હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ Hornet 2.0 અને Dio 125ની 2023 રેસ્પોલ એડિશન લોન્ચ કરી
ભારતના પ્રથમ ગ્રાન્ડ પ્રિકસ માટેની તૈયારીઓ કરતા અને હોન્ડાના રેસિંગ ડીએનએને સ્ટ્રીટ રાઈડિંગના સંપૂર્ણ રોમાંચમાં રૂપાંતરિત કરવા માટે, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ આજે રોમાંચક Hornet 2.0 અને Dio 125ની 2023 રેપ્સોલ એડિશન લોન્ચ કરી છે. તેની આકર્ષક કિંમત અનુક્રમે રૂ. 1,40,000 અને રૂ. 92,300 છે, આ નવા લિમિટેડ એડિશન રેપ્સોલ મૉડલ્સ સમગ્ર દેશભરમાં તમામ હોન્ડા રેડ વિંગ ડીલરશિપ પર ઉપલબ્ધ થશે.
ભારતના પ્રથમ ગ્રાન્ડ પ્રિકસ માટેની તૈયારીઓ કરતા અને હોન્ડાના રેસિંગ ડીએનએને સ્ટ્રીટ રાઈડિંગના સંપૂર્ણ રોમાંચમાં
રૂપાંતરિત કરવા માટે, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ આજે રોમાંચક Hornet 2.0 અને Dio 125ની 2023 રેપ્સોલ એડિશન લોન્ચ કરી છે. તેની આકર્ષક કિંમત અનુક્રમે રૂ. 1,40,000 અને રૂ. 92,300 છે, આ નવા લિમિટેડ એડિશન રેપ્સોલ મૉડલ્સ સમગ્ર દેશભરમાં તમામ હોન્ડા રેડ વિંગ ડીલરશિપ પર ઉપલબ્ધ થશે.
HMSIની લેટેસ્ટ રજૂઆતનો પરિચય આપતા, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી ત્સુત્સુમુ ઓટાનીએ કહ્યું, “રેસિંગ હોન્ડાનું હૃદય છે. મોટરસાઇકલ રેસિંગની પરાકાષ્ઠા, MotoGP, ભારતમાં પ્રથમ વખત થઇ રહ્યું છે અને ઇતિહાસને બનતો જોવાના સાક્ષી બનવા માટે ભારતીય ચાહકોમાં ઘણો ઉત્સાહ છે. તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે, અમે Hornet 2.0 અને Dio 125 ની 2023 રેપ્સોલ એડિશન લૉન્ચ કરી છે. અમે આગામી BharatGPની મોટી સફળતાની અપેક્ષા રાખીયે છીએ. 2023 રેપ્સોલ લિમિટેડ એડિશન મોડલ્સના લોન્ચિંગ પર નિવેદન આપતા, હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર શ્રી યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “અમે Hornet 2.0 અને Dio 125ની નવી 2023 રેપ્સોલ એડિશન લોન્ચ કરતા ઉત્સાહિત છીએ. આ બંને મોડલ્સે ગ્રાહકોને પોત- પોતાના સેગમેન્ટમાં ખુશ કર્યા છે અને આ લિમિટેડ એડિશન વર્ઝનના લોન્ચિંગ સાથે, અમે ભારતમાં MotoGPના ચાહકો માટે ભારતીય રસ્તાઓ પર હોન્ડાના રેસિંગ ડીએનએને રૂપાંતરિત કરવામાં ખુશી અનુભવીયે છીએ. અમે પ્રથમ BharatGP માટે રેપ્સોલ હોન્ડા ટીમને પણ શુભેચ્છા પાઠવીએ છીએ.”
તદ્દન નવી Honda Dio 125 રેપ્સોલ એડિશનમાં રોસ વ્હાઇટ અને વાઇબ્રન્ટ ઓરેન્જનું સ્ટાઇલિશ ડ્યુઅલ-ટોન કલર કોમ્બિનેશન છે. એજી એલઇડી હેડલેમ્પ અને સ્લીક પોઝિશન લેમ્પ સાથેની તેની સ્પોર્ટી ફ્રન્ટ ડિઝાઇન સ્ટાઇલ સ્ટેટમેન્ટને વધારી દે છે જ્યારે બ્લેક્ડ-આઉટ ડ્યુઅલ ટીપ મફલર સ્પોર્ટી ડીએનએમાં ઉમેરો કરે છે અને એક રોમાંચક એક્ઝોસ્ટ નોટનો ઉમેરો છે.
સ્પ્લિટ ગ્રેબ રેલ સાથેનો મોર્ડન ટેલ લેમ્પ, ઓરેન્જ એલોય વ્હીલ્સ સાથે વેવ ડિસ્ક બ્રેક અને બોલ્ડ લોગો મોટો-સ્કૂટરના સ્પોર્ટી કેરેક્ટરને શાનદા રીતે પ્રદર્શિત છે
અને તેને યુવા રાઇડર્સ માટે એક અદભૂત પસંદગી બનાવે છે. Dio 125ના લેટેસ્ટ નવા ગ્રાફિક્સ હોન્ડાની સમૃદ્ધ રેસિંગ વિરાસાતની રજૂઆત કરે છે, અને તે
હોન્ડાની સ્માર્ટ ચાવી સાથે ઇન્ટેલિજન્ટ ફુલી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલથી સુસજ્જ છે.
હોન્ડાના સ્માર્ટ અને સ્ટાઇલિશ Dio 125ના કેન્દ્રમાં 123.92સીસી, 4 સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર BSVI OBD2 સુસંગત PGM-FI એન્જિન છે જે 6.09 kW અને 10.4 Nm ઉત્પન્ન કરે છે. દરેક રાઈડને આરામદાયક, સલામત અને સાનુકૂળ અનુભવ બનાવવા, તેને ઈક્વલાઈઝર સાથે કોમ્બી-બ્રેક સિસ્ટમ (CBS), ટેલિસ્કોપિક સસ્પેન્શન સાથે 12-ઈંચનું ફ્રન્ટ વ્હીલ અને 3-સ્ટેપ એડજસ્ટેબલ રિયર સસ્પેન્શન મળે છે.
તદ્દન નવી Honda Hornet 2.0 રેસ્પોલ એડિશન અત્યાધુનિક ગ્રાફિક્સ સાથે આક્રમક ડિઝાઇનની રજૂઆત કરે છે. તે બોડી પેનલ્સ અને એલોય વ્હીલ્સ
પર રેપ્સોલ રેસિંગ સ્ટ્રીપ્સ સાથે રોસ વ્હાઇટ અને વાઇબ્રન્ટ ઓરેન્જનું આકર્ષક ડ્યુઅલ-ટોન કલર કોમ્બિનેશન દર્શાવે છે. Hornet 2.0 ની ફોરવર્ડ લીનિંગ
એરોડાયનેમિક સ્ટાઇલ અને ભારે ફ્યુઅલ ટેન્ક રોડ પર પ્રભુત્વ અને મજબૂતીની હાજરી આપે છે.
તમામ એલઇડી લાઇટિંગ સિસ્ટમ (એલઇડી હેડલેમ્પ, એલઇડી વિંકર્સ અને એક્સ-આકારમાં એલઇડી ટેલ લેમ્પ) મારફતે સ્ટાઇલિંગને વધારે આકર્ષક બનાવવામાં
આવી છે, તો સ્પોર્ટી સ્પ્લિટ સીટ અને ટેન્ક પ્લેસમેન્ટ પર કી તેના સ્ટ્રીટ ફાઇટરના કેરેક્ટરને ઉપસાવે છે. એડવાન્સ્ડ ફુલ ડિજિટલ લિક્વિડ ક્રિસ્ટલ ઇન્સ્ટ્રુમેન્ટ
પેનલ રાઇડરને ઘણી બધી માહિતી પ્રદર્શિત કરે છે અને તે દિવસ/રાત્રે સારી વિઝિબિલિટી માટે 5 લેવલની કસ્ટમાઇઝ બ્રાઇટનેસ સાથે આવે છે.
આ પાવરફુલ 184.40સીસી, 4 સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર BSVI OBD2 સુસંગત PGM-FI એન્જિન સાથે, જે 12.70 kW અને 15.9 Nm ઉર્જા આપે છે, તેમાં એક નવા આસિસ્ટ સ્લિપર ક્લચ પણ છે જે અપશિફ્ટને સરળ બનાવે છે અને સ્પીડ ઓછી કરવાના સમયે હાર્ડ ડાઉન શિફ્ટ પર રિયર વ્હીલ લોક અપને મેનેજ કરે છે, જેનાથી રાઇડર્સની સુરક્ષા વધી જાય છે અને આમ Hornet 2.0નું રોમાંચક પર્ફોમન્સ વધી જાય છે.
રસ્તાઓ પર દોડતી વખતે અત્યાધિક કન્ટ્રોલ સેન્સની ખાતરી કરવા હેતુ, Hornet 2.0 રેપ્સોલ એડિશન એ સિંગલ-ચેનલ ABS સાથે ડ્યુઅલ પેટલ ડિસ્ક
બ્રેક્સથી સુસજ્જ છે. મોનો શોક રિયર સસ્પેન્શન ગુરુત્વાકર્ષણના કેન્દ્રને જાળવવામાં મદદ કરે છે, આવી રીતે કોર્નરિંગ દરમિયાન શ્રેષ્ઠત્તમ સ્થિરતા અને ઉત્તમ
સવારીનો અનુભવ પ્રદાન કરે છે.
એક્દમ નવી 2023 Honda Dio 125 રેપ્સોલ એડિશનની કિંમત રૂ. 92,300 અને Honda Hornet 2.0 રેપ્સોલ એડિશનનુ રૂ. 1,40,000 (એક્સ-શોરૂમ, દિલ્હી) માં રિટેલ વેચાણ થશે. HMSI આ પ્રોડક્ટો પર ખાસ 10 વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષનું સ્ટાન્ડર્ડ + 7 વર્ષનું ઓપ્શનલ) પણ ઓફર કરે છે.
મોડલ કિંમત (એક્સ- શોરૂમ, દિલ્હી)
હોન્ડા Dio 125 રેપ્સોલ એડિશન રૂ. 92,300
હોન્ડા Hornet 2.0 રેપ્સોલ એડિશન રૂ. 1,40,000
યુએસ પ્રમુખપદની ચાલી રહેલી ચૂંટણી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે રિયલ્ટી, મીડિયા, એનર્જી, પ્રાઈવેટ બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નોંધપાત્ર ખરીદી સાથે સકારાત્મક નોંધ પર ખુલ્યું હતું.
આજે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો, જેણે તાજેતરના ઉપરના વલણને અટકાવ્યું હતું.
ઓટો, આઈટી, પીએસયુ બેંકો, નાણાકીય સેવાઓ અને એફએમસીજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી દબાણ સાથે ભારતીય શેરબજારે સોમવારે મંદીવાળા સપ્તાહની શરૂઆત કરી હતી.