હિન્દુસ્તાન પેન્સિલ્સએ કૌભાંડીઓ સામે લીધા પગલાં: ખોટી જોબ ઑફરો પર જન-જાગૃતિની કરી અપીલ
સુપ્રસિદ્ધ સ્ટેશનરી ઉત્પાદકે દેશવ્યાપી સંચાર પહેલ શરૂ કરી છે. ઝુંબેશનો ઉદ્દેશ્ય છેતરપિંડીયુક્ત પેન્સિલ પેકેજિંગ જોબ કૌભાંડોના જોખમ સામે કડક પગલાં લઈને જાગૃતિ વધારવાનો છે.
૧૯૫૮માં સ્થપાયેલી લેખન સામગ્રી અને સ્ટેશનરી વસ્તુઓના પ્રખ્યાત ભારતીય ઉત્પાદક, હિંદુસ્તાન પેન્સિલ્સ પ્રાઇવેટ લિમિટેડ (એચપીપીએલ), ખોટી નોકરીના કૌભાંડોથી નિર્દોષ લોકોને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. તાજેતરના સમયમાં, કંપનીએ નોંધ્યું છે કે તેની આઇકોનિક બ્રાન્ડ નટરાજ અને અપ્સરાના નામે ખોટી રીતે છેતરપિંડીયુક્ત જોબ ઑફરોના કિસ્સા સામે આવી રહ્યા છે.
આ ધોકાધડીઓ એચપીપીએલ ના કાયદેસર પ્રતિનિધિઓ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. તેઓ ગૂગલ, લિંકેડીન, વહાર્ટસઅપ અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ્સ સહિત વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા ઘર બેસી પેન્સિલ પેકેજિંગ નોકરીની તકો માટે નિર્દોષ વ્યક્તિઓને છેતરવા માટે એચપીપીએલ ના નોંધાયેલ ઓફિસ સરનામા તેમજ તેમના કર્મચારીઓના ચિત્રોનો દુરુપયોગ કરે છે. આ ગેરમાર્ગે દોરનારી ઑફરો એવા કમનસીબ કિસ્સાઓ તરફ દોરી જાય છે જ્યાં નિર્દોષ નોકરી વાંછિતો કૌભાંડનો ભોગ બનીને, પૈસા અને વિશ્વાસ ગુમાવે છે.
એડવાન્સ ટેક્નોલોજી દ્વારા વર્ષ ૧૯૫૮થી પેન્સિલ અને અન્ય સ્ટેશનરી વસ્તુઓના ઉત્પાદનમાં અગ્રેસર હોવાને કારણે, એચપીપીએલ એ ક્યારેય હોમ પેન્સિલ પેકિંગ જોબના કામની આવી કોઈ રોજગાર ઓફરને અધિકૃતતા આપી નથી. એચપીપીએલ તમામ નોકરી ઇચ્છુકો અને સામાન્ય લોકોને જણાવવા માંગે છે કે એચપીપીએલ માં ભરતી એક સુસ્થાપિત પસંદગી પ્રક્રિયા દ્વારા જ કરવામાં આવે છે. તે સ્પષ્ટ કરવામાં આવે છે કે એચપીપીએલ દ્વારા કોઈપણ વેબસાઇટ અથવા એજન્સીઓને તેની સાઇટ પર નોકરીની ખાલી જગ્યા બતાવવા અથવા એચપીપીએલ વતી ભરતી માટેની કોઈપણ અરજી સ્વીકારવા માટે અધિકૃત કરવામાં આવી નથી. તેઓ કોઈપણ સંજોગોમાં નોકરી ઇચ્છુકો પાસેથી કોઈપણ પ્રકારના નાણાંની માંગણી પણ કરતાં નથી. તેથી, એવી કોઈપણ જોબ પોસ્ટિંગ કે જેમાં ઘરેથી કામ કરવા માટે પેન્સિલ પેકિંગ જોબના બદલામાં પૈસા માંગવામાં આવે છે તે બધી ખોટી, બોગસ અને નકલી છે.
વધુમાં, તમામ નટરાજ અને અપ્સરા પેન્સિલો ભારતભરના મજબૂત ઉત્પાદન એકમોમાં અત્યાધુનિક સ્વચાલિત મશીનરી વડે ઉત્પાદિત અને પેકિંગ કરવામાં આવે છે.કંપની પારદર્શિતા જાળવવા અને તેના ઉપભોક્તા અને સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
1. કાયદેસરની કાર્યવાહી: હિન્દુસ્તાન પેન્સિલ્સે આ ધોકાધડીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને આ છૂતરપિંડીયુક્ત નોકરીની ઓફરનો પ્રચાર કરવા માટે જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા માટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર ) દાખલ કરી છે.
2. જાગરુકતા વિડીયો: કંપનીએ આ છેતરપિંડીયુક્ત નોકરી કૌભાંડો અંગે લોકોને શિક્ષિત કરવા માટે ૧૦ મુખ્ય ભારતીય ભાષાઓ હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ અને માગહીમાં ડબ કરેલ અને અપલોડ કરેલ વિડીયો સોશિયલ મીડિયા ચેનલો દ્વારા પ્રસારિત કર્યા છે. વિડિયો કૌભાંડોનો શિકાર ન બને તે માટે નોકરીની ઑફરને સત્તાવાર ચેનલો દ્વારા ચકાસવાના મહત્વ પર ભાર મૂકે છે.
