ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈ વસાવા એ આખરે બીજેપી નો ખેસ ધારણ કર્યો
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા હતા, કે ચૈતરભાઈ વસાવા અને હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસના હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે એવી અંદરખાને ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી,ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા પણ જાહેરમાં મીડિયા સમક્ષ અનેક વાર ઘટસ્ફોટ કરી ચુક્યા છે, કે ડેડીયાપડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવા ભાજપમા જોડાવા માંગે છે. પરંતુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું.
ત્યારે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કોંગ્રેસના હરેશભાઈ વસાવા હવે ભાજપના હરેશભાઈ વસાવા બની ગયા છે તેમણે સુરત જઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં અને નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી ના ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની હાજરીમાં અને પોતાના પિતા જયંતીભાઈ વસાવાની સાથે તેમણે ભાજપ નો ખેસ ધારણ કરી લીધો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પણ તેઓની સાથે ભાજપમાં જોડાયા છે અને કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે.
સાથે સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અજય વસાવા અને મહામંત્રી મેહુલ પરમારે પણ પોતાના રાજીનામાં ગુજરાત કોંગ્રેસ ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ને મોકલી આપ્યા હોવાનું જાણવા મળેલ છે.ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના રાજકારણ માં ગરમાવો જણાઈ રહ્યો છે.હવે મનસુખભાઈ વસાવા ની કહેલી વાત મુજબ આમ આદમી પાર્ટી નાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ બીજેપી માં જોડાઈ તે વાત ને નકારી નાં શકાય.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.