એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ & Re, IFSC બ્રાન્ચ અને એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલની ગિફ્ટ સિટી- IFSC સાથે ભાગીદારી
એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ બિન-નિવાસી ભારતીયો (NRIs) અને વૈશ્વિક ભારતીય સમુદાયને યુએસ ડોલરનાં ચલણમાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડી શકશે,એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ લિમિટેડ (IFSC) ફન્ડ મેનેજમેન્ટ અને એડવાઇઝરી સોલ્યુશન્સ પૂરાં પાડશે અને એચડીએફસી એએમસીનાં ઓફશોર હબ તરીકે કામ કરશે.
એચડીએફસી બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરવા સજ્જ છે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re, IFSC બ્રાન્ચ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એચડીએફસી લાઇફે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs) માટે યુએસ ડોલર ચલણમાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડશે.
એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ એનઆરઆઇ અને વૈશ્વિક ભારતીય સમુદાયની માંગ પૂરી કરશે અને સરહદની કોઈ મર્યાદા વગર વિશ્વકક્ષાની સુવિધા ધરાવતાં ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડશે. સૌથી મહત્વનું એ છે કે, આ પ્રોડક્ટ્સ યુએસ ડોલર જેવાં વિદેશી ચલણનો ઉપયોગ કરીને ખરીદી શકાશે. એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા ઓફર કરવામાં આવતાં સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જમાં બચત, આરોગ્ય અને નિવૃત્તિ સંબંધિત વ્યક્તિની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરી શકાશે.
પ્રથમ પ્રોડક્ટ-યુએસ ડોલર ગ્લોબલ એજ્યુકેશન પ્લાન હવે એનરોલમેન્ટ માટે ખુલ્લો છે અને તેનાંથી માબાપને ભવિષ્યમાં તેમનાં બાળકનાં વિદેશમાં શિક્ષણ ખર્ચને પહોંચી વળવા અમેરિકન ડોલરમાં ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે. આ પ્રોડક્ટનો હેતુ રોકાણના ચલણ અને ખર્ચના ચલણ વચ્ચેનાં ભાવિ અંસંતુલનને દૂર કરવામાં મદદ મળશે.
એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ અને આરઇ જાન્યુઆરી 2016થી કાર્યાન્વિત છે અને તે એચડીએફસી લાઇફની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે દુબઇ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર(“DIFC”) દુબઇમાં આવેલું છે. ગિફ્ટ સિટી- IFSC ખાતેની વિદેશની બ્રાન્ચને ગિફ્ટ સિટી- IFSC ખાતેની યુનિફાઇડ રેગ્યુલેટર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર ઓથોરિટી (“IFSCA”),ની જરૂરી મંજૂરીઓ અને ગ્રાન્ટ્સ મળી ગઈ છે.
વૈશ્વિક ભારતીયો અને એનઆરઆઇની વીમા જરૂરિયાતોને ધ્યાનમાં લઇને બીસ્પોક અને વિદેશી ચલણમાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટ્સ એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ હેઠળ નવી લોંચ કરવામાં આવેલી વેબસાઇટ www.hdfclife-international.com પર ઉપલબ્ધ કરવામાં આવશે. નેવિગેશન માટે સરળ અને માહિતીપ્રદ વેબસાઇટ પર વ્યસ્ત માબાપ પોતાનાં બાળકોનાં શિક્ષણનું સરળતાથી પ્લાનિંગ કરી શકશે. આ સાઇટ પર તેમને સંપૂર્ણ એજ્યુકેશન કેલક્યુલેટર, પ્રિ-પેક્ડ ઓફર, આગામી પ્રોડક્ટ સેગમેન્ટ, સીમલેસ સર્વિસિંગ ઓપ્શન્સ અને નવી ઓફર માટે સીટ અનામત રાખવાની જોગવાઈનો લાભ લઈ શકશે. તેનો હેતુ માબાપ દ્વારા તેમનાં બાળકોનાં લાંબા ગાળાના આયોજનમાં અર્થપૂર્ણ રીતે મદદ કરવાનો છે.
આ પ્રોડક્ટ્સ એનરોલમેન્ટ માટે ઓનલાઇન ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકો સેવાનો સરળ અનુભવ કરી શકશે, જેમાં તેમને ફોન પર આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ફોન પર મદદ પણ કરશે, ગિફ્ટ સિટીની આ મલ્ટી-કરન્સી લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ અને સોલ્યુશન્સ એચડીએફસી લાઇફ દ્વારા ઓફર કરવામાં આવતી વર્તમાન એનઆરઆઇ પ્રોડક્ટ્સને પૂરક બનશે અને એ રીતે તેનાં વર્તમાન અને નવા ગ્રાહકો માટે વિકલ્પો વધારશે.
