ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧૫ ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના કુલ ૧૫ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે
આગામી તા.૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૭૮ જેટલા બ્લોકમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા યોજાનાર છે.
રાજપીપલા : આગામી તા.૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ને રવિવારના રોજ નર્મદા જિલ્લાના કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૭૮ જેટલા બ્લોકમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા યોજાનાર છે. પરીક્ષામાં સુચારૂ આયોજન જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ઉભી કરવા જિલ્લા કક્ષાનું વ્યવસ્થા તંત્ર ઉભુ કરવું, શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષાના આયોજનની સાથે જિલ્લાના ૧૫ પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ ૪૨૫૪ જેટલા ઉમેદવારો નોંધાયા હોવાથી તમામ સુવિધાઓ સાથે સુચારૂ આયોજન કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષામાં આવનાર ઉમેદવારોએ પોતાનું અસલ ઓળખકાર્ડ બતાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવાનો રહેશે. પરીક્ષામાં સ્માર્ટ વોચ, સ્માર્ટ ફોન, કેલ્ક્યુલેટર, પેજર, ઈયરફોન તથા અન્ય પ્રકારના ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા પર પ્રતિબંધ હોવાનું અને ઉમેદવારોએ ૧૦=૩૦ કલાક સુધીમાં વર્ગ ખંડમાં પ્રવેશ મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી – નર્મદાની એક એખબારી યાદીમાં જણાવાયું છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી