વ્યવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર
સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો, જુલાઇ 2023માં ડોમેસ્ટિક PNG કનેક્શન 30.78 લાખ હતા, ફેબ્રુઆરી 2024 સુધીમાં 32.53 લાખ.
વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. આ વિઝનને આગળ લઇ જવામાં, નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે.
જુલાઇ 31, 2023 સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક PNG કનેક્શનની સંખ્યા 3,078,162 હતી જે 29 ફેબ્રુઆરી 2024માં 3,253,175 સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં 5.6%ના વધારા સાથે કુલ 175,013 કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે.
વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
ગુજરાત: 5,786
ઉત્તરપ્રદેશ: 3,270
હરિયાણા: 2,259
રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (યુ.ટી): 1,910
રાજસ્થાન: 1,691
ગુજરાત: 23,445
મહારાષ્ટ્ર: 4,817
રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી (યુ.ટી): 3,965
ઉત્તરપ્રદેશ: 2,644
આસામ: 1,391
આ ઉપલબ્ધિ અંગે ગુજરાત રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, “આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે તેમણે ગુજરાતના વિકાસ માટે અનેકવિદ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં ખાસ કરીને ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ તેમણે સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કર્યું અને સાથે ગુજરાતને સોલાર પોલિસીની ભેટ આપી. આ તમામ પ્રયત્નો પર્યાવરણની રક્ષા કરવા માટેના હતા.આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ પ્રયાસોને આગળ વધારી રહ્યા છે. ખાસ એક વાતની નોંધ આપણે લેવી જોઇએ કે છેલ્લા સાત મહિનામાં ગુજરાતના ઘરોમાં PNG કનેક્શનની સંખ્યામાં પોણા બે લાખનો વધારો થયો છે. વ્યવસાયિક અને ઔદ્યોગિક ગેસ કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. આ નોંધપાત્ર પ્રગતિ છે અને વડાપ્રધાનશ્રીના વર્ષ 2070 સુધી કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં સુંદર રીતે પ્રગતિ કરી રહ્યું છે. "
આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના (GGL) પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014ના માર્ચ મહિનામાં GGLનું નેટવર્ક 13,517 કિલોમીટર હતું જે માર્ચ 2024 સુધી વધીને 34,832 કિલોમીટર સુધી પહોંચ્યું છે.
ગુજરાતમાં, બે અલગ-અલગ ઘટનાઓએ સાયબર ગુનેગારો દ્વારા IPS ઓફિસર અને CBI એજન્ટ તરીકે ઓળખાતા ડિજિટલ ગેરવસૂલીના વધતા જતા વલણનો પર્દાફાશ કર્યો છે
ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ માટે એક મોટા રિનોવેશન અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, 15 નવેમ્બરના રોજ જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, તે આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે