માનનીય કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાષ્ટ્રગાન અને પ્રેરણાદાયી વીડિયો ‘જય હે’ જારી કર્યો
સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ ઈન્ડિયનઓઈલ કોર્પોરેશન લિ.(ઈન્ડિયનઓઈલ) દ્વારા સમર્થિત રમત- જગતના વિવિધ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા અલગ-અલગ રમતના ખેલાડીઓને રજૂ કરતાં ભારતના રાષ્ટ્રગાનનું રેન્ડિશન જારી કર્યું હતું.
સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ ઈન્ડિયનઓઈલ કોર્પોરેશન લિ.(ઈન્ડિયનઓઈલ) દ્વારા સમર્થિત રમત- જગતના વિવિધ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનારા અલગ-અલગ રમતના ખેલાડીઓને રજૂ કરતાં ભારતના રાષ્ટ્રગાનનું રેન્ડિશન જારી કર્યું હતું..
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દ્વારા એક પ્રેરણાદાયક મ્યુઝિકલ વીડિયો ‘જય હે’ પણ જારી કર્યો હતો, આ રચનાત્મક વીડિયો આપણાં દેશના એવા યુગમાં પ્રવેશને દર્શાવે છે કે જેમાં ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’ના સિદ્ધાંતને દરેક જણ દ્વારા દૈનિક જીવનમાં અપનાવવામાં આવ્યો છે અને તેના દ્વારા જ સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે. આ પ્રસંગે બોલતાં શ્રી હરદીપ સિંહ પુરીજીએ જણાવ્યું હતું કે, ભારતમાં રમત એ લાગણી સાથે સંબંધ ધરાવે છે અને રમત ક્ષેત્રે ભારતીય પ્રતિભાઓને પ્રોત્સાહન આપી તેમને આગળ વધારવા એ રાષ્ટ્રને વૈશ્વિક મંચ પર આગળ ધપાવવાના અમારા વિચાર સાથે સુસંગતતા ધરાવે છે.
રમતની દુનિયામાં હાર કે જીતનું નહીં પરંતુ ખેલદિલીની સાચી ભાવના જ દેશમાં ખુશીઓ લાવે છે. આ પવિત્ર દિવસે ઈન્ડિયનઓઈલ દ્વારા લોન્ચ કરાયેલી સ્પોર્ટ્સ એન્થમ રમત માટે દેશના જુસ્સામાં નવો જોમ ભરનારી છે. પેરા-એથ્લેટિક્સ સહિત વિવિધ પ્રકારની રમતોને ઈન્ડિયનઓઈલ દ્વારા અપાયેલું સહયોગ અને સમર્થન અત્યંત પ્રશંસનીય છે અને તે ‘રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમ’ના સિદ્ધાંતને અનુરૂપ છે.
રાષ્ટ્રગાનના રેન્ડિશન અને ઈન્ડિયનઓઈલ સ્પોર્ટ્સ થીમ સોંગના અનાવરણ વખતે ઈન્ડિયનઓઈલના ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્યએ આ પ્રયાસ પરત્વે સંસ્થાની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સશક્તિકરણ પર અને પેરા-એથ્લેટિક્સની તાલીમ પર ભાર મુક્યો છે, ત્યારે હું રાષ્ટ્રના રમત ક્ષેત્રે ઈન્ડિયનઓઈલે આપેલા યોગદાન વિશે જણાવીને આનંદની લાગણી અનુભવું છું.
