વડોદરાના ઇતિહાસને વર્ણવતું સંસ્કારો કા સમન્વય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના હાર્દ સમા કમાટીબાગમાં આવેલા બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી ખાતે સાંસ્કૃતિક સમન્વય લાઈટ એન્ડ સાઉન્ડ શો ને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા વડોદરાને વધુ એક આકર્ષણની ભેટ મળી છે.
વડોદરા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના હાર્દ સમા કમાટીબાગમાં આવેલા બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી ખાતે સાંસ્કૃતિક સમન્વય લાઈટ એન્ડ સાઉન્ડ શો ને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા વડોદરાને વધુ એક આકર્ષણની ભેટ મળી છે.
આ શો દ્વારા વડોદરા શહેરનો ભવ્ય ઇતિહાસ અને રાજવંશની વાતો લોકો સુધી પહોંચે તે લક્ષ્ય સાથે ઐતિહાસિક ઘટનાઓને નાટ્યાત્મક ઢબે ૨૨ મિનિટની ઓડિયો અને વિડિયો થકી લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.
વડોદરા તથા ગુજરાતના લોકો શહેરના ઇતિહાસને જાણે તેવા ઉદ્દેશ્યથી બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, નિયામકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા 'સાંસ્કૃતિક સમન્વય' નામક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વડોદરાના પ્રવાસે આવેલા મંત્રીશ્રી હર્ષ સંઘવીએ લોકો માટે ખુલ્લો મૂક્યો છે.
આ લાઇટ એન્ડ સાઉન્ડ શો માં વડોદરા શહેરના ઇતિહાસને ઑડિયો-વિડીયો દ્વારા પ્રકાશ અને છાયાના અપ્રતિમ સમન્વયને પોતાના કૌશલ અને કલા દ્રષ્ટિથી પ્રદર્શિત કરવામાં આવ્યું છે તથા શહેરના લાક્ષણિક અને પ્રાસંગિક ક્ષણોને પ્રોજેક્શન દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
આ 'સાંસ્કૃતિક સમન્વય' શો દ્વારા વડોદરા શહેરના ઇતિહાસ અને રાજવંશોને વધુને વધુ જનમાનસ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઑડીયો - વિડીયો શો દ્વારા વડોદરા શહેરે અનુભવેલી, જોયેલી વિરલ ઘટનાઓને કલાત્મક અને ભાવનાત્મક શૈલીમાં નાટ્ય સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન છે. આ શો માં આવા કેટલાક બનાવો અને ઐતિહાસિક ઘટનાઓ કે વળાંકો કલાત્મક દ્રશ્યમાં દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ શો મુખ્યત્વે ક્ષેત્રીય ઇતિહાસ તેમજ કલાનગરી વડોદરાના વિકાસને આશરે ૨૨ મીનીટમાં નિહાળવાની આલ્હાદક તક પૂરી પાડે છે.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ, રાજમાતા શુભાંગીનીદેવી રાજે, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશ પટેલ, શ્રી કેયુર રોકડીયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રીમતી મનીષાબેન વકીલ, મનપા કમિશનરશ્રી દિલીપ રાણા, કલેક્ટર શ્રી અતુલ ગોર, શહેર પોલીસ કમિશનરશ્રી અનુપસિંહ ગેહલોત, ડીડીઓ સુશ્રી મમતા હીરપરા, અગ્રણી ડો. વિજયભાઈ શાહ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ, પુરાતત્વ વિભાગના અધિકારીઓ, બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરીનો સ્ટાફ તેમજ પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદઃ શહેરમાં દારૂના નશામાં ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ચાલુ છે, જેના કારણે અમદાવાદ પોલીસને ગાંધીનગરની સૂચનાને પગલે કડક પગલાં લેવા માટે સંકેત આપવામાં આવ્યો છે. એક રાત લાંબી કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું,
ગુજરાતભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે માંગમાં વધારો થતાં ફૂલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ધોળકા, ખેડા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાંથી પણ ફૂલો મંગાવવામાં આવે છે
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો થતાં સમગ્ર ગુજરાતમાં શિયાળો મક્કમપણે બેસી ગયો છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.