હિમાદ્રી સ્પેશિયાલિટીનો બીજો ક્વાર્ટરમાં પીએટી ત્રણ ગણો વધીને રૂ. 100 કરોડ
હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ (એચએસસીએલ)નો નાણાકીય વર્ષ 2023-24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ ત્રણ ગણો ઉછળીને રૂ. 100.62 કરોડ થયો છે, જે ગત વર્ષે સમાન સમયગાળામા રૂ. 35.88 કરોડ હતો.
હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ (એચએસસીએલ)નો નાણાકીય વર્ષ 2023-24ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ ત્રણ ગણો ઉછળીને રૂ. 100.62 કરોડ થયો છે, જે ગત વર્ષે સમાન સમયગાળામા રૂ. 35.88 કરોડ હતો. જોકે, કુલ આવકો ઘટીને રૂ. 1,014.34 કરોડ થઇ છે, જે ગત વર્ષે સમાન ક્વાર્ટરમાં રૂ. 1,067.10 કરોડ હતી. એચએસસીએલે તેનો ખર્ચ પણ ગત વર્ષના રૂ. 994.81 કરોડથી ઘટાડીને રૂ. 875.24 કરોડ કર્યો છે.
કંપનીના સીએમડી અને સીઇઓ અનુરાગ ચૌધરીએ કહ્યું હતું કે, હિમાદ્રીએ નાણાકીય વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં રૂ. 100 કરોડ પીએટીના સીમાચિહ્નને પાર કર્યું છે. અમારા વૈશ્વિક વિસ્તરણ સાથે અમે મજબૂત એનવાયર્નમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી) માળખાની રચના કરી છે. અમે વર્ષ 2050 સુધીમાં નેટ-ઝિરો હાંસલ કરવાનું મહાત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, જેનું વચગાળાનું લક્ષ્ય વર્ષ 2025થી 2030 છે. અમારા પ્રદર્શનને જોતાં અમે અમારા વાર્ષિક લક્ષ્યાંકોથી આગળ છીએ.
કોલકત્તા સ્થિત એચએસસીએલ ગ્રીન એનર્જી, લી-આન બેટરી, કાર્બન બ્લેક, વિશેષ પ્રકારના ઓઇલ તથા ઔદ્યોગિક વપરાશની વિવિધ સામગ્રીઓના ઉત્પાદન અને સપ્લાયમાં કાર્યરત છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.
બજેટ 2025 માં, વીમા ક્ષેત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે કામ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે.