સૌર ઊર્જા રૂફટોપ થકી વિજળી ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમે અને ગુજરાતમાં વડોદરા અગ્રેસર
સમગ્ર બ્રહ્માંડની ઊર્જાના મુખ્ય સ્ત્રોત મનાતા સૂરજ દાદા થકી મળતા કિરણોને પુનઃ પ્રાપ્ય ઊર્જામાં પરિવર્તિત કરી પર્યાવરણની સુરક્ષા કરવામાં સમગ્ર ગુજરાતનું નેતૃત્વ વડોદરા કરી રહ્યું છે.
સમગ્ર બ્રહ્માંડની ઊર્જાના મુખ્ય સ્ત્રોત મનાતા સૂરજ દાદા થકી મળતા કિરણોને પુનઃ પ્રાપ્ય ઊર્જામાં પરિવર્તિત કરી પર્યાવરણની સુરક્ષા કરવામાં સમગ્ર ગુજરાતનું નેતૃત્વ વડોદરા કરી રહ્યું છે. પર્યાવરણ અને પ્રકૃત્તિનું મહાત્મ્ય સારી રીતે સમજતા સંસ્કારી નગરી વડોદરાના નાગરિકોએ પોતાના ઘર ઉપર સોલાર પેનલ્સ થકી વીજળી ઉત્પન કરવામાં આગેવાની લીધી છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
સમગ્ર ભારતમાં પ્રસ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાતે દ્વિતીય ક્રમ હાંસિલ કર્યો છે. આ યાદીમાં રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા રાજ્યોનો સમાવેશ થાય છે. સૌર ઊર્જા અંતર્ગત વર્ષ ૨૦૨૩ માં ગુજરાત કુલ ૮૮૮૭.૭૨ મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતું ગૌરવવંતુ રાજ્ય બન્યું છે.
સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાતની વાત કરીએ તો, સમગ્ર ગુજરાતમાં વડોદરા સોલાર રૂફટોપ સ્થાપિત કરવાની સાથે સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંક મેળવીને સિદ્ધિમાન પ્રસ્થાપિત કર્યું છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ બોર્ડ (GEDA) અંતર્ગત કાર્યરત સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના (સૂર્ય યોજના) દ્વારા ગુજરાતના લાખો ઘરો સૌર ઊર્જા ઉપભોક્તા અને વીજળી ઉત્પાદક બન્યા છે.
માર્ચ -૨૦૨૩ના આંકડા અનુસાર, સૂર્ય યોજના હેઠળ વડોદરા શહેરમાં ૫૧,૮૩૨ અને જિલ્લામાં ૬૦,૭૮૩ ઘરોમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. જેમાં ક્રમશઃ ૨,૦૯,૧૨૦.૧૪૧ કિલોવોટ અને ૨,૪૪,૯૩૬.૪૫૭ કિલોવોટ ઊર્જાનું ઉત્પાદન થયું છે. જ્યારે જેડા અંતર્ગત સોલાર રૂફટોપ સ્કીમ હેઠળ વડોદરા શહેરમાં ૭,૧૪૧ અને જિલ્લામાં ૮,૪૦૯ ઘરો સોલાર રૂફટોપનાં ઉપભોક્તા બન્યા છે. જે ક્રમશઃ ૩૯૦૩૩.૧૭૯ કિલોવોટ અને ૬૯૫૫૪.૬૬૧ કીલોવોટ ઊર્જાનું ઉત્પાદન કર્યું છે. આમ, વડોદરામાં કુલ ૦૧,૨૮,૧૭૨ ઘરો કુલ ૦૫,૬૨,૬૪૩.૯૮૧ કિલોવોટ વીજળીનું ઉત્પાદન કરીને વીજળીના ઉપયોગ સહિત વેચાણ કરતા થયા છે.
