ઐતિહાસિક ટ્રેન જર્ની જાગૃત્તિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રા અમદાવાદ આવી
G20 દેશોમાંથી 70 સહિત 450 સહભાગીઓએ જાગૃતિ G20 સ્ટાર્ટઅપ 20 યાત્રામાં ભાગ લીધો,આ પહેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અમદાવાદ : G20 સમિટનો સંદેશ ફેલાવવા અને વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જનભાગીદારી અને ઈન્ક્લુઝીવ ગ્રોથના વિઝનને અનુરૂપ ઉદ્યોગસાહસિકોની આગેવાની હેઠળની ઐતિહાસિક ટ્રેન યાત્રા આજે અમદાવાદ પહોંચી છે. ભારતભરમાં 8000 કિલોમીટરની આ યાત્રા 28 ઓક્ટોબરે મુંબઈથી શરૂ થઈ હતી અને 10મી નવેમ્બરે મુંબઈમાં પૂરી થશે. G20 દેશોમાંથી 70 સહિત કુલ 450 સહભાગીઓ આંત્રપ્રિન્યોરશિપ ટ્રેનની મુસાફરીમાં ભાગ લીધો છે.
વૈશ્વિક સ્તરે આંત્ર્પ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવા જી20, સ્ટાર્ટઅપ 20 અને જાગૃતિ સેવા સંસ્થાએ સાથે મળી આ 14 દિવસીય રેલ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા દ્વારા, સહભાગીઓ આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સંપર્કમાં આવશે, તેમજ ઈન્ક્લુઝીવ પ્રક્રિયાઓ અને ગ્લોબલ નેટવર્કિંગ વિશે માહિતી પ્રાપ્ત કરશે. દિલ્હીથી જાહેર કરવામાં આવેલી ઘોષણામાંથી અન્ય વિષયો સાથે ઈન્ક્લુઝીવ એન્ટરપ્રાઈઝ અને મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પ્રવાસ લાઇફ (LIFE) દ્વારા સ્પેસ, ડિજિટલમાં ભારતની ક્ષમતાઓ અને ટકાઉ ગ્રોથ પર ફોકસ કરશે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.