જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડતાં 5 બાળકો સહિત 8નાં મોત
એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર દરેકના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં 5 બાળકો, 2 મહિલા અને એક પુરુષ પોલીસકર્મીનો સમાવેશ થાય છે.
એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર દરેકના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં 5 બાળકો, 2 મહિલા અને એક પુરુષ પોલીસકર્મીનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલી કાર જમ્મુના કિશ્તવાડથી આવી રહી હતી.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક જોરદાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ 8 લોકો ખાડામાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા.
પોલીસે જણાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો વાહન જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહ્યું હતું. તે કાબુ ગુમાવી દેતા ડેક્સમ પાસે રોડ પર ખાડામાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં 5 બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત 8 લોકોના મોત થયા હતા.
અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવાર (23 ફેબ્રુઆરી) થી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની ત્રણ દિવસની મુલાકાત લેશે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કરશે.
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દેશની પ્રતિષ્ઠિત એર ઈન્ડિયા કંપનીના ગેરવહીવટ પર ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું.