લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં આરોગ્ય પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો
રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા ચોક્કસ હોવા જોઈએ બેટી બચાવો માટે આંદોલનનું માર્ગ અપનાવો પડે એ બાબત દેશ માટે ખરેખર શરમજનક ગણી શકાય તેવી છે દેશ માટે જાગૃત બનીશું તો જ ભારત દેશ મહાન બનશે : ગીરીબાપુ
સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગીરીબાપુએ લુણાવાડા ખાતે ચાલી રહેલી શિવ કથાના આઠમા દિવસે ભંડારમાં ઉપસ્થિત રહેલી ભવ્ય માનવ વેદની શ્રોતાગણ ભક્તોને પોતાની કથા વાણીમાં જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા ચોક્કસ હોવા જોઈએ બેટી બચાવો માટે આંદોલનનું માર્ગ અપનાવો પડે એ બાબત દેશ માટે ખરેખર શરમજનક ગણી શકાય તેવી છે દેશ માટે જાગૃત બનીશું તો જ ભારત દેશ મહાન બનશે એવું તેમણે પોતાની મૃતવાણીમાં જણાવ્યું હતું સાથે સાથે પ્રજાને પણ જાગૃત થવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે તેમને જણાવ્યું હતું કે આધ્યાત્મિકતા નો અર્થ એ છે કે સારા નર્સાની સમજ, વ્યવહાર, આચરણ અને રેનીકરણી સારી હોવી જોઈએ નહીં કે સફેદ અને ભગવા વસ્ત્રો ધારણ કરીને બહાર નીકળી જવું.
પંચમહાલનો મોરલો કહેવાતા ભરતનાટ્યમના કલાકાર ઇન્ટરનેશનલ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ભરતભાઈ બારીયા, અને અક્ષય પટેલે પોતાનું પરફોર્મન્સ પંડાલમાં ઉપસ્થિત શિવ ભક્તોને અને શ્રોતાઓને શિવજીની પ્રસાદી સ્વરૂપે ખૂબ જ આહલાદક રીતે શિવમય બનીને પીરસ્યું હતું.
લુણાવાડા ખાતે છેલ્લા આઠ દિવસથી ચાલતી શિવકથાના મુખ્ય યજમાન રાકેશભાઈ પંડ્યા, દિપક કેસરી, ગોપાલભાઈ મહેતા, ચંદુભાઈ પટેલ, બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર તેમજ મહીસાગર જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યા, દર્શનાબેન પંડ્યા, મહીસાગર ડીડીઓ સી.કે.પટેલ, અશોકભાઈ સોની તેમજ નવા વરાયેલા મહીસાગર જિલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનો ભરપૂર લાવો મળ્યો હતો તથાના અંતે ઉપસ્થિત જનમેદની અને શિવભક્તોએ પ્રસાદીનો લ્હાવો મેળવીને પોતાની જાતને ધન્ય માની હતી.
13મી નવેમ્બરે યોજાયેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થવાના છે. આ બેઠક માટે કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે,
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,