દેડિયાપાડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી
મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને પ્રોત્સાહિત કરવા દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” થીમ હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રાજપીપલા : મહિલા સશક્તિકરણની જીવાદોરી સમાન સખીમંડળોની બહેનોને
પ્રોત્સાહિત કરવા માટે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત, વિકસિતગુજરાત” થીમ હેઠળ નારી શક્તિ વંદના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વસહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનોને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગરીબ-મધ્યવર્ગ, ખેડૂતો, યુવાનો સહિત મહિલાઓની ભાગીદારી પણ મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાય સહિત સમાજની મહિલાઓના સામાજિક, આર્થિક અને સામાજિક
ઉત્કર્ષ માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે પણ વિવિધ મહિલાલક્ષી યોજનાઓને આગળ ધપાવીને આદિવાસી સમાજની દીકરીઓ-મહિલાઓને સશક્ત કરવાના સુદ્રઢ પ્રયાસો કર્યા છે.
વધુમાં સાંસદ શ્રીએ ઉમેર્યું કે, સરકારે મહિલાઓને વિકસિત ભારતની શક્તિ બનાવવા માટે તેમની શક્તિને ખિલવવાનું કાર્ય કર્યું છે, જેના પરિણામ સ્વરૂપે આજે બહેનો વહિવટી તંત્રના મહત્વપૂર્ણ હોદ્દાઓ અધિકારી તરીકે પોતાની ભૂમિકા અદા કરી રહી છે. દીકરીઓ આજે ડોક્ટર, ઇજનેર, આર્મીમાં જોડાઈ
રહી છે, ગૃહ ઉદ્યોગ, નાના ઉદ્યોગો શરૂ કરીને પગભર બનીને સ્વમાનભેર જીવન જીવી રહી છે.
જબરજસ્ત માંગને કારણે, કોલ્ડપ્લેએ અમદાવાદમાં બીજા કોન્સર્ટની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું
જામનગર શહેરના રામેશ્વર નગર ચોક ખાતે આવેલ હનુમાન મંદિર પાસે ગઈકાલે રાત્રે એક ઝડપી કારે કાબુ ગુમાવતા મકાનની દિવાલ સાથે અથડાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.