હોન્ડાએ ભારતમાં બનાવેલ SUV Elevateને જાપાનમાં WR-V તરીકે લોન્ચ કર્યુ
ભારતમાં હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ (HCIL)એ તેની મેડ-ઇન-ઇન્ડિયા Hond Elevateને બ્રાન્ડ નામ WR-V હેઠળ જાપાનના બજારમાં લોન્ચ કરીને પોતાના ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરી છે.
નવી દિલ્હી: ભારતમાં પ્રિમીયમ કારની અગ્રણી ઉત્પાદક એવી હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ (HCIL)એ તેની મેડ-ઇન-ઇન્ડિયા Hond Elevateને બ્રાન્ડ નામ WR-V હેઠળ જાપાનના બજારમાં લોન્ચ કરીને પોતાના ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરી છે.
HCILના બિઝનેસમાં આવુ સૌપ્રથમ વખત બન્યુ છે કે આ મોડેલની ભારતમાંથી જાપાનમાં નિકાસ કરવામાં આવી રહે છે જે ભારતની ઓટોમોટીવ ઉદ્યોગમાં નોંધપાત્ર છલાંગને પ્રદર્શિત કરે છે એટલુ જ નહી પરંતુ દેશની વિકાસ પામી રહેલા ઉત્પાદન શૌર્ય અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર પણ ભાર મુકે છે. હોન્ડાનો Elevateને ભારતમાંથી જાપાનમાં નિકાસ કરવાનો નિર્ણય કંપનીના તેની ભારતીય પ્રવૃત્તિઓમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ વિશ્વભરના ગ્રાહકોને ડિલીવર કરવાનો આત્મવિશ્વાસ પણ છતો કરે છે.
આ પ્રસંગે બોલતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડના પ્રેસિડન્ટ અને સીઇઓ શ્રી તુકુયા સુમુરાએ જણાવ્યુ હતુ કે, “”મેડ-ઇન-ઇન્ડિયા’ Elevateને જાપાનમાં WR-V તરીકે લોન્ચ કરવું તે અમારા સૌ માટે ગર્વની ક્ષણ છે. તે અમારા ઉત્પાદન સંભાવના અને હોન્ડા કાર્સ ઇન્ડિયાની હોન્ડાની વૈશ્વિક બિઝનેસ વ્યૂહરચનાઓની વધી રહેલી અગત્યતાને પુનઃપ્રસ્થાપિત કરે છે. તદ્દન નવી Honda Elevateને ભારતીય બજારમાં ભારે પ્રશંસા પ્રાપ્ત થઇ છે અને તે બિઝનેસનો મહત્ત્વનો સ્તંભ પૂરવાર થયો છે. આ સફળતાની નકલ કરવામાં અમે સક્ષમ બનીશુ તેવો અમને આત્મવિશ્વાસ છે અને અમારા વૈશ્વિક ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા અને ક્રાફ્ટસમેનશિપ સાથે સંતોષ આપી શકીશું.”
Elevateએ સૌપ્રથમ બજાર તરીકે ભારતમાં પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલ મોડેલ તરીકે વિશ્વમાં સૌપ્રથમ વખત પદાર્પણ કર્યુ છે અને છેલ્લા 6 મહિનામાં 30,000થી વધુ યુનિટો વેચ્યા છે.
આ મોડેલનું Honda WR-V તરીકે જાપાનમાં ડિસે 23માં અનાવરણ કરવામાં આવ્યુ હતુ અને તેને તેની બોલ્ડ SUB ડિઝાઇન સાથે મજબૂત માર્ગ પરની હાજરી, શ્રેષ્ઠ સ્પેસ અને કંફોર્ટ, એડવાન્સ્ડ સેફ્ટી ઓફરીંગ અને રજૂ કરાયેલા સારા ફીચર્સને પસંદ કરતા ગ્રાહકો તરફથી રોમાંચક પ્રતિસાદ મળ્યો હતો.
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...