સૂર્ય યોજના હેઠળ રહેણાંક વીજ ગ્રાહક સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે સોલાર સિસ્ટમની કુલ કિંમત પર રાજ્ય સરકાર દ્વારા ત્રણ ભાગમાં સબસિડી આપવામાં આવે છે. ૩ કિલોવોટ સુધીની કુલ ક્ષમતા ધરાવતી સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના માટે ૪૦ ટકા, ૩-૧૦ કિલોવોટમાં પ્રથમ ૩ કિલોવોટ સુધી ૪૦% અને પછી બાકીની ક્ષમતા માટે ૨૦ ટકા સબસિડી પૂરી પાડવામાં આવી રહી છે.
ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ અથવા નાની સોલાર ફોટોવોલ્ટેઇક (SPV) સિસ્ટમમાં દ્વારા ઉત્પન્ન થતી વીજળીને વેચવા માટે ૧ - ૨ કી.વો. સુધી રૂ.૪૫,૫૨૦, ૨ થી ૩ કી.વો સુધી રૂ. ૫૧,૨૫૦, ૩ થી ૫ કી.વો સુધી રૂ.૪૭,૭૯૬, ૫ થી ૬ કી.વો સુધી રૂ.૪૬,૬૮૫, ૬ થી ૧૦ કી.વો. સુધી રૂ. ૪૬,૦૮૯, ૧૦ થી ૨૫ કી.વો. સુધી રૂ.૪૩,૮૧૩ , ૨૫ થી ૫૦ કી.વો. સુધી રૂ.૪૨,૬૭૫, ૫૦ થી ૧૦૦ કી.વો. સુધી રૂ.૩૮,૩૫૧ અને ૧૦૦ કી.વો. કરતા વધુ એકમના ઉત્પાદન માટે રૂ.૩૨,૯૯૧ ના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
સૂર્ય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર સિસ્ટમ ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ અથવા નાની સોલાર ફોટોવોલ્ટેઇક (SPV) સિસ્ટમમાં, સોલર પીવી મોડ્યુલો, સોલર પેનલ સૌર ઊર્જાને ડાયરેક્ટ કરંટ વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે છે. જે સ્ફટિકીય સિલિકોન, થીન ફિલ્મ સિલિકોન, CIGS, CdTe, HIT, વગેરે જેવી વિવિધ ટેક્નોલોજીમાં ઉપલબ્ધ છે.
સોલાર રૂફટોપ સિસ્ટમ્સમાં સ્ફટિકીય સિલિકોન સોલર પીવી પેનલ્સનો સૌથી વધુ ઉપયોગ થાય છે. સિસ્ટમની ઇચ્છિત ક્ષમતા મુજબ શ્રેણી બનાવવા માટે બહુવિધ પેનલ્સ એકસાથે જોડાવામાં આવે છે. સોલાર પેનલ્સ માંથી પેદા થતી ડીસી પાવરને પાવર કન્ડીશનીંગ યુનિટ અથવા ઇન્વર્ટરનો ઉપયોગ કરીને એ.સી પાવરમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને તેને ગ્રીડ સુધી પહોચાડવામાં આવે છે.
સોલાર રૂફટોપના અનેકવિધ ફાયદાઓના કારણે આજે તે ગામડા તથા શહેરના લોકો માટે પસંદગીનું ઊર્જા ઉત્પાદન સાધન બની ગયુ છે. ગ્રાહક દ્વારા વીજળી બિલમાં બચતની સાથે સોલર પેનલમાં ઉપલબ્ધ ખાલી છતની જગ્યાનો ઉપયોગ થતો હોવાથી વધારાની જમીનની જરૂર પડતી નથી. વધુમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનની કોઈ વધારાની જરૂરિયાત પણ રહેતી નથી. વીજ વપરાશ અને જનરેશન ભેગા થતાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન નુકસાન ઘટાડે છે, ટેલ-એન્ડ ગ્રીડ વોલ્ટેજમાં સુધારો અને સિસ્ટમની ભીડમાં ઘટાડો કરે છે અને અત્યંત મહત્વનુ એવુ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા દ્વારા લાંબા ગાળાની ઊર્જા અને પર્યાવરણીય સુરક્ષા પ્રદાન કરવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે.
