ડુમિયાણી પીપલ્સ વેલ્ફેર સોસાયટી માં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉપલેટા, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ, મથક: ડુમિયાણી ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.
ઉપલેટા, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ, મથક: ડુમિયાણી ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવર સાહેબ તથા સવિતાબેન મણવર અને દવજ વંદક હિનાબેન વિરડા (એડવોકેટ, એડિટર - G.T.P.L. News) અને વિરલભાઈ પનારા ( સદસ્યશ્રી જિલ્લા પંચાયત - રાજકોટ) અને તમામ આવેલ અતિથિ વિશેષશ્રીઓ ની ઉપસ્થિતિમાં માર્ચ પરેડ અને ધ્વજારોહણ કર્યા બાદ સર્વધર્મ પ્રાર્થના કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી અને શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.
ત્યારબાદ સ્વાગત પ્રવચન શ્રી દિલીપભાઈ કોરડિયા (નિયામકશ્રી પી.વે.સો.) કરી મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું જેમાં ડુમિયાણી, મજેઠી, તલગણા, મોટીમારડ, મોટી વાવડી, ગામના સરપંચશ્રીઓ તથા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી. અને આભાર દર્શન ઘનશ્યામસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. કમલેશભાઈ ભરાડ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આશ્રમશાળા, ઉતર બુનિયાદી, નર્સિંગ કોલેજ, બી.આર.એસ. કોલેજ, બી.એડ. કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો રજુ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને બહારથી આવેલા મહેમાનોએ આ કાર્યક્રમ નિહાળ્યો. અને કાર્યક્રમ બાદ સમુહ ભોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુરબ્બી મણવરસાહેબ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.