Gyanvapi Case: અલ્હાબાદ હાઈકોર્ટે શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા માટે મસ્જિદ સમિતિની અરજી ફગાવી
Gyanvapi Shringar Gauri Case: અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દીધી હતી જેમાં મસ્જિદ પરિસરમાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી 5 હિન્દુ મહિલાઓના કેસની સુનાવણીને પડકારવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસ સાથે જોડાયેલા શૃંગાર ગૌરી કેસમાં બુધવારે મોટો ચુકાદો આપ્યો. અલ્હાબાદ હાઈકોર્ટે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવાનો અધિકાર માંગતી પાંચ હિંદુ મહિલાઓની સુનાવણીને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે વારાણસી કોર્ટના 12 સપ્ટેમ્બર 2022ના આદેશને યથાવત રાખ્યો છે.
અલાહાબાદ હાઈકોર્ટે 23 ડિસેમ્બર, 2022 ના રોજ વારાણસીના જ્ઞાનવાપી સ્થિત શૃંગાર ગૌરીની નિયમિત પૂજાના અધિકારના મામલે બંને પક્ષે લાંબી ચર્ચા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી, વારાણસી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજી પર જસ્ટિસ જેજે મુનીરે આ આદેશ આપ્યો હતો. રાખી સિંહ અને અન્ય 9 મહિલાઓએ પૂજાના અધિકારને લઈને વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો હતો.
આ મામલામાં પોતાનો વાંધો નકારવા સામે મસ્જિદની વ્યવસ્થા સમિતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ અને 1995ના સેન્ટ્રલ વક્ફ એક્ટ હેઠળ સિવિલ દાવો જાળવવા યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશના આ નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
12 સપ્ટેમ્બર, 2022ના રોજ જિલ્લા ન્યાયાધીશના નિર્ણયને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસમાં કોર્ટમાં કેસ દાખલ કરનાર 5 મહિલાઓ સહિત 10 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
ચીન બાદ ભારતમાં પણ HMPV વાયરસના કેસ દેખાવા લાગ્યા છે. ICMR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કર્ણાટકના બે બાળકો HMPV વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. ત્યારે ગુજરાતમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
ભારતનું મેટ્રો રેલ નેટવર્ક નોંધપાત્ર સીમાચિહ્ન પર પહોંચી ગયું છે, જે 1000 કિમી સુધી વિસ્તર્યું છે અને ચીન અને યુ.એસ. પછી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું બની ગયું છે.
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારત તીવ્ર શીત લહેર અને ગાઢ ધુમ્મસ સાથે ઝઝૂમી રહ્યું છે, જેના કારણે રોજિંદા જીવનમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાય છે.