સરકાર આપ કે દ્વાર
ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોની સેવામાં તત્પર છે વડોદરાનું વહીવટી તંત્ર, છેવાડાના માનવી અને ગરીબોને કેન્દ્રમાં રાખતી સરકારશ્રીના કાર્યમંત્રને વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર સહર્ષ સ્વીકારી હરહંમેશ નાગરિકોની સેવામાં તત્પર રહે છે.
છેવાડાના માનવી અને ગરીબોને કેન્દ્રમાં રાખતી સરકારશ્રીના કાર્યમંત્રને વડોદરાનું જિલ્લા વહીવટી તંત્ર સહર્ષ સ્વીકારી હરહંમેશ નાગરિકોની
સેવામાં તત્પર રહે છે. આવા અનેક ઉદાહરણો સમાચારોમાં સાંભળ્યા કે વાંચ્યા હશે. સરકારી સેવાઓ કેટલી સુલભ, સમાવિષ્ટ, પારદર્શક અને સરળ છે, તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ વડોદરાના સેન્સસ ઓફિસરશ્રી શમિક એસ. જોષીએ પુરૂ પાડ્યું છે.
વાત જાણે એમ છે કે, વડોદરાની કુકડ વસાહતમાં રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ૨૧ વર્ષીય રિતેશ રાઠવા લકવાગ્રસ્ત છે અને ડાબી બાજુના મગજમાં સોજાના કારણે હાલ માણેજા સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘરના અન્ય સભ્યો પણ ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હોય આ ગરીબ પરિવારના યુવકની ખર્ચાળ અને મોંઘી સારવાર તેમને પોષાય તેમ ન હતી. પરંતુ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગરીબોના ખિસ્સા પર બોજ ન પડે અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાતમંદ તેમજ ગરીબોની સારવાર ફ્રીમાં થાય તે માટે આયુષ્યમાન કાર્ડ થકી સરકારશ્રીએ આરોગ્ય સુરક્ષા કવચ આપ્યું છે. ગરીબલક્ષી આ યોજના અંતર્ગત દર્દીના પિતા પાસે આયુષ્યમાન કાર્ડ તો હતું, પરંતુ આધાર ડેટામાં દર્દીનું બાયોમેટ્રિક અપડેટ ન હોવાથી તેમનું આયુષ્યમાન કાર્ડ કાઢવામાં સમસ્યા આવી રહી હતી.
વડોદરા શહેર અને જિલ્લાની પ્રજાની સુખાકારી અને સુવિધામાં સતત વધારો થાય તેવા ઉદ્દેશ્યથી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાના માર્ગદર્શનમાં કામ કરતા વહીવટી તંત્રના સેન્સસ ઓફિસરશ્રી શમિક એસ. જોષીને જાણ થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ જવા રવાના થયા હતા. હોસ્પિટલના આઈ. સી. યુ.માં જઈને તેમણે દર્દીનું બાયોમેટ્રિક અપડેટ કર્યું હતું અને જનહિતલક્ષી વહીવટી તંત્રનું આદર્શ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આધારમાં બાયોમેટ્રિક અપડેટ થતા વિલંબ અને કોઈ પણ સમસ્યા વગર રિતેશ રાઠવાનું આયુષ્યમાન કાર્ડ નીકળી જતા આ ગરીબ પરિવાર પર જાણે કે આભ તૂટતા બચી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.
સામાન્ય રીતે પ્રજામાં એવી માન્યતા હોય છે કે, સરકારી કામ માટે કચેરીઓના ધક્કા ખાવા પડે છે. પરંતુ, આ ભ્રમને તૂટતા કુકડ વસાહતના રાઠવા પરિવારે નરી આંખે જોયો છે. પ્રજા અને તેની સુખાકારીને કેન્દ્રમાં રાખતી સરકારશ્રીના કાર્યમંત્રને નકશેકદમ પર સરકારી તંત્ર ચાલી રહ્યું છે. અને તેના
ઉદાહરણો પણ છાશવારે સમાચારના કેન્દ્રમાં હોય છે. સરકારી અધિકારી તમે હોય ત્યાં આવીને તમારા માટે કામ કરે એ જોઈને ગદગદિત થયેલો રાઠવા પરિવાર હર્ષાશ્રુથી સરકારશ્રી અને શ્રી શમિક જોષીનો આભાર વ્યક્ત કરતા રોકી ના શક્યો.
રાઠવા પરિવારનું અતિઅગત્યનું કામ સુપેરે પાર પાડી શ્રી જોષીએ વડોદરાવાસીઓને પોતાનો આધાર ડેટા બાયોમેટ્રિક સહિત સમયસર અપડેટ કરાવવા તાકીદ કરી હતી. તેમણે લોકોને નજીકની વોર્ડ ઓફિસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
એલજીએ 'કેરટેકર સીએમ' ટર્મ પર ભાવનાત્મક તકલીફનો દાવો કર્યો; આતિષીએ તેમના પર રાજકીય લાભ માટે વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.
સ્પાડેક્સ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવા માટે ISROએ ભારતને ચોથા દેશ તરીકે સ્થાન આપીને કેવી રીતે ઈતિહાસ રચ્યો તે શોધો.
પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર રાજનીતિ કરવા બદલ ભાજપે કોંગ્રેસની ટીકા કરી હતી. સરકારે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર દરમિયાન સ્મારક યોજનાઓની ખાતરી આપી હતી.