પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત અગ્રેસર
વર્ષ ૨૦૩૦ સુધીમાં ગુજરાતનું રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ પવન ઊર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બની ગયું છે. પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ૧૨,૧૩૩ મેગાવોટ પર પહોંચી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં ૧૦૦ ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
વડાપ્રધાનશ્રીના અધ્યક્ષતા સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલા બજેટમાં દેશમાં ૧ કરોડ રહેઠાણો ઉપર સોલાર પેનલ લગાવવા 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના' જાહેર કરી છે. આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સના ઇન્સ્ટોલેશન માટે રૂ. ૬૫,૭૦૦ કરોડની સબસિડી પુરી પાડવાની મંજૂરી આપી છે.
ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્વચ્છ ઊર્જાના નવા લક્ષ્યાંકને હાંસલ કરવા તેમજ 'શૂન્ય કાર્બન વીજળી' ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા રાજ્ય સરકારે “ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી -૨૦૨૩” અમલી બનાવી છે. આ નીતિનો મુખ્ય ઉદેશ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પન્ન કરતા પ્રોજેક્ટસનું નિર્માણ કરવાનું છે અને આ નીતિમાં સૌર, પવન અને હાઇબ્રિડ જેવી તક્નીકોનો સમાવેશ થાય છે. સાથે જ આ નીતિમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેવા કે ગ્રાઉન્ડ અને કેનાલ માઉન્ટેડ સોલાર, રૂફટોપ અને ફલોટિંગ સોલાર તેમજ હાઈબ્રિડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
રાજ્યના દરેક જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં રૂફટોપ સોલારને અપનાવવા સોલાર વિલેજનું નિર્માણ કરાશે. આ સોલાર વિલેજના નેજા હેઠળ વપરાશ પછી બાકીની વીજળીનું વેચાણ કરી રૂફટોપ સોલાર ધરાવતા તમામ પરીવારો વધારાની આવક મેળવી શક્શે. રહેણાંક વિસ્તારમાં આ યોજના થકી કુલ ૩,૦૦૦ મેગાવોટ જેટલી સૌર ઊર્જા ક્ષમતામાં વધારો થશે. જેના પરિણામે રાજ્યના અંદાજીત ૧૭ હજારથી વધુ નાગરિકોને રોજગારી પણ મળશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.