હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ 'એક્ટિવા લિમિટેડ એડિશન' લોન્ચ કર્યું
દેશની સૌથી મોટી સ્કૂટર ઉત્પાદક હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ આજે એક્ટિવા લિમિટેડ એડિશન રજૂ કર્યું છે. જે આકર્ષક ડિઝાઈન અને શ્રેષ્ઠ રાઈડિંગના અનુભવનું યુનિક પેકેજ સાથે આકર્ષક કિંમત રૂ. 80,734 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે અને તે મર્યાદિત સમયગાળા માટે દેશભરની તમામ હોન્ડા રેડ વિંગ ડીલરશીપ પર ઉપલબ્ધ રહેશે.
દેશની સૌથી મોટી સ્કૂટર ઉત્પાદક હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ આજે એક્ટિવા લિમિટેડ એડિશન રજૂ કર્યું છે. જે આકર્ષક ડિઝાઈન અને શ્રેષ્ઠ રાઈડિંગના અનુભવનું યુનિક પેકેજ સાથે આકર્ષક કિંમત રૂ. 80,734 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે અને તે મર્યાદિત સમયગાળા માટે દેશભરની તમામ હોન્ડા રેડ વિંગ ડીલરશીપ પર ઉપલબ્ધ રહેશે.
નવી હોન્ડા એક્ટિવા લિમિટેડ એડિશનના લોન્ચિંગ અંગે ટિપ્પણી કરતાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સીઈઓ, મેનેજિંગ ડિરેક્ટર અને પ્રેસિડન્ટ શ્રી. સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, “એક્ટિવાએ ભારતીય ટુ-વ્હીલર સેગમેન્ટમાં ક્રાંતિ લાવી છે અને છેલ્લા બે દાયકામાં લાખો ભારતીયોની પસંદ બની છે. તમામ વય જૂથોમાં લોકપ્રિયતા જાળવી રાખતાં અમને વિશ્વાસ છે કે આ નવી લિમિટેડ એડિશન એક્ટિવાનું લોન્ચિંગ અમારા ગ્રાહકોને, ખાસ કરીને નવી પેઢીના ખરીદદારોને વધુ ઉત્સાહિત કરશે.
હોન્ડાની નવી લિમિટેડ એડિશન રજૂ કરતાં કંપનીના સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિરેક્ટર શ્રી. યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “અમને આકર્ષક દેખાવ, સ્માર્ટ એડવાન્સ ફીચર્સ અને વિશ્વસનીય ભરોસાપાત્ર એન્જિન સાથે તહેવારોની સિઝનની શરૂઆતમાં એક્ટિવા લિમિટેડ એડિશન રજૂ કરવા બદલ ઉત્સુક છીએ. અમે ગ્રાહકોની વિકસતી આકાંક્ષાઓને પહોંચી વળવાનો પ્રયાસ કરતાં HMSIની પ્રોડક્ટ્સમાં વિસ્તરણ જારી રાખીશું અને અજોડ માલિકીનો અનુભવ પ્રદાન કરવા માટે ન્યૂ એજ ટેક્નોલોજી ઓફર કરતાં રહીશું.”
તેની આઇકોનિક ડિઝાઇનની ઓળખને આગળ વધારતા, એક્ટિવા લિમિટેડ એડિશન, બોડી પેનલ્સ પર સ્ટ્રાઇકિંગ સ્ટ્રાઇપ્સની સાથે HMSIએ પ્રોડક્ટ પર પ્રથમ વખત ડાર્ક કલર થીમ અને બ્લેકક્રોમ એલિમેન્ટ્સ સાથે ભારતના લોકપ્રિય સ્કૂટરની શૈલીને વધુ વિસ્તૃત કરી છે. એક્ટિવા 3D પ્રીમિયમ બ્લેક ક્રોમ ગાર્નિશ. જ્યારે પાછળની ગ્રેબ રેલને પણ બોડી કલર ડાર્ક ફિનિશ સાથે રજૂ કરવામાં આવી છે.
ન્યૂ એજના યુવા ખરીદદારોને ધ્યાનમાં રાખતાં તૈયાર કરવામાં આવેલા એક્ટિવા લિમિટેડ એડિશન બે આકર્ષક કલર શેડ્સ ધરાવે છે: મેટ સ્ટીલ બ્લેક મેટાલિક અને પર્લ સાયરન બ્લ્યૂ. એકંદરે અનુકૂળતામાં વધારો કરતાં DLX વેરિઅન્ટમાં એલોય વ્હીલ્સ છે. તેમજ ટોપ-સ્પેક વેરિઅન્ટની વિશેષતાં હોન્ડાની સ્માર્ટ કી છે. એક્ટિવા લિમિટેડ એડિશનમાં 109.51cc, સિંગલ-સિલિન્ડર, BSVI OBD2 સુસંગત PGM-FI એન્જિન છે જે 5.77 kW પાવર અને 8.90 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
હોન્ડા એક્ટિવા લિમિટેડ એડિશનની કિંમત રૂ. 80734(એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. HMSI આ સ્કૂટર પર ખાસ 10 વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષનું ધોરણ + 7 વર્ષ વૈકલ્પિક) પણ ઓફર કરી રહ્યું છે. વેરિઅન્ટ કિંમત(એક્સ-શોરૂમ, દિલ્હી)
એક્ટિવા DLX લિમિટેડ એડિશન રૂ. 80,734
એક્ટિવા સ્માર્ટ લિમિટેડ એડિશન રૂ. 82,734
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.