રાજ્યભરમાં ૯૦ દિવસ સુધી ૧૬૦થી વધુ ખરીદ ક્ષેત્ર પરથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરાશે
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ૯૦ દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના ૩.૭૦ લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ સાબરકાંઠાના હિંમતનગરથી કરાવ્યો હતો.
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ૯૦ દિવસ સુધી આ ખરીદી કરવામાં આવશે. રાજ્યભરના ૩.૭૦ લાખથી વધુ કિસાનોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે. જગતના તાતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ તેમણે શરૂ કરાવી છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી કહે છે કે, ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો મળી રહે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેતી અને ખેડૂતને સક્ષમ બનાવવા કરેલા કાર્યો અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, નર્મદાના વહી જતાં પાણીને ખેતરો સુધી સિંચાઈ માટે પહોંચાડયા. પ્રત્યેક જિલ્લામાં ૭૫ જેટલા અમૃત સરોવરનું નિર્માણ અને 'કેચ ધ રેઇન' અંતર્ગત બોર બનાવાયા. વધુમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં થયુ છે.
આવા બધા જ સફળ આયોજનને પરિણામે ગુજરાતમાં પાછલા ૨૩ વર્ષમાં અભૂતપૂર્વ કૃષિ વિકાસ થયો છે તેની છણાવટ તેમણે કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યનો પિયત વિસ્તાર આજે ૬૨ લાખ હેક્ટર થઈ ગયો છે. એટલું જ નહીં, એગ્રીકલ્ચર સેક્ટરમાં ઉત્પાદન પણ વધીને ૨.૭ લાખ કરોડ થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા મુહિમ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સારા પરિણામો મળ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉપસ્થિતિ સૌ ખેડૂતોને કહ્યું કે, જળ જમીનને બચાવવા અને રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ પણ સંકલ્પબદ્ધ થઈ વિકસિત ભારતના નિર્માણમાં વિકસીત ગુજરાત બનાવીને આપણું યોગદાન આપીએ.
કોલેજ કક્ષાએ તા.૨૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ સુધી યોજાનારી સ્પર્ધાઓમાં યુવાશક્તિને મોટાપાયે સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક આહવાન.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયપાલનતામાં સુધારો કરવા માટે અમદાવાદ મંડળથી ચાલનારી અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં આગામી આદેશ સુધી બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
PM મોદીનું વિકાસ ભારત 2047 વિઝન ભારતના વિકાસ માટે પરિવર્તનશીલ માર્ગ નક્કી કરે છે, જેમાં ગુજરાત તેની અસાધારણ સિદ્ધિઓ દ્વારા મુખ્ય ભૂમિકા ભજવે છે.