ગુજરાતના રોકાણકારોએ ડેટ કેટેગરીના બદલે ઇક્વિટી કેટેગરી ફંડ પસંદ કર્યાઃ ટાટા એસેટ મેનેજમેન્ટ
ઓગસ્ટ 2023 સુધીમાં એએમએફઆઇ ડેટા મૂજબ રાજ્યમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડના 58 ટકા રોકાણકારો ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરે છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ) ડેટા મૂજબ ઓગસ્ટ 2023માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ. 20,245.26 કરોડનો ચોખ્ખો ઇનફ્લો જોવા મળ્યો હતો. એએમએફઆઇના ડેટા સૂચવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં સ્મોલ-કેપ કેટેગરીમાં રૂ. 4,264.82 કરોડ, જ્યારે કે સેક્ટરલ/થિમેટિક ફંડ્સે રૂ. 4,805.81 કરોડ અને મલ્ટી-કેપ કેટેગરીએ રૂ. 3,422.14 કરોડનો ઇનફ્લો નોંધ્યો છે. ભારતમાં એકંદર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 46.63 લાખ નોંધાવી છે, જેમાં ઓગસ્ટના એએમએફઆઇ ડેટા મૂજબ ક્લોઝ-એન્ડેડ સ્કીમ સામેલ છે.
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ (એમએફ) એસેટ્સનું કદ જેમ વધી રહ્યું છે તેમ અમે જોયું છે કે કેટલાંક રાજ્યો નોન-ઇક્વિટી સ્કીમની તુલનામાં ઇક્વિટી એમએફ સ્કીમને વધુ પ્રધાન્ય આપી રહ્યાં છે. ઉદાહરણરૂપે ગુજરાતમાં રોકાણકારોએ નોન-ઇક્વિટીની સરખામણીમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે વધુ ઝુકાવ દર્શાવ્યો છે. ઓગસ્ટ 2023 મૂજબ ગુજરાત રાજ્યમાંથી લગભગ 57 ટકા રોકાણ ઇક્વિટી સ્કીમમાં થયું છે, જ્યારે કે 33 ટકા રોકાણ ડેટ અને લિક્વિડી સ્કીમ અને 7 ટકા બેલેન્સ્ડ ફંડમાં થયું છે. ગુજરાતમાં રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લગભગ રૂ. 330352.15 કરોડનું રોકાણ કર્યું છે.
ટાટા મ્યુચ્યુઅલ ફંડે પણ ગુજરાતમાં સમાન ટ્રેન્ડ જોયો છે, જ્યાં ટાટા મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોએ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ માટે વધુ પસંદગી દર્શાવી છે. ઓગસ્ટ એએમએફઆઇ ડેટા મૂજબ ટાટા મ્યુચ્યુઅલ ફંડ માટે એયુએમના લગભગ 58 ટકા ઇક્વિટી સ્કીમ, 29 ટકા ડેટ અને લિક્વિડ સ્કીમ તથા 13 ટકા બેલેન્સ્ડ સ્કીમમાંથી આવે છે.
ઇક્વિટી કેટેગરીમાં રોકાણકારોનો ઝુકાવ ટાટા હાઉસિંગ અપોર્ચ્યુનિટિઝ ફંડ જેવાં થિમેટિક ફંડ્સ પ્રત્યે વધુ રહ્યો છે, જે હાઉસિંગ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. ઉલ્લેખનીય છે કે ટાટા હાઉસિંગ અપોર્ચ્યુનિટિઝ ફંડ ખૂબજ ઉચ્ચ જોખમની શ્રેણી હેઠળ આવે છે.
ટાટા એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર તેજસ ગુટકાના કહેવા મૂજબ, “ટાટા એસેટ મેનેજમેન્ટ ખાતે અમારું ધ્યાન રોકાણની પ્રક્રિયા અને રોકાણ પ્રત્યે શિસ્તબદ્ધ અભિગમ ઉપર હોય છે. અમે ટાટા હાઉસિંગ અપોર્ચ્યુનિટિઝ ફંડ સહિતની અમારી એમએફ સ્કીમમાં રોકાણ કરવામાં ગ્રોથ એટ રિઝનેબલ પ્રાઇઝ (જીએઆરપી) અભિગમને અનુસરીએ છીએ. જીએઆરપી અભિગમથી અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શેર્સ ઉપર દાવ લગાવી શકીએ છીએ તથા ક્વોલિટી શેર્સ વાજબી કિંમતે ખરીદાય તે સુનિશ્ચિત કરીએ છીએ. અમારું માનવું છે કે વ્યાપક માર્કેટમાં હાલના તબક્કે ઘણી તકો છે, જેને મજબૂત વૃદ્ધિ તથા રિ-રેટિંગ જોઇ શકે છે અને અમે અમારા ટાટા હાઉસિંગ અપોર્ચ્યુનિટિઝ ફંડમાં થીમને કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. હાઉસિંગની માગ વધી રહી છે ત્યારે ગૃહ નિર્માણ માટેની પ્રોડક્ટ્સની માગ પણ વધી રહી છે.”
ટાટા હાઉસિંગ ઓપોર્ચ્યુનિટિઝ ફંડનો ઉદ્દેશ્ય હાઉસિંગ થીમ હેઠળ મૂળભૂત ઉદ્યોગોની યાદીમાં (સમયે સમયે એએમએફઆઇ વર્ગીકરણ મૂજબ) એકમોને ઓળખીને એક પોર્ટફોલિયો બનાવવાનો છે જેમાં અર્થપૂર્ણ વૃદ્ધિની સંભાવના હોઈ શકે છે અને જેનો ટકાઉ સ્પર્ધાત્મક લાભ હોઈ શકે છે."
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.