હાઉસ ઓફ વીપાની એમેઝોન સહેલી મારફત ઈ-કોમર્સમાં આકર્ષક જર્ની
દેશના ઈકોનોમિક લેન્ડસ્કેપ પર છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓની આગેવાની હેઠળ ઉભરતા ઈ-કોમર્સ સાહસોએ નોંધપાત્ર છાપ છોડી વિવિધ ઉદ્યોગોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
દેશના ઈકોનોમિક લેન્ડસ્કેપ પર છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓની આગેવાની હેઠળ ઉભરતા ઈ-કોમર્સ સાહસોએ નોંધપાત્ર છાપ છોડી વિવિધ ઉદ્યોગોને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે આપણે મહિલા આંત્રપ્રિન્યોરશિપ દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે ચાલો હાઉસ ઓફ વીપાની આકર્ષક જર્નીની યાદો તાજી કરીએ, જે વિરલ માનિયાના નેતૃત્વમાં શ્રેષ્ઠ ઉદ્યોગસાહસિકનું ઉદાહરણ પુરૂ પાડે છે.
2020માં કોવિડ મહામારીના કારણે લોકડાઉનમાં એક સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિક વિરલ માનિયાએ 24 વર્ષની નાની ઉંમરે હાઉસ ઓફ વીપાની સ્થાપના કરી એક નોંધપાત્ર પ્રવાસની શરૂઆત કરી છે. સુરતમાં અગાઉ કોલ સેન્ટરમાં કામ કર્યા પછી માનિયાએ એમેઝોન સહેલી પ્રોગ્રામ હેઠળ હોમ, કિચન, અને બાથરૂમ એસેરીઝમાં વિશેષતા ધરાવતા હાઉસ ઓફ વીપાની શરૂઆત સાથે ઉદ્યોગસાહસિકતામાં ઝંપલાવ્યું હતું.
અનિશ્ચિતાના દોરમાં હાઉસ ઓફ વિપાએ માનિયાની ભાભીના અતૂટ સમર્થન સાથે આંત્રપ્રિન્યોરની યાત્રા શરૂ કરી. અગાઉ ભૂતકાળમાં એપેરલ કેટેગરીના વેપારમાં આંચકાને કારણે આ બિઝનેસમાં શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ- શંકા-કુશંકાનો સામનો કરવો પડ્યો હતો. જો કે, પરિવારના પ્રોત્સાહન અને નાણાકીય સહાયને કારણે, હાઉસ ઓફ વિપાએ પડકારો દૂર કરી બાથરૂમ એસેસરીઝમાં તેને વિશિષ્ટ સ્થાન આપવા સહેલી પ્રોગ્રામની મદદ લીધી. ધીમે ધીમે, સ્પર્ધાત્મક કિંમતો અને ગુણવત્તા જાળવવા પર ફોકસ રાખતાં એમેઝોન પર પ્રશંસનીય વેચાણ અને રેટિંગ્સ મેળવ્યા, ત્યારબાદ વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં વિસ્તરણ કર્યું.
વીપા માત્ર ભારતમાં જ તૈયાર કરવામાં આવેલા પ્રોડક્ટ્સ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર અડગ છે, માલની આયાતને નિશ્ચિતપણે અવગણે છે. માનિયાએ તાજેતરમાં ચીનમાં રિસર્ચ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સ્વદેશી ઉત્પાદનમાં ચેમ્પિયન બની ઈનોવેશન પ્રત્યે બ્રાન્ડના સમર્પણ પર ભાર મૂક્યો હતો.
ઈ-કોમર્સ જાયન્ટ્સ વિશે વાત કરતા, માનિયાએ કિંમતને બદલે ગુણવત્તા પર વધુ પડતું ધ્યાન આપતી હોવાથી એમેઝોનને અલગ તારવી છે. જે તેને સ્પર્ધકોથી અલગ બનાવે છે તે મુખ્ય પરિબળ છે. એમેઝોન અને સહેલી ટીમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, માનિયા હાઉસ ઓફ વીપાની વર્તમાન સફળતામાં તેની મહત્વની ભૂમિકા રહી હોવાનું સ્વીકારે છે, અને રોગચાળાના પડકારજનક સમયમાં તેમના સમર્થનને આભારી છે.
મહત્વાકાંક્ષી આંત્રપ્રિન્યોર્સને સશક્ત કરવાના સંદેશમાં માનિયા નીડરતાપૂર્વક આંત્રપ્રિન્યોરશિપમાં ઝંપલાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જે દ્રઢતા અને સ્વીકૃતિ સાથે ગ્રોથનો માર્ગ મોકળો કરે છે. જે માર્ગમાં આગળ વધવા માટે માર્ગદર્શન પુરૂ પાડે છે.
હાઉસ ઓફ વિપા એ સ્થિતિસ્થાપકતા, પરિવારના પ્રોત્સાહન અને એમેઝોન સહેલી દ્વારા તેના માર્ગને આકાર આપવા માટે આપવામાં આવેલ અનિવાર્ય સમર્થનનું ઉદાહરણ છે. તે ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણા પૂરી પાડે છે, જે પ્રતિકૂળતાનો સામનો કરતાં જુસ્સાનું પ્રતિક છે. આધુનિક ઉદ્યોગસાહસિકતાના માર્ગમાં સ્વદેશી કલા-કારીગરીની ક્ષમતા રજૂ કરે છે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.