હર્ષ સંઘવીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪નો આરંભ કરાવ્યો
આજે રાજ્યવ્યાપી સ્પર્ધામાં ૧૩,૭૪૮ ગામડાઓ, નગરપાલિકાના ૧,૧૧૩ વોર્ડ અને મહાનગરપાલિકાના ૧૭૦ વોર્ડના કુલ ૮,૫૩,૩૮૫ સ્પર્ધકો જોડાયા.
અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા શ્રી હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટાપાયે સૂર્યનમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ અને નવી શિક્ષણ નીતિ અનુસાર અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓને તેમણે ભાગ્યશાળી ગણાવ્યા હતા.
શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આજના દિવસે ગુજરાતના ૧૩,૭૪૮ ગામડાઓ, નગરપાલિકાના ૧,૧૧૩ વોર્ડ અને મહાનગરપાલિકાના ૧૭૦ વોર્ડના કુલ ૮,૫૩,૩૮૫ સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્યકક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને ૨૦૨૪ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્યમંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. એમ તેમણે ઉમેર્યું હતું. સ્પર્ધા દરમિયાન ૧૫ લાખથી વધુ લોકોની સામેલગીરીને ઐતિહાસિક ગણાવી મંત્રીશ્રીએ જણાવ્યું કે, યોગની આપણી સંસ્કૃતિને દુનિયાના અનેક દેશોએ સ્વીકારી છે. ત્યારે બાળપણથી જ વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાળવણી પ્રત્યે જાગૃતતા વધે તથા તમામ નાગરિકોની તંદુરસ્તી માટે જરૂરી એવા યોગઅભ્યાસના પ્રચાર-પ્રસાર અર્થે સરકાર સતત પ્રયત્નશીલ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આજના અવસરે યોગબોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીએ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દૈનિક ધોરણે યોગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ૧૫ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે. જે આનંદની વાત છે. આ સ્પર્ધા તેમના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે. યોગ અભ્યાસથી સ્વસ્થ રહેનાર વ્યક્તિ રાષ્ટ્રના વિકાસમાં પણ ઉત્તમ યોગદાન આપી શકે છે. એમ તેમણે જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, સંસ્કારધામના કેમ્પસ ડિરેકટર શ્રી મનીષભાઈ ઝાલા, યોગબોર્ડના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,