ગલ્ફ ઓઈલ અને એસ-ઓઈલ સેવને ભારતમાં હાજરી વિસ્તારવા હાથ મિલાવ્યા
હિન્દુજા ગ્રૂપની કંપની અને અગ્રણી ભારતીય લુબ્રિકન્ટ ઉત્પાદક ગલ્ફ ઓઈલ લ્યુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે વ્યૂહાત્મક સહયોગ દ્વારા વૈશ્વિક સ્તરે વખાણાયેલી એસ-ઓઈલ સેવન રેન્જનું અનાવરણ કરીને ભારતીય બજાર માટે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.
ગુડગાંવ : હિન્દુજા ગ્રૂપની કંપની અને અગ્રણી ભારતીય લુબ્રિકન્ટ ઉત્પાદક ગલ્ફ ઓઈલ લ્યુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે વ્યૂહાત્મક સહયોગ દ્વારા વૈશ્વિક સ્તરે વખાણાયેલી એસ-ઓઈલ સેવન રેન્જનું અનાવરણ કરીને ભારતીય બજાર માટે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ ભાગીદારીમાં, ગલ્ફ ઓઈલ કિઆ ઈન્ડિયા ડીલર નેટવર્ક જેવા પ્રીમિયમ ઓઈએમના ઉત્પાદન, વિતરણ અને પ્રમોશનની દેખરેખ કરશે. વ્યાપક પ્રોડક્ટ લાઇનઅપમાં વિવિધ પ્રકારના પેસેન્જર કાર ગેસોલિન એન્જિન ઓઈલ વેરિઅન્ટ્સ અને પેસેન્જર કાર ડીઝલ એન્જિન ઓઈલ વેરિઅન્ટ્સ છે.
વધુમાં, ગલ્ફ પાસે તેના વ્યાપક નેટવર્ક થકી વૈશ્વિક સ્તરે વખાણાયેલી એસ-ઓઈલ સેવન રેન્જનું ઉત્પાદન અને વિતરણના વિશિષ્ટ અધિકારો છે, જે ભારતીય બજારમાં બ્રાન્ડની પહોંચ અને પ્રસારને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. આ પહેલું સાહસ છે જ્યાં દક્ષિણ કોરિયાની બહાર એસ-ઓઈલ પ્રોડક્ટ લાઇનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. એસ-ઓઈલ સેવન રેન્જ ફુલ્લી સિન્થેટિક, સેમી-સિન્થેટિક અને પ્રીમિયમ લુબ્રિકન્ટ્સના સ્પેક્ટ્રમને સમાવે છે, જે ગ્રુપ 2/3 વર્ગના બેઝ ઓઈલમાં ખૂબ જ હાઈ વિસ્કોસિટી ઈન્ડેક્સ જેવા અસાધારણ લક્ષણો ધરાવે છે. આ અસાધારણ રેન્જ ઉચ્ચ તકનીકી કામગીરી અને સમૃદ્ધ ડ્રાઇવિંગ અનુભવની ખાતરી આપે છે.
આ ભાગીદારી પર ટિપ્પણી કરતા, ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી રવિ ચાવલાએ ઉમેર્યું હતું કે, “અમે વિશ્વ-સ્તરીય ઉત્પાદન ક્ષમતાઓ પૂરી પાડવાની જવાબદારી સોંપીને અમારા પર વિશ્વાસ મૂકવા બદલ એસ-ઓઈલ અને કિઆ મોટર્સ ઈન્ડિયા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. એસ-ઓઈલ સાથેનો અમારો સફળ સહયોગ એ એક અગ્રણી સીમાચિહ્નરૂપ છે કારણ કે તે પ્રથમ વખત દક્ષિણ કોરિયાની સરહદોની બહાર એસ-ઓઈલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ સિદ્ધિ અદ્યતન કોરિયન ટેક્નોલોજીને ભારતીય ઉત્પાદન ક્ષમતાઓમાં મોખરે લાવે છે, ઉદ્યોગના ધોરણોને ઉન્નત કરે છે. અમે અત્યંત આનંદિત છીએ કે એસ-ઓઈલ અને કિઆ મોટર્સ ઈન્ડિયા વચ્ચેની વૈશ્વિક ભાગીદારી ભારતમાં અમારા સહયોગ દ્વારા સાકાર થઈ છે. અમે વૈશ્વિક સ્તરે સ્થાપિત થયેલા ઉચ્ચ ધોરણોને જાળવવા માટે કટિબદ્ધ છીએ અને દરેક પગલાં પર અપેક્ષાઓ કરતાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ.”
ભારતમાં ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સ સાથેના સહયોગ વિશે, એસ-ઓઈલના ટીમ લીડર, શ્રી એસ એચ સોને જણાવ્યું હતું કે, “અમે ગલ્ફ સાથેની ભાગીદારીથી અમે જે પરિણામોની કલ્પના કરી હતી તેને સાકાર થતા જોઈને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આ એક એવી ભાગીદારી છે જે લગભગ ત્રણ વર્ષ પહેલા શરૂ થઈ હતી. ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સની ઈન્ડસ્ટ્રી ઈનસાઈટ અને વિસ્તૃત વિતરણ નેટવર્ક ભારતમાં વ્યાપક બજારમાં પ્રવેશ માટે અમને સાનુકૂળ સ્થાન આપે છે. એસ-ઓઈલ અને ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સની વ્યાપાર યાત્રા આજથી શરૂ થતા વધુ અદ્ભુત સફરની શરૂઆત કરશે અને એસ-ઓઈલ સેવન ભારતીય લુબ્રિકન્ટ માર્કેટમાં નવા ઉભરતા લીડર તરીકે વિકસિત થશે.”
એસ-ઓઈલ સેવન રેન્જ પેસેન્જર કાર અને મોટર સાયકલ ઓઈલ કેટેગરીઝને અનુરૂપ ફુલ્લી-સિન્થેટિક, સિન્થેટિક અને મિનરલ ઓઈલ સહિત વિવિધ લુબ્રિકન્ટ્સ ઓફર કરે છે. વધુમાં, તે ફુલ્લી સિન્થેટિક અને સિન્થેટિક ટ્રાન્સમિશન ઓઈલ જેવી ડીઝલ એન્જિન ઓઈલ કેટેગરી માટે બનાવાયેલા મિનરલ ઓઈલ સુધી વિસ્તરે છે.
એસ-ઓઈલ સેવન સાથે ગલ્ફ ઓઈલ લુબ્રિકન્ટ્સનું પરિવર્તનકારી સહયોગ ભારતીય બજારમાં અત્યાધુનિક લ્યુબ્રિકેશન સોલ્યુશન્સના યુગની શરૂઆત કરવા માટે તૈયાર છે. આ વ્યૂહાત્મક ભાગીદારી તકનીકી શ્રેષ્ઠતા અને ઉદ્યોગ કુશળતાના સફળ મિશ્રણને દર્શાવે છે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.