જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે કેવડીયા પરેડ ગ્રાઉન્ડ માં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીનું હાર્ટએટેક થી મોત
૭ માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર નર્મદા જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી જેમાં કેવડીયા ખાતેના પરેડ ગ્રાઉન્ડ માં આ પર્વની ઉજવણી માટે હાજર તંત્ર નાં કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગના એક કર્મચારી પણ ફરજ પર હતા તેમને પરેડ ગ્રાઉન્ડ પર એટેક આવતા મોત થયું છે.
રાજપીપળા : ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર નર્મદા જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી જેમાં કેવડીયા ખાતેના પરેડ ગ્રાઉન્ડ માં આ પર્વની ઉજવણી માટે હાજર તંત્ર નાં કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગના એક કર્મચારી પણ ફરજ પર હતા તેમને પરેડ ગ્રાઉન્ડ પર એટેક આવતા મોત થયું છે
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ એક્તનગર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમ શાંતિપૂર્ણ પતિ ગયા બાદ ત્યાં હાજર આરોગ્ય કર્મચારી નું એટેક આવતા મોત નિપજ્યું હતું ત્યારે આ બાબતે ગરૂડેશ્વર સામુહીક આરોગ્યકેંદ્ર નાં ડો.મિશ્રા એ પોલીસમાં જાણ કર્યા મુજબ ગરુડેશ્વર બ્લોક હેલ્થ ઓફિસમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા ગીરીશભાઇ હીરાભાઇ બારીયા ઉવ.૩૯ રહે કેવડીયા કોલોની તા.ગરૂડેશ્વર જી.નર્મદા,મુળ રહે.વધેલી તા. તીલકવાડા જી.નર્મદા નાઓ પરેડ ગ્રાઉન્ડ મા હાર્ટ અટેક આવતા તેમને તાત્કાલિક દવાખાને લઇ જવામાં આવ્યા હતા પરંતુ હાજર ડોકટર તેમને મૃત જાહેર કર્યા હતા.
જાણવા મળ્યા મુજબ મૃતક ગીરીશભાઇ બારીયા પરિવારનો એક નો એક દીકરો હતો ત્યારે આમ અચાનક સ્વાતંત્ર્ય પર્વમાં પોતાની ફરજ દરમિયાન તેનું મોત થતાં પરીવાર પર આફત આવી પડી હતી અને તેના મોત નાં સમાચાર સાંભળી પરિવાર માં માતમ છવાયું હતું.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.