વડોદરા જિલ્લામાં ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરના આરોગ્યની ચકાસણી કરાઈ
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશભાઈ પાંડે દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા જિલ્લાના ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરની આરોગ્ય ચકાસણીનું સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા : વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશભાઈ પાંડે દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા જિલ્લાના ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરની આરોગ્ય ચકાસણીનું સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા માટે સતત સઘન પ્રયાસો કરતા શિક્ષકો શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરતા હોય ત્યારે તેઓના સ્વાસ્થ્યની અને તંદુરસ્તી સાચવણી જાળવણી અને માવજત પણ ખૂબ જરૂરી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ દ્વારા એક નવતર પ્રયોગ કર્યો છે જેના ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થયા છે. હોસ્પિટલના સહયોગથી મેડિકલ રિપોર્ટ,મેડિકલ ચેકઅપ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જિલ્લાના શિક્ષકો હેડ ટીચર, સી.આર.સી, બી.આર.સી કો-ઓર્ડીનેટર નું હેલ્થ ચકાસણી કરવાનું આયોજન છે.
શિક્ષકો સાથે બાળકોની ચિંતા કરી છે હાલ યોજાતા ખેલ મહાકુંભ અને રમતોત્સવ તેમજ વર્ષ દરમિયાન બાળકોને સામાન્ય ઇજાઓ થાય તે માટે પ્રાથમિક સુવિધાની ફર્સ્ટ એડ બોક્સ કીટ ધીરજ હોસ્પિટલના સહયોગથી હાલ ૨૦૦ શાળાઓને પ્રથમ તબક્કામાં આપવામાં આવી છે.
આગામી દિવસોમાં બીજા તબક્કામાં વધુ શાળા ઉમેરાશે, કીટમાં મુકેલી દવાઓ અને તેના ઉપયોગ અંગેની એક માર્ગદર્શિકા સાથે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવી છે.
સુમનદીપ વિદ્યાપીઠના રજીસ્ટાર, ડીન અને શિક્ષણ વિભાગના હેમંત માછી, અશોકભાઈ પ્રજાપતિ, ગોપાલસિંહ, ડભોઇ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી મુકેશભાઈ શર્માએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજન અને ધીરજ હોસ્પિટલ સાથે સંકલન કરતા તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.