HDFC AMC એ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) ખાતે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની
એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડની સ્થાપનાની જાહેરાત કરી છે. વૈશ્વિક પહોંચ વધારવા અને
એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ દ્વારા સંચાલિત અને ઓફર થતી પ્રોડક્ટ્સ અને સર્વિસિસ માટે નવાં
બજારો ખોલવા માટેની આ વ્યૂહાત્મક હિલચાલ છે. એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ ગિફ્ટ
સિટી- ખાતે IFSC ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ પ્રવૃત્તિ
હાથ ધરવા માટે IFSCA ખાતે ફન્ડ મેનેજમેન્ટ એન્ટિટિ તરીકે નોંધણી ધરાવે છે.
પ્રારંભિક પ્રોડક્ટના લોંચનાં ભાગ રૂપે એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ છ ફન્ડ લોંચ કરવા માંગે છે, જે વિવિધ એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમો અંગેની સેવા પૂરી પાડશે, જેમાં ઇક્વિટી વ્યૂહ (વિવિધ માર્કેટ
કેપિટલાઇઝેશનમાં) અને હાઇબ્રિડનો સમાવેશ થાય છે. આ વ્યૂહ માટેની અન્ડરલાઇંગ ડોમેસ્ટિક સ્કિમ્સની એકંદર સરેરાશ એયુએમ 20 અબજ ડોલર (જુલાઇ 2023ની સ્થિતિએ)થી વધુ છે. આ પ્રોડક્ટ્સની શરૂઆત વૈશ્વિક રોકાણકારોને ભારતનાં રોકાણ સોલ્યુશન્સમાં સરળ અને ટકાઉ રૂટ પૂરો પાડે છે. આમ, વૈશ્વિક રોકાણકારોને એચડીએફસી એએમસીનાં લાંબા અને ઉજ્જવળ ટ્રેક રેકોર્ડનો, તેની વિશાળ અને સુસ્થાપિત રોકાણ ટીમનો અને તેનાં શિસ્તબધ્ધ પ્રક્રિયા આધારિત અભિગમનો લાભ મળશે. પ્રારંભિક ફોકસ ભારતીય રોકાણ સોલ્યુશન્સ પર નજર રાખતા વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો પર રહેશે.
એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ તેની ઓફરનું વિસ્તરણ કરી રહી છે ત્યારે તે ઓનશોર
ઇન્વેસ્ટર્સ (LRS / OPI રૂટ હેઠળ)અને ઓફશોર ઇન્વેસ્ટર્સને વૈશ્વિક વ્યૂહમાં રોકાણ કરવા માટેનાં વિકલ્પો પૂરાં પાડશે.
આ પ્રોડક્ટ્સ નિવાસી રોકાણકારોને વૈશ્વિક ફાળવણી દ્વારા નિવાસી રોકાણકારોને તેમનાં સ્થાનિક રોકાણને પૂરક
બનવામાં મદદ કરશે. નિવાસી રોકાણકારોને ગિફ્સ સિટીને પ્રવેશદ્વાર તરીકે બેસ્ટ-ઓફ-ક્લાસ ગ્લોબલ મેનેજર પૂરા
પાડવાનો કંપનીનો પ્રયાસ રહેશે.
એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ અલગ રીતે સંચાલિત એકાઉન્ટ્સ દ્વારા રોકાણ કરવા માંગતા
માન્ય વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પણ પૂરી પાડશે. આગામી સમયમાં એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) નો હેતુ પ્રાઇવેટ એસેટ સહિતનાં વૈકલ્પિક વ્યૂહો પરની પ્રોડક્ટ્સ ઉમેરીને સોલ્યુશન્સ વધારવાનો છે. એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ ભારતની પ્રોડક્ટમાં રોકાણ કરવા માંગતા વૈશ્વિક રોકાણકારો (એનઆરઆઇ. ભારતીય સમુદાય અને વિદેશી) માટે તથા વૈશ્વિક પ્રોડક્ટમાં રોકાણ કરવા માંગતા ભારતીય અને ઓફશોર ઇન્વેસ્ટર્સ બંને માટે રોકાણની તમામ જરૂરિયાતો માટે વન સ્ટોપ સોલ્યુશન બનવાની છે.
