હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ લોન્ચ કરી H’ness CB350 લેગસી એડિશન
પવિત્ર તહેવારોની સિઝનની તૈયારી કરતાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ (એચએમએસઆઈ) આજે H’ness CB350 અને CB350RSના નવા
અવતાર લોન્ચ કર્યા છે જેને અનુક્રમે લેગસી એડિશન અને ન્યૂ હ્યુ એડિશન તરીકે નામ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી : પવિત્ર તહેવારોની સિઝનની તૈયારી કરતાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ (એચએમએસઆઈ) આજે H’ness CB350 અને CB350RSના નવા અવતાર લોન્ચ કર્યા છે જેને અનુક્રમે લેગસી એડિશન અને ન્યૂ હ્યુ એડિશન તરીકે નામ આપવામાં આવ્યું છે. આ H’ness CB350 અને CB350RSના આ ખાસ વર્ઝનની આકર્ષક કિંમત રૂ. 2,16,356 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. ગ્રાહકો હવે આ મોટરસાઇકલને તેમની નજીકની બિગવિંગ
ડીલરશિપ પર બુક કરાવી શકશે અને દેશભરમાં ટૂંક સમયમાં ડિલિવરી શરૂ થશે.
હોન્ડાની નવીનતમ પ્રીમિયમ બિગવિંગ મોટરસાયકલો રજૂ કરતાં, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, “પવિત્ર તહેવારોની મોસમ પૂર્વે અમને ભારતમાં નવી H’ness CB350 લેગસી એડિશન અને CB350RS ન્યૂ હ્યુ એડિશન લોન્ચ કરતાં આનંદ થાય છે. માર્કેટમાં લોન્ચ થઈ ત્યારથી, હોન્ડાની મિડલ-વેઇટ 350સીસી રેટ્રો મોટરસાઇકલોએ ભારતીય ગ્રાહકોને તેમના આધુનિક ક્લાસિક ચાર્મ અને ઉત્સાહી પ્રદર્શનથી ખુશ કર્યા છે. અમને વિશ્વાસ છે કે આ સ્પેશિયલ ક્યુરેટેડ મોટરસાઇકલોનું લોન્ચિંગ ખરીદદારોમાં તેમના આકર્ષણને વધુ વધારશે.”
H’ness CB350 લેગસી એડિશન અને CB350RS ન્યૂ હ્યુ એડિશનના લોન્ચિંગ પર ટિપ્પણી કરતાં, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડિરેક્ટર, શ્રી યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “ઉત્સવોના પ્રારંભે અમે H’ness CB350 લેગસી એડિશન અને CB350RS ન્યૂ હ્યુ એડિશન લોન્ચની જાહેરાત કરતાં ખુશ છીએ. આ નવી મોટરસાઇકલ યુવા રાઇડર્સને ઉત્કૃષ્ટ પ્રદર્શન, શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અજોડ વિશ્વસનીયતાની 'સીબી'ની દુનિયામાં સાહસ કરવા ઉત્સુક બનાવશે. આ ખાસ H’ness CB350 અને CB350RS માટે બુકિંગ હવે સમગ્ર ભારતમાં બિગવિંગ ડીલરશીપ પર ખુલ્લું છે અને ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે.”
નવી H’ness CB350 લેગસી એડિશન, બેનમૂન ડિઝાઇન સાથે હોન્ડાના આઇકોનિક સ્ટાઇલિંગ એથોસનું મિશ્રણ છે. બીજી તરફ, CB350RS ન્યૂ હ્યુ એડિશન એ લેટેસ્ટ સ્ટાઇલ અને સુપિરિયર સ્ટાન્સ વચ્ચેના શ્રેષ્ઠ એકીકરણનું એક આદર્શ ઉદાહરણ છે. આ બંને રેટ્રો મોટરસાઇકલના સ્ટાઇલિંગ ગુણાંકને ઓલ-એલઇડી લાઇટિંગ સિસ્ટમ (રાઉન્ડ એલઇડી હેડલેમ્પ, એલઇડી વિંકર્સ અને એલઇડી ટેલ લેમ્પ) વધુ વધારે છે.