ઈન્ડિયનઓઈલે શ્રેણીબદ્ધ અભિયાનો દ્વારા દેશના રમત ક્ષેત્રે સમાવેશકતા તથા વૈવિધ્યને પ્રોત્સાહન આપ્યું છે. આ અંતર્ગત સૌપ્રથમ કોર્પોરેટ વીમેન્સ હોકી ટીમની સ્થાપના એ સૌથી નોંધપાત્ર સિદ્ધિઓ પૈકીની એક છે જે મહિલાઓ માટેની રમતોને પ્રોત્સાહન આપવાની તેમની અવિરત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત ઈન્ડિયનઓઈલે તાજેતરમાં જ રોડ ટુ પેરાલિમ્પિક્સ ૨૦૨૪ના માધ્યથી પેરા-એથ્લેટિક્સને આપેલો સહયોગ અત્યંત પ્રશંસનીય છે. આ વિશેષ કાર્યક્રમો પેરા એથ્લેટ્સને એશિયન અને પેરાલિમ્પિક્સ રમતોમાં પૂરતું પીઠબળ મળી રહે અને આ રમતોમાં તેઓ દેશ માટે ગૌરવવંતો દેખાવ કરી દેશની પ્રતિષ્ઠામાં વધારો કરે તે આશયથી તૈયાર કરાયા છે. જય હે રમતવીરના જીવનના વિવિધ તબક્કાને રચનાત્મક રીતે પ્રતિબિંબિત કરે છેઃ
જય હેઃ પ્રતિબદ્ધતા
જય હેઃ પ્રેરણા
જય હેઃ વિજય નાદ
જય હેઃ રમતમાં વિજય
જય હેઃ ભારત માટે વિજય
પોતાની યુવાની દરમિયાન સર્વોત્તમ દેખાવ કરવા સતત પ્રયત્નશીલ રહેતા અને અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરતા દરેક ભારતીય રમતવીરને તેમાં દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. ચેસ ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનનંધા અને ભૂતપૂર્વ ઓલિમ્પિયન પુલેલા ગોપિચંદ સહિત અનેક રમતવીરો તેના જવલંત ઉદાહરણો છે.
ભારતીય સંગીતની સંવેદના સાથે કર્ણપ્રિય મ્યુઝિકને વણી લઈ અત્યંત ઉર્જાસભર સાઉન્ડસ્કેપ તૈયાર કરાયો છે. આ ટ્રેકમાં શારીરિક ઉર્જાના માધ્યમથી આંતરિક ઉર્જાને વ્યક્ત કરે છે. રમતવીરોની પોતાની રમત પ્રત્યેની પ્રતિબદ્દતા અને સમર્પણની ભાવનાને આ વીડિયો અત્યંત સુંદર રીતે રજૂ કરે છે.
આ ખેલાડીઓના સંવર્ધક તરીકેની ભૂમિકા ભજવીને તથા આ રમતવીરોને સફળતા માટે જરૂરી તમામ સહાય મળી રહે તે સુનિશ્ચિત કરીને ઈન્ડિયનઓઈલ અત્યંત ગર્વની લાગણી અનુભવે છે. તમામ રમતોને તથા ભૂતકાળના, હાલના અને ભવિષ્યના તમામ ચેમ્પિયન્સને પ્રોત્સાહન આપવું એ જ ઈન્ડિયનઓઈલનું મુખ્ય અભિયાન છે. રમત લોકોને એકબીજાની વધુ નિકટ લાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી આ યોગદાન રાષ્ટ્રનિર્માણમાં નોંધપાત્ર ફાળો આપે છે.
આ પહેલમાં તમામ ભારતીયોને પ્રેરણા આપવાની ક્ષમતા છે, અને જય હે દરેક ભારતીયને આપણાં મહાન રાષ્ટ્રની વૃદ્ધિમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરી આપણાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના રાષ્ટ્ર પ્રથમ, હંમેશા પ્રથમના સૂત્રને સાકાર કરશે.
જય હે
માનનીય કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ આ ટ્વીટ દ્વારા વીડિયો જારી કર્યો હતો.
HTTPS://TWITTER.COM/HARDEEPSPURI/STATUS/1691422255480557568?T=3AXKJZG2FJAN7PFWFMYOIA&s=08
ચારધામ યાત્રા 2 મેથી શરૂ થઈ રહી છે. આ સાથે, હેમકુંડ સાહિબની યાત્રા પણ શરૂ થશે. ભક્તો ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
ફકીર મોહમ્મદ ખાનની ગણતરી જમ્મુ અને કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. શ્રીનગરના ઉચ્ચ સુરક્ષા વિસ્તાર તુલસીબાગમાં તેમને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં તેમણે પોતાને ગોળી મારી લીધી.
છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સવારે 7 વાગ્યાથી બીજાપુર-દંતેવાડા બોર્ડર પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં 22 નક્સલીઓ માર્યા ગયા છે. આ સાથે આ એન્કાઉન્ટરમાં એક સૈનિક પણ શહીદ થયો છે.