ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં પૂજા અર્ચના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીશ્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી.
ગીર સોમનાથ : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીશ્રીએ સોમેશ્વર મહાપૂજા, ધ્વજાપૂજા અને પાઘપૂજા કરી હતી. તેમણે દેવાધિદેવના ચરણોમાં લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટેની પ્રાર્થના પણ કરી હતી.
સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્લોકોચ્ચાર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને તેમના ધર્મપત્ની સાથે સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરાવી હતી. ગૃહમંત્રીશ્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરવા સાથે ધ્વજા આરોહણ કરાવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને દર માસની માસિક શિવરાત્રિએ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, પ્રાંત અધિકારી શ્રી કે.વી.બાટી, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપ બારડ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.