એચડીએફસી લાઇફ અને એચડીએફસી એએમસીના ચેરમેન દીપક પારેખે એચડીએફસી લાઇફ અને એચડીએફસી
એએમસીની યાત્રામાં આ સીમાચિહ્ન અંગે જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકો, રોકાણકારો અને શેરહોલ્ડર્સ સાથે
ગિફ્ટ સિટી, ભારત ખાતેથી અમારી શરૂઆતની જાહેરાત કરતાં ખુશી અનુભવીએ છીએ. યુનિફાઇડ રેગ્યુલેટર IFSCA ભારતને સમગ્ર પ્રદેશ અને વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મજબૂત અને સ્થિર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવા માટે સતત ફોકસ કરી રહી છે. આ જોડાણ સાથે અમે ભારતની ગ્રોથ સ્ટોરીમાં પ્રદાન આપવા અને એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા એનઆરઆઇ અને વૈશ્વિક ભારતીયોને વિદેશી ચલણમાં વિશ્વ કક્ષાનાં ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ અને એચડીએફસી એએમસી ઇન્ટનેશનલ (IFSC) લિમિટેડ દ્વારા વૈશ્વિક રોકાણકારો અને ભારતીય ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડવા આતુર છીએ.”
ગિફ્ટ સિટીમાં નવી સ્થપાયેલી એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલ અને એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડને અભિનંદન આપતા ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે (આઇએએસ, નિવૃત્ત)એ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરર તરીકે એચડીએફસી લાઇફ ઇન્ટરનેશનલની હાજરી અને એચડીએફસીનાં ઓફશોર હબ તરીકે એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડની હાજરી વૈશ્વિક અને સ્થાનિક નાણાકીય ઉદ્યોગ સાહસિકોની માંગ પૂરી કરે તેવું વિશ્વકક્ષાનું બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચવાની અમારી પ્રતિબધ્ધતાનું મજબૂત પ્રમાણ છે. અમે આ જોડાણને ખૂબ માન આપીએ છીએ અને આ સાહસને વીમા ક્ષેત્રમાં ભાવિ સફળતા માટે માપદંડ બનાવવાની દિશામાં એચડીએફસી બેન્ક ગ્રૂપ સાથે ભાગીદારી કરતાં આનંદ અનુભવીએ છીએ.”
IFSCA ના ચેરપરસન કે રાજારામને જણાવ્યું હતું કે, “ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ એક્ટિવિટી માટે IFSCA ની પ્રતિષ્ઠા વધી રહી છે અને તે વૈવિધ્યસભર નાણા સંસ્થાઓને આકર્ષી રહી છે. IFSCAનું નિયમનકારી માળખું પારદર્શિતા, સ્થિરતા અને નવીનીકરણ લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે અને વૈશ્વિક નાણાકીય સમુદાય માટે તે ભરપૂર સંભાવનાઓ અને તકો ધરાવે છે.”
એચડીએફસી લાઇફના એમડી અને સીઇઓ વિભા પડાલકરે જણાવ્યું હતું કે, એચડીએફસી લાઇફ વિદેશી ભારતીય
સમુદાયે ભારતનાં વિકાસની દિશામાં કરેલાં પ્રદાનને અભિવ્યક્ત કરે છે. અમને ગર્વ છે કે એચડીએફસી ઇન્ટરનેશનલ લાઇફ અને Re ગિફ્ટ સિટી- IFSC, ખાતેથી તેની પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનું વિસ્તરણ કરી રહી છે. આ પ્રોડક્ટ્સ
એનઆરઆઇ માટે યોગ્ય રહેશે અને તે ઊચ્ચ ગુણવત્તાસભર લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુસન્સ પૂરાં પાડશે. અમે અમારા ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સને ગિફ્ટ સિટી ખાતે આવવા અને આ ઓફર અંગે અમારી સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપીએ છીએ.”3
એચડીએફસી એએમસીના એમડી અને સીઇઓ નવનીત મુનોટે જણાવ્યું હતું કે, એચડીએફસી એએમસી માટે ઓફશોર હબ તરીકે એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ લિમિટેડ(IFSC) ની સ્થાપના સમયની કસોટીમાંથી ખરી ઉતરેલી અને ઉદ્યોગમાં અગ્રણી રોકાણ ક્ષમતાઓનો લાભ લેવા વૈશ્વિક રોકાણકારોને વ્યાપક મંચ પૂરો પાડવાની દિશામાં અમારી પ્રતિબધ્ધતાને વધુ મજબૂત કરે છે. તે અમને વૈશ્વિક રોકાણનાં વિકલ્પો શોધતાં રોકાણકારો માટે વિકલ્પો પૂરાં પાડીને અમને અમારી ઓફરનો વ્યાપ વધારવામાં પણ મદદ કરશે. એચડીએફસી એએમસી ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારો અને ભારતીય બજારોને વૈશ્વિક બજારો સાથે જોડવામાં સેતુરૂપ ભૂમિકા ભજવશે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.