ઉત્પાદિત વીજળીના વેચાણ સમયે મળતા વળતર અને વીજળીના ભાવમાં સમયાંતરે વધઘટના કારણે હાલના સમયમાં સોલાર રૂફટોપ, રોકાણનું એક ઉત્તમ સાધન તરીકે પ્રચલિત થઈ રહ્યું છે. સોલાર રૂફટોપ દ્વારા ઉત્પન્ન થતી વીજળીની કિંમત સરળતાથી ગણી શકાય છે. વધુમાં આવનાર ૧૦ વર્ષ માટે વીજળીના ઉત્પાદનના ખર્ચની પણ ગણતરી કરી શકાય છે. આમ, સોલાર રૂફટોપમાં રોકાણ કરવું એક સુરક્ષિત રોકાણ પણ ગણાવી શકાય. સોલાર રૂફટોપ સિસ્ટમમાં વાપરતા સોલાર સેલ અને સોલાર મોડ્યુલ સમાન્ય રીતે ભારતમાં ઉત્પાદિત થયેલ હોવાથી વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત બનવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાકાર કરી રહ્યા છે.
વિશ્વભરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨ અબજ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જન શુન્ય સુધી લઇ જવામાં વિવિધ પગલા લઇ રહ્યુ છે. નેશનલ સોલાર મિશન. સોલાર રૂફટોપ સ્કિમ યોજના, સોલર પાર્ક યોજના, સસ્ટેનેબલ રૂફ્ટોપ ઇમપ્લિમેંટેશન ઓફ સોલર ટ્રાંસફીગરેશન ઓફ ઇન્ડિયા (SRISTI), કેનાલ બેંક અને કેનાલ ટોપ સ્કીમ અને કીસાન ઊર્જા એવમ ઉત્થાન મહાભિયાન (KUSUM) જેવા પહેલ થકી સૌર ઊર્જા ઉત્પાદનમાં મોખરે રહીને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરીને વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે.
બીજી તરફ ખર્ચ-અસરકારક અને પરિવર્તનશીલ સૌર ઊર્જા સોલ્યુશન્સ વિકસાવવા અને સૌથી ઓછા વિકસિત દેશો અને સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ તરીકે વર્ગીકૃત કરાયેલાને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડવાના ધ્યેયને સિદ્ધ કરતી અને યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ દ્વારા શરુ કરવામાં આવેલ આંતર રાષ્ટ્રિય સંસ્થા ઈન્ટરનેશનલ સોલર એલાયન્સની આગેવાની કરી રહ્યુ છે ત્યારે સમગ્ર વિશ્વને સોલાર એનર્જી ટેક્નોલોજીની ઉપયોગિતા તથા સ્વીકૃતી માટે એક્શન-ઓરિએન્ટેડ, સભ્ય-સંચાલિત અને સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યુ છે.
ભારત સરકારે ૨૦૩૦ સુધીમાં ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપિત ક્ષમતાને ૫૦૦ ગીગાવોટ સુધી વિસ્તરણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને ટૂંકા ગાળામાં, તેની નવીનીકરણીય ઊર્જાના ઓછામાં ઓછા ૬૦ ટકા સોલાર પાવરમાંથી મેળવવાનું વચન આપ્યું છે ત્યારે રાજ્ય સોલર એનર્જી ક્ષેત્રમાં કુશળ કર્મચારીઓને તાલિમ, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ સુધારણા, રૂફટોપ સોલરને પ્રોત્સાહન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણનું વિસ્તરણ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન થકી ગુજરાત રાજ્ય કોઇ કસર છોડશે નહી.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, જ્યાં તબીબી બેદરકારીના કારણે બે દર્દીઓના મોત થયા હતા
અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં, જ્યાં સિંહોએ હવે પોતાનું ઘર બનાવ્યું છે.
મહેસાણા જિલ્લામાં, PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) યોજના અંગે એક મોટું અપડેટ સપાટી પર આવ્યું છે, જેમાં 20 હોસ્પિટલોમાં ગેરરીતિ છતી થઈ છે.