ગલ્ફ સિન્ટ્રેક અને ઈન્ડિયા બાઇક વીક 2023 સુરતમાં ‘ચાય-પકોડા રાઇડ્સ’નો જાદુ લઈને આવે છે
લુબ્રિકન્ટ્સની દુનિયામાં અગ્રણી એવી ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે સુરતમાં ગર્વભેર “ચાય-પકોડા” રાઇડ રજૂ કરી હતી. આ રાઇડ એશિયાની અગ્રણી મોટરસાઈકલ ફેસ્ટિવલ ઈન્ડિયા બાઇક વીકની ઈકોસિસ્ટમમાં એક જાણીતી પરંપરા છે. ઈન્ડિયા બાઇક વીકે ગયા રવિવારે દિલ્હીમાં ચાય પકોડા રાઈડ્સના દિલધડક સ્ટાર્ટ સાથે તેની 10મી આવૃત્તિની શરૂઆત કરી હતી, જે આ વર્ષના મોટરસાયકલિંગ સાહસ, મિત્રતા અને સંસ્કૃતિની આતુરતાથી રાહ જોવાતી ઊજવણીની શરૂઆત છે. આ વર્ષે ગલ્ફના એસોસિએશન સાથે આ ઇવેન્ટ રાઇડર્સ અને ઉત્સાહીઓ માટે એક રોમાંચક અનુભવ બનવાનું વચન આપે છે.
લુબ્રિકન્ટ્સની દુનિયામાં અગ્રણી એવી ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે સુરતમાં ગર્વભેર “ચાય-પકોડા” રાઇડ રજૂ કરી હતી. આ રાઇડ એશિયાની અગ્રણી મોટરસાઈકલ ફેસ્ટિવલ ઈન્ડિયા બાઇક વીકની ઈકોસિસ્ટમમાં એક જાણીતી પરંપરા છે. ઈન્ડિયા બાઇક વીકે ગયા રવિવારે દિલ્હીમાં ચાય પકોડા રાઈડ્સના દિલધડક સ્ટાર્ટ સાથે તેની 10મી આવૃત્તિની શરૂઆત કરી હતી, જે આ વર્ષના મોટરસાયકલિંગ સાહસ, મિત્રતા અને સંસ્કૃતિની આતુરતાથી રાહ જોવાતી ઊજવણીની શરૂઆત છે. આ વર્ષે ગલ્ફના એસોસિએશન સાથે આ ઇવેન્ટ રાઇડર્સ અને ઉત્સાહીઓ માટે એક રોમાંચક અનુભવ બનવાનું વચન આપે છે.
સુરતની ચાય-પકોડા બ્રેકફાસ્ટ રાઇડમાં પ્રભાવશાળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં સમગ્ર પ્રદેશમાંથી 210 ઉત્સાહી બાઇકર્સ જોડાયા હતા. વિવિધ બેકગ્રાઉન્ડ અને મોટરસાયકલના રાઇડર્સ, ગર્જનાભર્યા હાર્લીઝથી લઈને ચપળ કેટીએમ અને યામાહા સુધીના સુરતના ગિયર અપ સ્ટોર પર ભેગા થયા હતા, જ્યાં તેઓએ નવસારીની હરે કૃષ્ણ હોટેલ સુધી 40 કિલોમીટરની રોમાંચક યાત્રા શરૂ કરી હતી.
સમગ્ર ઇવેન્ટ દરમિયાન સલામતી સર્વોપરી રહી અને ખુલ્લા રસ્તા પર ઉતરતા પહેલા તમામ રજિસ્ટર્ડ બાઇકર્સ માટે ફરજિયાત ‘સેફ્ટી રાઇડિંગ’ સેશનની શરૂઆત થઈ. આ રાઇડમાં આઈબીડબ્લ્યુ માર્શલ્સની હાજરી પણ હતી, જે દરેક રાઇડર્સના જૂથનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેથી તમામ સહભાગીઓ માટે સુમેળભરી અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરી શકાય. બધા રાઇડર્સ માટે હેલ્મેટ અને શૂઝ ફરજિયાત હતા, જ્યારે ગલ્ફે વિઝિબિલિટી વધારવા માટે ફ્લોરોસન્ટ સેફ્ટી જેકેટ્સ પૂરા પાડ્યા હતા. વધુમાં, રાઇડ દરમિયાન એમ્બ્યુલન્સ ખડેપગે રહી હતી, જેથી જરૂરી હોય તો તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી શકાય. અંતિમ તબક્કામાં, ઇવેન્ટમાં ભાગ લેનારાઓએ પુશ-અપ અને બર્પી ચેલેન્જ સહિતની રોમાંચક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેના લીધે આ યાદગાર રાઇડમાં વધુ ઉત્તેજના ઉમેરાઈ હતી.
ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ શ્રી અમિત ઘેજીએ આઈકોનિક ચાય-પકોડા રાઇડ્સ સાથે ગલ્ફના જોડાણ અંગે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે ઈન્ડિયા બાઇક વીકની 10મી આવૃત્તિનો ભાગ બનવા માટે રોમાંચિત છીએ અને સુરતમાં ચાય-પકોડા રાઇડની રોમાંચક પ્રસ્તુતિ કરી રહ્યા છીએ. આ રાઇડ્સ મોટરસાઈકલ કમ્યૂનિટીની ભાવના, સૌહાર્દ અને ખુલ્લા રસ્તા પ્રત્યેના પ્રેમને રજૂ કરે છે. ગલ્ફ દેશભરના મોટરસાઈકલ ઉત્સાહીઓ માટે રાઇડિંગનો અનુભવ વધારવા માટે પ્રતિબદ્ધ છે અને આ જોડાણ તે પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારો હેતુ રાઇડર્સને પ્રેરણા આપવા અને ટેકો આપવાનો છે અને અમે તેમના બાઇકિંગ પ્રત્યેના જુસ્સાની ઊજવણી કરતી વખતે તેઓ સુરક્ષિત અને આનંદપ્રદ મુસાફરી કરે તે સુનિશ્ચિત કરીએ છીએ.”
ઈન્ડિયા બાઇક વીકની 10મી આવૃત્તિ, ભારતમાં મોટરસાઈકલ સંસ્કૃતિની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ઈન્ડિયા બાઇક વીકના પ્રિય ફીચર સમી ચાય-પકોડા રાઇડ્સ રાઇડર્સને ઉત્તમ ભારતીય ચા અને પકોડામાં સામેલ થઈને ભારતની મનોહર ભૂમિને જોવાની તક આપે છે.
ગલ્ફ મોટરસાઇકલિંગ કમ્યૂનિટી માટે લાંબા સમયથી પ્રતિબદ્ધતા ધરાવે છે, જે મોટરસાઇકલ ઉત્સાહીઓની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ ઉચ્ચ-ગુણવત્તાવાળા લુબ્રિકન્ટ્સ ઓફર કરે છે. ઈન્ડિયા બાઇક વીક સાથેના જોડાણ સાથે, ગલ્ફ ઉત્સાહી બાઇકર્સ અને ઉત્સાહીઓ સાથે રોમાંચક પ્રવાસની આતુરતાપૂર્વક અપેક્ષા રાખે છે, જે તમામ માટે મોટરસાઇકલ ચલાવવાના અનુભવને વધુ વધારશે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.