામદારોનાં આવાસ માટે પાર્કની નજીક વધારાની જમીન ફાળવી છે. MHAPE (નવી મુંબઇ)માં 21 એકરમાં ફેલાયેલો સૌ પ્રથમ ઇન્ડિયા જ્વેલરી પાર્ક એક લાખ લોકોને રોજગારી આપશે.
શ્રી સામંત 13 વર્ષમાં આઇકોનિક બુર્સની મુલાકાત લેનારા રાજ્યના પ્રથમ ઉદ્યોગ મંત્રી બન્યા છે. તેમણે ભારત ડાયમન્ડ બુર્સ, બીકેસી ખાતે સંખ્યાબંધ જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની પોલિસી માટે કમિટી રચીશું. મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઇમાં જીજેઇપીસી દ્વારા નિર્મિત ઇન્ડિયા જ્વેલરી પાર્ક નજીક વધારાની જમીન ફાળવી છે.”
વિપુલ શાહ (ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ), કિરીટ ભણસાલી (વાઈસ ચેરમેન, જીજેઈપીસી) અને મેહુલ શાહ (વાઈસ પ્રેસિડેન્ટ, બીડીબી) એ માનનીય મંત્રીને બુર્સની ગાઇડેડ ટુર કરાવી હતી.
સામંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા પરિકલ્પના ધરાવતા રૂ. 40,000 કરોડનાં જ્વેલરી પાર્ક પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકાર દરેક સંભવ પ્રયાસ કરશે. સામંતે જાહેરાત કરી હતી કે કેબિનેટે જ્વેલરી પાર્ક માટે સબસિડી પ્રોત્સાહનો મંજૂર કર્યા છે જેમ કે 5 FSI; પાર્કમાં તમામ એકમો માટે એક રૂપિયાની વીજળી સબસિડી અને એલજીડી એકમો માટે 2 રૂપિયા; પાર્કમાં તમામ એકમો માટે વીજળી ડ્યુટી માફી; પાર્કમાં તમામ એકમો માટે એસજીએસટીમાં 50 ટકા માફી; તમામ એમએસએમઇ એકમો માટે ટર્મ લોન પર 5 ટકા વ્યાજ માફી, અને લીઝ પર IJPM માટે સ્ટેમ્પ ડ્યુટી મુક્તિ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્કની જમીનનાં લેવલિંગ માટે જીજેઇપીસીએ કરેલી વિનંતી પર પણ નિર્ણય લીધો છે.”
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર યમુના નદીને સાફ કરવાના તેમના અધૂરા વચન બદલ કટાક્ષ કર્યો.
આંધ્રપ્રદેશના શિક્ષણ અને આઇટી મંત્રી નારા લોકેશે ગુરુવારે 'મન મિત્ર' નામની એક નવી પહેલનું અનાવરણ કર્યું, જે નાગરિકોને વોટ્સએપ દ્વારા નાગરિક સેવાઓ પૂરી પાડવા માટે એક નવી પહેલ છે.
પંજાબ પોલીસે સટ્ટા નૌશેહરા ગેંગના બે કાર્યકરો, રોબિનજીત સિંહ અને હરપ્રીત સિંહની ધરપકડ કરી હતી, તેમની સાથે થોડી ગોળીબારની અથડામણ થઈ હતી. ધરપકડ દરમિયાન, પોલીસે બે ગ્રેનેડ, એક પિસ્તોલ અને જીવંત કારતૂસ જપ્ત કર્યા હતા.