એચએમએસઆઈ નવી પર્લ સાયરન બ્લુ કલર સ્કીમમાં H’ness CB350 લેગસી એડિશન ઓફર કરી રહી છે. તે ફ્યુઅલ ટેંક પર નવા બોડી ગ્રાફિક્સ અને લેગસી એડિશન બેજ મેળવે છે જે 1970ના દાયકાના સુપ્રસિદ્ધ CB350થી પ્રેરિત છે. CB350RS ન્યૂ હ્યુ એડિશનમાં નવી સ્પોર્ટ્સ રેડ અને એથ્લેટિક બ્લુ મેટાલિક પેઇન્ટ સ્કીમ્સ આકર્ષક ટેંક ગ્રાફિક્સ અને બંને વ્હીલ્સ તથા ફેન્ડર્સ પર સ્ટ્રીપ્સ છે. તે બોડી કલર રીઅર ગ્રેબ હેન્ડલ્સ અને હેડલાઇટ કવર પણ ધરાવે છે.
H’ness CB350 અને CB350RSની નવી વિશેષ એડિશન્સ હોન્ડા સ્માર્ટફોન વોઈસ કંટ્રોલ સિસ્ટમ (એચએસવીસીએસ) સાથે જોડાયેલ એડવાન્સ્ડ ડિજિટલ-એનેલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ધરાવે છે. આ બંને રેટ્રો મોટરસાયકલ આસિસ્ટ સ્લિપર ક્લચથી પણ સજ્જ છે અને તેમાં હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ (એચએસટીસી) સિસ્ટમ પણ છે જે તમામ પ્રકારના રસ્તા પર રિઅર વ્હીલ ટ્રેક્શનને જાળવવામાં મદદ કરે છે.
H’ness CB350 અને CB350RSના કેન્દ્રમાં એક મોટું અને શક્તિશાળી 348.36સીસી, એર કૂલ્ડ, 4- સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર BSVI OBD2 અનુરૂપ પીજીએમ-એફઆઈ એન્જિન છે. આ મોટર 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડીને 5,500 આરપીએમ પર 15.5kW પાવર અને 3,000 આરપીએમ પર 30 Nm પીક ટોર્ક આપે છે.
નવી હોન્ડા H’ness CB350 લેગસી એડિશન રૂ. 2,16,356 અને CB350RS ન્યૂ હ્યુ એડિશન રૂ. 2,19,357ની આકર્ષક કિંમતે (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. આ બંને મોટરસાઇકલો દેશભરમાં કંપનીની પ્રીમિયમ બિગવિંગ ડીલરશિપ દ્વારા વેચવામાં આવશે. એચએમએસઆઈ આ પ્રોડક્ટ્સ પર ખાસ 10 વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષનું સ્ટાન્ડર્ડ + 7 વર્ષ ઓપ્શનલ) પણ ઓફર કરે છે.
1. H’ness CB350 લેગસી એડિશન રૂ. 2,16,356
2. CB350RS ન્યૂ હ્યુ એડિશન રૂ. 2,19,357
Kia Syros and Maruti Brezza: જો તમે પણ Kia Syros અને Maruti Brezza કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો તમને જણાવીએ કે Kia Syros માં એવા કયા ફીચર્સ છે, જે Maruti Brezza માં નથી.
ભારતમાં સૌથી સુરક્ષિત SUV કાર: ભારતમાં ઘણી SUV કાર ADAS સિસ્ટમ સાથે આવે છે, જે અદ્યતન સુરક્ષા સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફક્ત આપણું ડ્રાઇવિંગ વધુ સ્માર્ટ બનાવે છે એટલું જ નહીં પણ સલામતી પણ જાળવી રાખે છે.
Honda-Nissan Merger : જાપાનની બે ઓટોમોબાઈલ કંપનીઓ નિસાન મોટર અને હોન્ડા મોટર ચોક્કસપણે ટૂંક સમયમાં મર્જ થઈ શકે છે. મર્જરના સમાચાર મીડિયામાં આવ્યા બાદ હવે બંને કંપનીઓએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ ડીલ ઘણા રેકોર્ડ બનાવશે...