ગુજરાત ટાઈટન્સ કેન્સર સામેની લડાઈને ટેકો આપે છે
કેન્સર જાગૃતિ પહેલના ભાગરૂપે ગુજરાત ટાઇટન્સ તાતા આઈપીએલ 2023ની તેમની છેલ્લી મેચમાં લવંડર કલરની કીટમાં ઉતરશે
અમદાવાદ : ગુજરાત ટાઇટન્સ, તાતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વર્ષ 2023ની સિઝનની તેમની છેલ્લી ઘરઆંગણાની મેચ દરમિયાન લવંડર કલરની જર્સી પહેરશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ 15 મેના રોજ અમદાવાદના આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જર્સી પહેરશે. આ પહેલનો ઉદ્દેશ્ય કેન્સરના ગંભીર મુદ્દાને ઉજાગર કરવાનો છે, જેના લીધે ભારતમાં અને વિશ્વભરમાં નોંધપાત્ર પ્રમાણમાં રોગ અને મૃત્યુદર જોવા મળે છે.
તમામ પ્રકારના કેન્સરનું પ્રતીક એવા લવંડર કલરની પસંદગી આ વિનાશક રોગથી પ્રભાવિત અનેક લોકોના જીવનની યાદ તાજી કરાવે છે. લવંડર જર્સી પહેરીને, ગુજરાત ટાઇટન્સ કેન્સર સામે લડવામાં લાઈફસ્ટાઈલમાં પરિવર્તનો જે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે તેના પર ભાર મૂકતા, વહેલાસર નિદાન અને નિવારણના મહત્વ વિશે જાગૃતિ લાવવાનું લક્ષ્ય રાખે છે.
ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિન્દર સિંહે જણાવ્યું હતું કે, "કેન્સર વિશ્વભરમાં લાખો લોકોના મૃત્યુનું કારણ બને છે અને દર્દીઓ અને તેમના પરિવારો પર વિનાશક અસર કરે છે. અમે કેન્સર વિશે જાગૃતિ વધારવામાં અમારા તરફથી કંઈક કરીને ખુશ છીએ, જે ન કેવળ લોકોને પ્રારંભિક તપાસના મહત્વ વિશે શિક્ષિત કરવાનો પ્રયાસ છે, પણ કેન્સરના જોખમોને ઘટાડવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ પર ભાર મૂકે છે. અમારી ટીમ હકારાત્મક પરિવર્તન લાવવા અને કેન્સર સામેની વૈશ્વિક લડાઈમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
વૈશ્વિક સ્તરે, કેન્સર મૃત્યુના બીજા સૌથી સામાન્ય કારણ તરીકેનું સ્થાન ધરાવે છે, જેના લીધે 2020 માં આશરે 9.9 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. છેલ્લા દાયકામાં વિશ્વભરમાં કેન્સરની ઘટનાઓમાં 26% વધારો જોવા મળ્યો હતો, જ્યારે કેન્સર સંબંધિત મૃત્યુમાં 21% વધારો જોવા મળ્યો હતો. ભારતમાં, નવમાંથી એક વ્યક્તિને તેમના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની સંભાવના છે. 2022માં દેશમાં કેન્સરના નવા કેસોની અનુમાનિત સંખ્યા 14.16 લાખથી વધુ
હતી, જેમાં 2020 ની સરખામણીમાં 2025 સુધીમાં કેન્સરના કેસોમાં 12.8% વધારો થવાની ધારણા છે.
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, "કેન્સર સામે ભારત અને સમગ્ર વિશ્વમાં લાખો લોકો લડી રહ્યા છે અને એક ટીમ તરીકે, અમે આ જીવલેણ રોગ વિશે જાગૃતિ લાવવા માટેની જવાબદારીને સમજીએ છીએ. લવંડર જર્સી પહેરીને કેન્સરના દર્દીઓ, બચી ગયેલા લોકો અને તેમના પરિવારો સાથે એકતા દર્શાવવાની અમારી રીત છે. અમે આશા રાખીએ છીએ કે અમારું આ કાર્ય અન્ય લોકોને નિવારક પગલાં લેવા અને જેઓ આ લડાઈ લડી રહ્યા છે તેમને ટેકો આપવા પ્રેરણા આપશે.
આ વર્ષની શરૂઆતમાં, ટીમે રેસ વિથ ધ ટાઇટન્સ નામની તેની ફિટનેસ પહેલ શરૂ કરી – જે વધુ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે. આ પહેલનો ઉદ્દેશ એ છે કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આગામી મેચ ગુજરાત ટાઇટન્સના ચાહકો અને ક્રિકેટ સમુદાયને એકસાથે આવવાની અને આ મહત્વના હેતુ માટે તેમનો ટેકો દર્શાવવાની તક આપે છે. આ પહેલ દ્વારા, ગુજરાત ટાઇટન્સ લોકોને કેન્સરની રોકવા અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો વિશે વધુ જાણવા તથા આ રોગના વિકાસના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે પહેલેથી જ ખ્યાલ આવે તે હેતુથી નિયમિત સ્ક્રીનિંગ માટે પ્રેરિત કરવાની આશા રાખે છે.
વેબસાઈટઃ https://www.gujarattitansipl.com/
ટ્વિટરઃ https://twitter.com/gujarat_titans
ફેસબુકઃ https://www.facebook.com/GujaratTitansIPL/
યુટ્યૂબઃ https://www.youtube.com/c/gujarattitans
ઈન્સ્ટાગ્રામઃ https://www.instagram.com/gujarat_titans/
2025 ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડના નિરાશાજનક અભિયાનને કારણે નેતૃત્વમાં મોટો ફેરફાર થયો છે. સતત બે હારનો સામનો કર્યા પછી અને ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, જોસ બટલરે જાહેરાત કરી કે તે દક્ષિણ આફ્રિકા સામેની તેમની અંતિમ ગ્રુપ મેચ બાદ ઇંગ્લેન્ડના વ્હાઇટ-બોલ કેપ્ટન તરીકે રાજીનામું આપશે.
ભારતીય કોર્પોરેટ T20 બૅશ (ICBT20), ટોચના પ્રદર્શન કરનારા યુવા કોર્પોરેટ ખેલાડીઓ માટેની એક નવી અને વ્યાપારીક T20 વાર્ષિક ક્રિકેટ લીગ, આજે દિલ્હી માં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી.
WPL 2025 માં RCB vs GG પર નવીનતમ અપડેટ્સ મેળવો! મેચની હાઈલાઈટ્સથી લઈને કાશવી અને રિચા ઘોષના મુખ્ય પ્રદર્શન સુધી, આ રોમાંચક એન્કાઉન્ટરના વિગતવાર વિશ્લેષણમાં ડૂબકી લગાવો. લાઇવ સ્કોર્સ, પ્લેયર વ્યૂહરચના અને નિષ્ણાત કોમેન્ટ્રી માટે જોડાયેલા રહો.