“મિશન લાઈફ સ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ”ને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામસભા યોજાઈ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સમાંતર યોજાયેલી ગ્રામસભા બાદ ઠેર ઠેર પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ અને ગામલોકોએ વૃક્ષારોપણ કરી નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે કરેલો સંકલ્પ
રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેવા વિકાસ કાર્યોનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરી શકાય તેવા શુભ આશયથી વર્ષમાં ઓછામાં ઓછી બે વખત ગ્રામસભા યોજાય તેવી તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે “મિશન લાઈફ સ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ(LiFE)” ને કેન્દ્રમાં રાખીને જિલ્લાના તમામ તાલુકાની ગ્રામ પંચાયતોમાં
ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીશ્રીઓની હાજરીમાં આજે સોમવારે સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયત
કક્ષાએ સરપંચ, તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભા દરમિયાન ગ્રામજનો અને અધિકારીશ્રીઓ- સ્થાનિક કર્મચારીશ્રીઓની હાજરીમાં ગામના મુખ્ય કામોની ચર્ચા અને ૧૫મા નાણાંપંચ હેઠળ થયેલા કામોનું સોશિયલ ઓડિટ તેમજ ૧૫ મા નાણાં પંચ અંતર્ગત વર્ષ ૨૦૨૪- ૨૫ના નવા કામોનું આયોજન, પીપલ્સ પ્લાન કેમ્પેઈન-૨૦૨૨ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે ગ્રામ પંચાયતના વિકાસ કામોનો પ્લાન ભેગા મળીને તૈયાર કરવો, પેસા એક્ટમાં થયેલા આંશિક સુધારાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવા, ગ્રામ પંચાયત કક્ષાએ મહિલા તથા બાળસભાનું આયોજન કરી બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવાની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા સાથે સરકારશ્રીની લોકકલ્યાણ માટેની વિવિધ યોજનાઓની ગામમાં અમલવારી, યોગ્ય લાભાર્થીને સરકારીશ્રીની યોજનાનો ખરો લાભ મળે અને કોઈ લાભાર્થી યોજનાથી વંચિત રહી ન જાય તેનું યોગ્ય સંકલન કરવા સહિતના મુદ્દે વિસ્તૃતમાં ચર્ચાઓ કરી નવા કામોના ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યા હતા.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય સ્તરે કરવામાં આવતા વિવિધ વિકાસ કામો પૈકી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ સેગ્રીગેશન સેડના બાંધકામ,
ગામમાં જરૂરિયાતવાળા સ્થળોએ સામૂહિક કમ્પોસ્ટપીટ અને સામૂહિક શોકપીટની કામગીરી, ડોર ટુ ડોર ઘન કચરા કલેક્શશનની કામગીરી તેમજ શૌચાલયની સુવિધા નહીં ધરાવતા કુટુંબોને શૌચાલયની સહાય આપવા માટેની યાદી તૈયાર કરવા સહિતના મુદ્દે પણ સવિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને સમાંતર યોજાયેલી ગ્રામસભા બાદ ગામેગામ અધિકારીશ્રીઓ અને ગામલોકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં ગામના નાગરિક
તરીકેની પોતાની સહભાગીતા નોંધાવી અન્ય અગ્રણીઓ-લોકોને પણ વૃક્ષારોપણ કરી જિલ્લાને વધુ હરિયાળો બવાનના માટે પુણ્યનું સારું કાર્ય કર્યું હતું. સારા કામો કરવા માટે ગ્રામજનો આગળ આવે તેવી ગ્રામસભા દ્વારા અપીલ કરી હતી.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.