કાશ્મીરમાં નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત પાવરલિફ્ટર્સે ડંકો બજાવ્યો, 64 મેડલ જીત્યા
કાશ્મીરમાં 14 થી 17 સપ્ટેમ્બર, 2023 દરમિયાન યોજાયેલી નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના પાવરલિફ્ટર્સે 39 ગોલ્ડ, 19 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત 64 મેડલ જીત્યા હતા. ગુજરાત પણ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બન્યું હતું.
સુરત: સુરત ડિસ્ટ્રિકટ પાવર લિફ્ટિંગ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી મનોજ ચાસિયા એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ.14 થી 17 સપ્ટેમ્બર 2023 શ્રીનગર ખાતે જમ્મુ એન્ડ કાશ્મીર, શેર-એ-કાશ્મીર સ્પોર્ટસ સ્ટેડિયમ મા સ્પોર્ટસ એસોસિયેશન ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર, તેમજ યુનાઈટેડ પાવર લિફ્ટિંગ ઓફ ઇન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાયેલ જેમાં ગુજરાત ના 70 જેટલા પુરુષ/મહિલા સ્પર્ધકોએ ભાગ લઈ 39 ગોલ્ડ,19 સિલ્વર તેમજ 06 બ્રોન્ઝ મેડલો જીતી ગુજરાતના ખેલાડીઓએ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની ગુજરાત ની ટીમ એ પુરા ભારત દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે.
આ સ્પર્ધામાં (14 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ) ના 360 જેટલા ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો. કશ્મીર પાવર લિફ્ટિંગ એસોસિએશન ના આયોજકો ને સ્પોર્ટસ એસોસિયેશન ઓફ ગુજરાત ના હોદ્દેદારો શ્રી ધર્મેશભાઈ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, પ્રશાંત પિલ્લાઈ, જીગ્નેશભાઈ ચાવાલા,યશ ઠક્કર એ આ સ્પર્ધા ને સફળ બનાવવા તનતોડ મેહનત કરી સહકાર આપવા બદલ (UPFI)ઓલ ઇન્ડિયા પ્રમુખ અને J&K ના (DSO) ઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.