સરકાર 'આદિપુરુષ' પર કડક પગલાં લેવાના મૂડમાં, અનુરાગ ઠાકુરે કહ્યું- 'ધાર્મિક લાગણીઓને ઠેસ નહીં પહોંચવા દઈએ'
'આદિપુરુષ'ના ડાયલોગનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તે જ સમયે, સરકારે પણ પોતાનું વલણ કડક કર્યું છે અને કહ્યું છે કે કોઈને પણ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગને લઈને વિવાદ વધી રહ્યો છે. વાસ્તવમાં, પ્રભાસ સ્ટારર ફિલ્મમાં રામાયણનું ચિત્રણ અને ખાસ કરીને તેના સંવાદને ઘણી નકારાત્મક સમીક્ષાઓ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રામાયણના પાત્રોનું અપમાન કરવામાં આવ્યું છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આવી સ્થિતિમાં સરકારે પણ હવે આ મામલે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી દીધી છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે કોઈને પણ લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર આપી શકાય નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ આ અંગે નિર્ણય લેવામાં આવસે. તેમણે એમ પણ કહ્યું કે મને એવા અહેવાલ મળ્યા છે કે નિર્માતા ફિલ્મના સંવાદો બદલવા માટે તૈયાર છે. અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું કે તે પણ તેનું ધ્યાન રાખશે. ધાર્મિક ભાવનાઓને ઠેસ નહીં પહોંચે, ઓછામાં ઓછું તેની નજર હેઠળ તો નહીં.
તે જ સમયે, ફિલ્મની ટીમ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આદિપુરુષને વિશ્વભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ તમામ ઉંમરના દર્શકોના દિલ જીતી રહી છે. વિરોધના ભ્રમણ વચ્ચે જજુમતી ફિલ્મના જનતા અને દર્શકોના ઇનપુટને મહત્વ આપતાં, ટીમે ફિલ્મના ડાયલોગ બદલવાનો પણ નિર્ણય કર્યો છે એવું જાણવા મડી રહ્યું છે.
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ' 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવાની સાથે જ શાનદાર કલેક્શન કરી રહી છે, પરંતુ લોકોએ ફિલ્મના ડાયલોગ્સ સામે વાંધો વ્યક્ત કર્યો છે અને દેશભરમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની મા પણ પડી રહી છે. જણાવી દઈએ કે પ્રભાસે 'આદિપુરુષ'માં રાઘવની ભૂમિકા ભજવી છે. જ્યારે કૃતિ સેનને જાનકારી અને સની સિંહે લક્ષ્મણની ભૂમિકા ભજવી છે. આદિપુરુષ ફિલ્મમાં લંકેશની ભૂમિકા સૈફ અલી ખાને ભજવી છે.
ઉત્તર પ્રદેશમાં નાણાકીય છેતરપિંડીનો એક મોટો કેસ સામે આવ્યો છે, જેમાં બોલિવૂડ અભિનેતા આલોક નાથ અને શ્રેયસ તલપડેના નામ લખનૌના ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં નોંધાયા છે.
મુંબઈ પોલીસે જમશેદપુરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું પ્રતિનિધિત્વ કરવાનો અને ₹5 કરોડની ખંડણી માંગવાનો દાવો કરીને કથિત રીતે ધમકી આપી હતી.
પોસ્ટમોર્ટમ પછી, બાબા સિદ્દીકીને રવિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, અને ઘણા બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમના અંતિમ આદર આપવા માટે તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી