હરિયાણાના ફરીદાબાદમાં 3 માર્ચે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે
3 માર્ચે હરિયાણાના ફરીદાબાદમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. આ રેસમાં ઓલિમ્પિયન મેરી કોમ અને મનુ ભાકર સહિત સેંકડો ખેલાડીઓ ભાગ લેશે અને લોકોને પ્રોત્સાહિત કરશે.
3 માર્ચે હરિયાણાના ફરીદાબાદમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. આ રેસમાં ઓલિમ્પિયન મેરી કોમ અને મનુ ભાકર સહિત સેંકડો ખેલાડીઓ ભાગ લેશે અને લોકોને પ્રોત્સાહિત કરશે.
ફરીદાબાદના ડેપ્યુટી કમિશનર વિક્રમ સિંહે જણાવ્યું કે 3 માર્ચે સવારે 5.30 વાગ્યાથી સૂરજકુંડમાં મેરેથોનનું આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ 21 કિલોમીટરની દોડમાં પ્રથમ સ્થાને વિજેતાને 1 લાખ રૂપિયા, બીજા સ્થાને વિજેતાને 75 હજાર રૂપિયા અને ત્રીજા સ્થાને વિજેતાને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેમણે કહ્યું કે રેસમાં ભાગ લેવા માટે લોકો આવતીકાલ સુધી www.faridabadhalfmarathon.com પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
તાજેતરમાં એસવીઆઈટી વાસદ ખાતે સ્પેશિયલ બાળકો માટે યુનિફાઇડ ટેબલ ટેનિસ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિફાઇડ સ્પોર્ટ્સમાં સ્પેશીયલ એથ્લીટસ ની સાથે પાર્ટનર તરીકે નોર્મલ એથ્લીટસ હોય છે અને આ બંને ખેલાડીઓની ટીમ આવી જ એક ટીમ સાથે સ્પર્ધા કરે છે.
ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સદીની હેટ્રિક લગાવી છે. આ ખેલાડી ટૂર્નામેન્ટમાં પોતાની ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. પરંતુ આ વખતે IPL 2025ની મેગા ઓક્શનમાં આ સ્ટાર પર કોઈએ દાવ લગાવ્યો ન હતો.
વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં વૈશાલીનો સામનો ચીનની ઝુ જિન્અર સામે થશે. વૈશાલીએ જ્યોર્જિયાના ગ્રાન્ડમાસ્ટર નાના જગ્નીડઝે અને રશિયાની વેલેન્ટિના ગુનિનાને હરાવ્યા હતા.