તે માટેની લિંક: https://www.youtube.com/watch?v=0jUky0lONK0
https://we.tl/t-kks4c5uAxV
અત્યાર સુધી એચપીપીએલ ફેસબુક પર નકલી જાહેરાતો પર નજર રાખવા માટે સતર્ક રહી છે અને તેણે ઘરેથી પેન્સિલ પેકિંગના નકલી જોબ વર્ક ધરાવતા ૯૯૧ પેજને સફળતાપૂર્વક દૂર કર્યા છે. તેઓએ ઈન્ડિયામાર્ટ પોર્ટલ પર ઘરેથી નકલી પેન્સિલ પેકિંગ જોબ વર્ક દર્શાવતા ૧૧ પેજને સફળતાપૂર્વક ઉતારી લીધા છે.
3. સંચારની પહોંચ: જાહેર હિતોનું રક્ષણ કરવામાં સહાયતા માટે નકલી પેકેજિંગ જોબ કૌભાંડ છેતરપિંડીના જોખમને પ્રકાશિત કરવા કાયદા અમલીકરણ સત્તાધિકારીઓની સાથે મળીને, હિન્દુસ્તાન પેન્સિલ્સ ભારતભરના ગ્રાહકો સાથે ઈમેલ, ટેલિફોન કૉલ્સ, બોર્ડ લાઇન પર ૨૪ x ૭ સ્વચાલિત પ્રતિસાદ અને મેન્યુઅલી ઓપરેટેડ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ દ્વારા કન્ઝ્યુમર કેર નંબર પ્રતિસાદ દ્વારા જોડાઈ રહી છે.
એચપીપીએલ ક્લાસિફાઇડ કૉલમ હેઠળ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થતી વિવિધ જાહેરાતો પર પણ નજર રાખી રહ્યું છે અને આવી કોઈપણ નોકરીની ઑફરોને નકારી કાઢવા માટે પ્રકાશનો સાથે સીધો સંપર્ક કરી રહી છે અને જ્યાં આવી નકલી જોબ ઑફર જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી હતી તેવા અખબારમાં સાવચેતી સૂચનાઓ પણ પ્રકાશિત કરી છે.
સમય જતાં, કૌભાંડીઓએ પણ તેમની કામગીરીની પદ્ધતિઓ સ્વીકારી અને સુધારી છે. જાહેરાતો હવે કોઈ ચોક્કસ બ્રાન્ડના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના પ્રસારિત કરવામાં આવી રહી છે. નિયમિત ધોરણે, એચપીપીએલ ને સમગ્ર દેશમાં ફેલાયેલી વ્યક્તિઓ પાસેથી ફોન કોલ્સ દ્વારા ઘણી બધી પૂછપરછ, ચકાસણી વિનંતીઓ અને ફરિયાદો પ્રાપ્ત થાય છે. આ કોલ્સ વિવિધ સંપર્ક બિંદુઓ જેમ કે બોર્ડ નંબર્સ, કન્ઝ્યુમર કેર લાઇન્સ અને ટોલ-ફ્રી નંબરો મારફત આવે છે. એચપીપીએલના પ્રતિનિધિઓ આ કપટી સંસ્થાઓને કોઈપણ સંજોગોમાં કોઈપણ ભંડોળ ટ્રાન્સફર કરવાથી દૂર રહેવાના મહત્વ પર ભાર મૂકતા, દરેક કૉલરને ખંતપૂર્વક સાવચેત કરે છે. કૉલર્સને વધુમાં સલાહ આપવામાં આવે છે કે જો તેઓ કમનસીબે, કૌભાંડનો ભોગ બન્યા હોય અને પહેલેથી જ નાણાંકીય વ્યવહારો કરી ચૂક્યા હોય તો તેમના સ્થાનિક સાયબર ક્રાઈમ સત્તાધીશોને તાત્કાલિક ઘટનાની જાણ કરે.
હિન્દુસ્તાન પેન્સિલ્સના પ્રમુખ શ્રી પ્રદિપ ઉઘાડેએ જણાવ્યું હતું કે, "અમે અમારા ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સ્ટેશનરી ઉત્પાદનો પ્રદાન કરવાના અમારા વારસા પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ. નિર્દોષ નોકરી વાંછિતોનું શોષણ કરવા માટે કૌભાંડીઓ દ્વારા નટરાજ અને અપ્સરા બ્રાન્ડના નામનો દુરુપયોગ થવો એ નિરાશાજનક છે. અમે આ કપટપૂર્ણ પ્રવૃત્તિઓનો અંત લાવવા અને જનતા સારી રીતે માહિતગાર અને સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે કટિબદ્ધ છીએ.હિન્દુસ્તાન પેન્સિલ્સ ઓનલાઈન નોકરીની તકો શોધતી વખતે તમામ વ્યક્તિઓને સાવચેતી અને ખંત રાખવા વિનંતી કરે છે. કંપની નોકરી શોધનારાઓને સલાહ આપે છે કે તેઓ કૌભાંડનો ભોગ ન બને તે માટે સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ચેનલો દ્વારા સીધા જ ઑફર્સની ચકાસણી કરે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.