જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે
ભવિષ્યનો નિર્ણય માનવામાં આવતો ટર્મ વીમો જીવનના પ્રત્યેક તબક્કે તમારા કવરેજનો નિર્ણય કરતી વખતે આ બધા જ પરીબળોને ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી રાખે છે, તો આવો વધુ જાણીએ
જેમ તમારા નાણાકીય લક્ષ્યાંકો સ્થિર નથી તેમ તમારા નાણાકીય આયોજનમાં પણ નિયમિત સમયે સમીક્ષાની અને ફેરફારની જરૂર હોય છે. મોટાભાગે બધા જ નાણાકીય નિર્ણયોના પાયા તરીકે ઓળખવામાં આવતો ટર્મ વીમો તે અલગ નથી. અનિચ્છિત પરિસ્થિતિઓમાં તમારી આર્થિક સ્થિતિ અને તમારા આશ્રિતોનું રક્ષણ કરતી નીતિનું નિયમિત સમયે અને જીવનના પ્રત્યેક તબક્કે મૂલ્યાંકન કરવાની જરૂર છે. સામાન્ય રીતે ટર્મ વીમાને એક સમયનો નિર્ણય માનવામાં આવતો હોય છે ત્યારે હકીકતમાં જીવનના દરેક તબક્કામાં તેની પુનઃ સમીક્ષા કરવી જરૂરી છે. ફુગાવો, આવકમાં ફેરફાર, ખર્ચમાં પરિવર્તન, પરિવારમાં વધારો જેવા અગણિત પરીબળો વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ પર અસર કરતા રહે છે. ભવિષ્યનો નિર્ણય માનવામાં આવતો ટર્મ વીમો જીવનના પ્રત્યેક તબક્કે તમારા કવરેજનો નિર્ણય કરતી વખતે આ બધા જ પરીબળોને ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી રાખે છે.
પોલિસીબજાર.કોમના ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સના વડા ઋષભ ગર્ગે જણાવ્યું હતું કે, ‘લોકપ્રિય માન્યતાથી વિપરિત ટર્મ વીમો માત્ર પરિવારની નિર્ભરતા સાથે જ સંકળાયેલ નથી. હકીકતમાં તે યુવાનોને નીચા પ્રીમિયમ દરે વીમો લેવા પ્રોત્સાહિત કરે છે. સંભવીત સ્વાસ્થ્ય જોખમો અને અન્ય જોખમો મોટાભાગે નાની વયે હોતા નથી. તેથી તેઓ ઓછા જોખમની પ્રોફાઈલ હેઠળ આવે છે. પરિણામે તેઓ નીચી કિંમતે ઊંચા કવરેજ માટે ક્વોલિફાય થાય છે. જેમ કે, દિલ્હીમાં 25 વર્ષની પગારદાર વ્યક્તિ રૂ. 400-600ના માસિક પ્રીમિયમના દરે રૂ. 50 લાખનું કવર અપનાવી શકે છે, જે એકંદરે તર્કસંગત લાગે છે.’
તમે યુવાન હોવ ત્યારે તેમ વિચારવું સરળ છે કે તમારા પર કોઈ આશ્રિત નથી. જોકે, મોટાભાગે અનપેક્ષિત સમયે જ અણધારી ઘટનાઓ બનતી હોય છે અને આવી કોઈપણ અનિચ્છિત ઘટના સમયે તમે એમ નહીં ઈચ્છો કે તમારા વૃદ્ધ માતા-પિતા તેનો ભોગ બને. ટર્મ ઈન્સ્યોરન્સ આવી દુર્ઘટનાના સમયે તમારા બચાવમાં આવે છે અને તમારા પરીવારની ઢાલ બને છે. જીવન વીમા કંપનીઓ જીવનના વિવિધ તબક્કાના લાભના રાઈડર સાથે ટર્મ પોલિસી ઓફર કરે છે, જે તમને લગ્ન કરવા અથવા બાળક થવા જેવા તમારા જીવનના મહત્વપૂર્ણ સંજોગો દરમિયાન કવરેજ વધારવા સક્ષમ બનાવે છે. વીમો ખરીદતી વખતે વ્યક્તિએ મૂળભૂત સિદ્ધાંતને અનુસરવું જોઈએ અને તે એ છે કે જોખમ ઓછું હોય ત્યારે વીમો ખરીદો. એક વખત જોખમી પરીબળો ઊંચા હોય છે ત્યારે વીમો લેવો માત્ર મુશ્કેલ જ નથી બનતો પરંતુ ખર્ચાળ પણ બને છે.
