UCO બેંક, BOM સહિત આ 5 સરકારી બેંકોમાં સરકાર ઘટાડશે હિસ્સો
સરકાર યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત 5 બેંકોમાં હિસ્સો ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. આ માટે બેંકો FPO અથવા QIPની મદદ લઈ શકે છે.
કેન્દ્ર સરકાર બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક સહિત 5 જાહેર ક્ષેત્રની બેંકોમાં હિસ્સો ઘટાડીને 75 ટકાથી નીચે કરવાની તૈયારી કરી રહી છે. સરકાર દ્વારા હિસ્સો વેચવાનું કારણ માર્કેટ રેગ્યુલેટર સેબીનો નિયમ છે, જેના હેઠળ પ્રમોટર કોઈપણ કંપનીમાં 75 ટકાથી વધુ હિસ્સો ધરાવી શકે નહીં.
મીડિયા સાથે વાત કરતા, નાણા સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે 12 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી, ચાર 31 માર્ચ, 2023 સુધી લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (એમપીએસ) નિયમનું પાલન કરતી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 3 વધુ જાહેર ક્ષેત્રની બેંકોએ આ નિયમનું પાલન કર્યું છે. બાકીની 5 બેંકો માટે યોજના બનાવવામાં આવી છે.
જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર પોતાનો હિસ્સો ઘટાડવા FPO અથવા QIPની મદદ લઈ શકે છે. કોઈપણ નિર્ણય બજારની સ્થિતિ અને રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે. તેમજ નાણા મંત્રાલયે બેંકને ગોલ્ડ લોન પોર્ટફોલિયોની સમીક્ષા કરવા સૂચના આપી છે.
પંજાબ એન્ડ સિંધ બેંક - 98.25 ટકા
ઇન્ડિયન ઓવરસીઝ બેંક - 96.38 ટકા
યુકો બેંક- 95.39 ટકા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા -93.08 ટકા
બેંક ઓફ મહારાષ્ટ્ર-86.46 ટકા
સેબીના નિયમો અનુસાર, તમામ લિસ્ટેડ કંપનીઓએ જાહેર જનતાને ઓછામાં ઓછા 25 ટકા શેર ફાળવવાના હોય છે. વિશેષ જોગવાઈ હેઠળ, સેબી આ માટે જાહેર ક્ષેત્રની બેંકોને સતત છૂટ આપી રહી હતી. સેબીના નિર્ણય અનુસાર, આ 5 બેંકો પાસે આ નિયમનું પાલન કરવા માટે ઓગસ્ટ 2024 સુધીનો સમય છે.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
કંપનીએ 22 નવેમ્બર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવા જઈ રહેલા શેર સાથે ₹99.07 કરોડ એકત્ર કરવાનો છે.