નર્મદા જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ
નર્મદા જિલ્લામાં તા.૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લામાં તા. ૨૬ ફેબ્રુઆરી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન તમામ તાલુકાઓના વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
ગ્રામસભામાં પંચાયત વિકાસ સૂચકાંક અને તેના લાભો, ઉદ્દેશો, જરૂરિયાતો સહિત ગામ અને
ગ્રામજનોના સર્વાંગી વિકાસને આવરી લેનારા મુદ્દાઓ જેવા કે, ગરીબી મુક્ત અને રોજગારી ઉન્નત ગામ, સ્વસ્થ ગામ, આત્મનિર્ભર આધારરૂપ વ્યવસ્થા ધરાવતુ ગામ, સામાજિક રીતે સુરક્ષિત ગામ, પૂરતુ પાણી ધરાવતુ ગામ, સ્વચ્છ અને હરિયાળુ ગામ, મહિલા મૈત્રીપૂર્ણ ગામ, બાળ મૈત્રીપુર્ણ ગામ, સુશાસિત ગામ બનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન યોજાયેલી ગ્રામસભામાં નાંદોદ
તાલુકામાં કુલ ૭૬, તિલકવાડા તાલુકામાં કુલ ૩૪, ગરૂડેશ્વર તાલુકામાં કુલ ૪૭, દેડીયાપાડા તાલુકામાં કુલ ૪૬ અને સાગબારા તાલુકામાં કુલ ૩૨ એમ કુલ મળીને ૨૩૫ જેટલી ગ્રામસભાઓ મળી હતી. જેમાં તલાટીશ્રીઓ, સરપંચશ્રીઓ, સંબંધિત અધિકારી-પ્રતિનિધિશ્રીઓ, CHO શ્રીઓ, ગ્રામસેવક સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની 16 રીલ કબજે કરીને પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.