વડિયા ગામે પાણીની લાઈનની કામગીરી ગ્રામ પંચાયતે અટકાવી,નવા રોડની બાજુમાં લાઈન કરતા ગ્રામજનોમાં રોષ
વર્ષો પછી રોડ બન્યો તો એજન્સી રોડની આજુબાજુ માટી પુરાણ કર્યું નહિ જેમાં આ પાણી યોજના વાળી એજન્સીએ ખોદકામ કરી રોડને નુકસાન પહોચાડ્યું, બાહ્ય એજન્સીઓ ગ્રામપંચાયતને પૂછ્યા વગર આડેધડ કામ કરીને વેઠ ઉતારીને જતી રહે છે અને છેલ્લે વેઠવાનો વારો ગ્રામજનોને આવે છે.
રાજપીપળા : નાંદોદ તાલુકાના ગામોમાં શુદ્ધ પાણી આપવાની યોજના હેઠળ જે ગામોમાં શુધ્ધ ફિલ્ટરવાળું પાણી ન આવતું હોય તો ફિલ્ટરવાળું પાણી ગામના સંપ માં ભરી ત્યાંથી ઘરે ઘરે પાણી પહોંચાડવાનું હોય છે આ યોજના માં હાલ નાંદોદ તાલુકાના વડિયા ગામ ખાતે પાણી યોજાના માટે પાઇપ લાઈન નાખવામાં આવે છે. પરંતુ આ પાઈપલાઈન નાખતી એજન્સીએ ગ્રામપંચાયત ને પૂછ્યા વગર આડેધડ લાઈન નાખતા જે ઘણી મુસીબતો બાદ બનેલ રોડની ટચોટચ જે.સી.બી થી ખોદકામ કરી પાણી ની પાઈપલાઈન નાખતા નવા રોડને નુકસાન પહોચાડ્યું છે. એક તો રોડ બનાવનારી એજન્સી એ રોડ બનાવી આજુબાજુની સાઈડો પર માટીનું પીચીંગ કરવું જોઈએ એ કર્યું નથી ઉપરથી રોડની ધારો પણ ખોદકામ કરતા તોડી નાખી છે. જેથી વડિયા ગ્રામપંચાયત ના સરપંચ બીન્દીયાબેન વસાવા અને બિપીનભાઈ વસાવા, ડેપ્યુટી વિરેન્દ્રસિંહ સુણવા સહીત સભ્યો એ સ્થળ પર આવીને આ કામગીરી અટકાવી નુકસાની બદલ એજન્સીને અને રોડની કામગીરી અધૂરી છોડવા બદલ રોડ એજન્સી બંને ને ગ્રામપંચાયતે નોટિસ આપી છે.
આ બાબતે સરપંચ બીન્દીયાબેન વસાવા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાણી યોજના ખુબ સારી છે. લોક ઉપયોગી હોય છે. પરંતુ બાહ્ય એજન્સીઓ પોતાની મનમાની કરતી હોય છે. અને કામગીરીમાં વેઠ ઉતારતી હોય છે. વડિયા ગામે વેરાઈ માતા મંદિરે પાણીનો સંપ બનાવેલ છે. જ્યા પાઈપ લાઈન જોઈન્ટ કરી ત્યાંથી ગામમાં પાણી પહોંચાડવાનું હોય વચ્ચે ફળિયા માંથી ખોદકામ કરી સીઘી પાઈપલાઈન લઇ જવા કહ્યું હતું. પણ એજન્સીના વાળા બહારના રસ્તા પરથી લઇ ગયા જેમાં રસ્તો ડેમેજ થયો એટલે અમારે કામ અટકાવવું પડ્યું અને એજન્સીને નોટિસ આપી છે. આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવી જોઈએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
"અમદાવાદની ટોચની 6 લગ્ઝરી સોસાયટીઓ વિશે જાણો, જ્યાં ગુજરાતના ધનાઢ્યો વૈભવી જીવનશૈલી જીવે છે. સત્યમેવ એલિસિયમ, ગોદરેજ ગાર્ડન સિટી, મીડોઝ, કાસા વ્યોમા, સુપર સિટી અને ઓર્કિડ વ્હાઇટફિલ્ડની આધુનિક સુવિધાઓ અને વિશેષતાઓની વિગતો મેળવો."
"સરખેજ પોલીસે અમદાવાદમાં નકલી પોલીસ બનીને એક શિક્ષકને લૂંટનાર સલીમ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓ સામે ૧૩ થી વધુ કેસ નોંધાયેલા છે. આ સમાચાર લેખમાં ઘટનાની સંપૂર્ણ વિગતો વાંચો."