મુખ્યમંત્રીની ઉપસ્તિથીમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન
નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરેની કામગીરી માટે જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રક્રિયામાં ઝડપ અને યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ.૨૪૭.૩૫ કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી. રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૮.૯ કિલો મીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રિસરફેસિંગ, વિસ્તૃતીકરણ વગેરે માટે કુલ રૂ.૨૯૯૯.૮ કરોડના કામો પ્રગતિમાં છે તેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
જેમાં ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભૂજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર, કીમ-માંડવી રસ્તાનું આધુનીકરણ, સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે અગત્યના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી.
આ માર્ગના નિર્માણના પરિણામે સમગ્ર સાણંદ ઔધોગિક વિસ્તારને લાભ થશે તેમજ જી.આઈ.ડી.સી. ખાતેના નવા રોકાણકારો-ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે. આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષિ શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
અલ્હાબાદ બેન્કના ચેક બાઉન્સ કેસમાં બી આર ટ્રેડિંગના માલિક ભૂપેન્દ્ર પટેલને 12 મહિનાની સજા. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ થયેલી આ કાર્યવાહીમાં એડવોકેટ શ્રી નાનુભાઈ બ્રહ્મક્ષત્રિયની મહત્વની ભૂમિકા. અમદાવાદ કોર્ટના આ ચુકાદા વિશે સંપૂર્ણ વિગતો જાણો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ટ્રાફિક સિગ્નલ પર વાહનો તેમજ રાહદારીઓને ટક્કર મારતા ત્રણ લોકોના મોત થયા હતા.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવી.