પોઈચા ખાતે 'પ્રાકૃતિક કૃષિ સંમેલન-મંદિર દશાબ્દી મહોત્સવ'માં રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે પોઈચા ત્રણ રસ્તા ખાતે નિલકંઠ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન અને નર્મદા નદીના કિનારે નિલકંઠ ઘાટનું ખાતમૂહુર્ત કરાયું.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં નિલકંઠધામ, પોઇચા ખાતે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન – મંદિર દશાબ્દી મહોત્સવ યોજાયો હતો. શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિલકંઠધામ પધારીને પોઈચા ત્રણ રસ્તા ખાતે કલાત્મક નિલકંઠ પ્રવેશદ્રારનું ઉદઘાટન કર્યુ હતું. ઉપરાંત, નર્મદા નદીના કિનારે નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાધુસંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાન સંચાલિત મંદિર દશાબ્દી કલ્યાણ મહોત્સવ દિપ પ્રાગટ્ય કરીને ખૂલ્લો મુકાયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી ખેડૂતોને ઉપયોગી પ્રેરક માર્ગદર્શન પુરું પાડયું હતું અને કહ્યું હતું કે, પર્યાવરણમાં આવેલા અસાધારણ બદલાવ માટે અને માનવીના સ્વાસ્થ્યની બરબાદી માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જવાબદાર છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે ત્યારે તેમણે દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતીને એક ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવા માટેની હાકલ નર્મદા જિલ્લાના પોઈચા ગામ ખાતેના નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિરથી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ધર્મ સાથે લોકોના આત્માની શુદ્ધિનું કેન્દ્ર નિલકંઠધામ પ્રાકૃતિક ખેતીનું અનોખું કેન્દ્ર બને તેવો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પૂજ્ય કૈવલ્ય સ્વામીજી દ્વારા હજારો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીને વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.