અમદાવાદની શાળાઓમાં હાર્ટ એટેક નિવારણ મશીન મુકાયા
હૃદયરોગનો હુમલો આવે તો હોસ્પિટલ પહોંચે તે પહેલા સારવાર મળે તે માટે અમદાવાદની ઉદગમ સ્કૂલે મશીન ખરીદીને સ્કૂલમાં રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ શાળાના શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં ખાસ કરીને કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. શાળાના વિદ્યાર્થીઓ પણ તેનો ભોગ બને છે. હૃદયરોગનો હુમલો આવે તો હોસ્પિટલ પહોંચે તે પહેલા સારવાર મળે તે માટે અમદાવાદની ઉદગમ સ્કૂલે મશીન ખરીદીને સ્કૂલમાં રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ શાળાના શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી છે. કોરોના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. શાળાએ જતા બાળકો માટે હાર્ટ એટેક ખૂબ જ ખતરનાક છે.
થોડા મહિનાઓ પહેલા, ગુજરાત સરકારે રાજ્યના બે લાખ શિક્ષકોને CPR તાલીમ પણ આપી છે, જે હૃદયરોગના હુમલાના કિસ્સામાં દર્દીને બચાવવામાં મદદ કરે છે. ઉદગમ સ્કૂલના ED, મનન ચોકસીએ મીડિયાને જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં અમારી ચાર સ્કૂલોમાં AED મશીનો ખરીદ્યા છે. AED એટલે ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર.
આ મશીન દ્વારા અમેરિકામાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, જે લોકોને હાર્ટ એટેક આવે છે જો તેઓ AED મશીન દ્વારા સમયસર સારવાર મેળવે છે, તો તેમના બચવાની શક્યતા 40% વધી જાય છે.
AED મશીનનો ઉપયોગ કરીને હૃદયને ફરીથી શરૂ કરી શકાય છે. આ મશીનો અમેરિકા સહિતના વિકસિત દેશોની શાળાઓમાં જોવા મળે છે. કોરોના પછી ભારતમાં હાર્ટ એટેકના કેસમાં 12%નો વધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ એટેકના કારણે 1100 લોકોના મોત થયા છે અને સરકાર પણ સતર્ક બની છે. ગુજરાત સહિત દેશમાં હાર્ટ એટેકના કારણે 50-80% મૃત્યુ 11 થી 25 વર્ષની વય વચ્ચે થાય છે. ઉદગમ શાળાના 600 શિક્ષકોને AED ચલાવવા માટે તાલીમ આપવામાં આવી છે. શાળાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને હૃદયરોગથી બચાવવાનો છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.