એક વખત તમે 30 વર્ષની વય વટાવો પછી તમારા લગ્ન થઈ ગયા હોય અને તમે પરિવારનું આયોજન કરતા હોવ અથવા નાના બાળકોના ઉછેર કરતા હોવ તેવી સંભાવનાઓ વધે છે. તમારા માતા-પિતા પણ તમારા પર નિર્ભર બને તેવી પણ ઊંચી સંભાવનાઓ રહે છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં ખર્ચ અને જવાબદારીઓ વધે છે અને નાણાકીય સુરક્ષા વધુ મહત્વની બાબત બને છે. તેથી કોઈ અનિશ્ચિત પરિસ્થિતિઓમાં આ જવાબદારીઓ પૂરી કરવા માટે પર્યાપ્ત કવરેજ સલાહભર્યું છે. વ્યક્તિએ તેમના આશ્રિતોના પર્યાપ્ત રીતે કવર કરવા માટે તેની વાર્ષિક આવક કરતાં 10 ગણું કવરેજ લેવું જોઈએ. મેટ્રો સિટીમાં રહેતી 35 વર્ષની વ્યક્તિ અંદાજે માસિક રૂ. 1200-1400ના પ્રીમિયમથી રૂ. 1 કરોડની સમ એશ્યોર્ડ મેળી શકે છે. આ વયે ગ્રાહકો એકંદજરે ઓછા જોખમની પ્રોફાઈલ હેઠળ આવતા હોય છે, પરંતુ તેમના પર નાણાકીય નિર્ભરતામાં વધારો થયો હોય છે. તેથી કોઈપણ વિંલબ વિના તર્કસંગત પ્રીમિયમથી વ્યક્તિએ ટર્મ વીમો ખરીદવો જોઈએ.
આ એ તબક્કો છે જ્યારે વ્યક્તિની ખર્ચ કરવા માટેની રકમ સામાન્ય રીતે વધુ હોય છે. વ્યાવસાયિક મોરચે તેઓ પગારદાર હોય તો વરિષ્ઠ ભૂમિકા સુધી પહોંચીને અને ઉદ્યોગસાહસિક હોય તો તેમના કારોબારનો વિસ્તાર કરીને વધુ સ્થિરતા મેળવે છે. જોકે, આવકના અનુસંધાનમાં ખર્ચ હંમેશા વધતો જાય છે. તેથી આ એવો સમય છે જ્યારે વ્યક્તિએ સંતાનોના લગ્ન અથવા ઊંચા શિક્ષણ જેવા સિમાચિહ્નો માટે એક વખતના ખર્ચને પહોંચી વળવા નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવાની જરૂર હોય છે. આ સંદર્ભમાં વ્યક્તિનું કવરેજ માત્ર આ તબક્કામાં નિયમિત ખર્ચનું ધ્યાન રાખનારું જ નહીં, પરંતુ કોઈપણ લોનની ચૂકવણી કરવા પણ પર્યાપ્ત હોવું જોઈએ. આ વયે ધ્યાનમાં રાખવાનું નિર્ણાયક પરીબળ પોલિસી ટર્મ હોવું જોઈએ. તમે માત્ર તમારી નિવૃત્તિ પહેલાં તમારી જવાબદારીઓને આવરી લેતા ટર્મ વીમાની ખરીદી કરી શકો છો અને 40-50થી વધુની વય પછી સંભવિત નિવૃત્તિની વય અંગે વધુ સ્પષ્ટતા થતી હોય છે. તેથી આ વયના લોકોએ નિવૃત્તિ પહેલાં સંભવિત જવાબદારીઓથી સલામત રહેવા 65-70 વર્ષ સુધીનું કવર ખરીદવું જોઈએ. આ વયે ગ્રાહકો માટે કવરની યોગ્ય અવધી પસંદ કરવાથી પણ ટર્મ વીમા પ્રીમિયમનો મહત્તમ લાભ લેવામાં મદદ મળે છે.
હવે એવો તબક્કો આવે છે જ્યારે વ્યક્તિ ક્રમશઃ વિવિધ જવાબદારીઓ પૂરી કરે છે અને તેનું ટર્મ કવર પૂરું કરવાનો નિર્ણય કરી શકે છે. જીવનના આ તબક્કે એ આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કે તમારી ટર્મ બચશે? શું તેનો અર્થ એ છે કે તમે અત્યાર સુધી ચૂકવેલું પ્રીમિયમ ખાલી થઈ જશે? ના, જરૂરી નથી. તમે બજારમાં ચાલતી નવા વયની ટર્મ યોજના પસંદ કરી હોય તો તમને એક વખતનો એક્ઝિટ વિકલ્પ મળી શકે છે. આ પ્લાન પોલિસીધારકને એમ લાગે કે તેની જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે ત્યારે તેની પોલિસી સરન્ડર કરવાની તક આપે છે અને તે તેણે ચૂકવેલા પ્રીમિયમની જીએસટી સિવાય રકમ પાછી મેળવી શકે છે. તેથી, વ્યક્તિએ તેના જીવનના પ્રારંભિક વર્ષોને કવર કરી શકે છે અને પ્લાનમાંથી એક્ઝિટ થઈ શકે છે તથા નાણાંનું મૂલ્ય મેળવી શકે છે. ટર્મ-રીટર્ન-ઓફ-પ્રીમિયમ (ટીઆરઓપી) પ્લાન્સ કરતાં અલગ નવી કેટેગરીની યોજનાઓની કિંમત નિયમિત ટર્મ પ્લાન જેટલી જોય છે જ્યારે ટીઆરઓપી પ્લાનની કિંમત 1.8થી 2 ગણી વધુ હોય છે. આ યોજનાઓ ગ્રાહક 45 વર્ષથી ઓછી વયે ખરીદી શકે છે અને 60 વર્ષ પછી સરન્ડર કરી શકે છે. વૈકલ્પિક રીતે ગ્રાહક 55-60 વર્ષની વયે જીવન વીમો ખરીદીવા માગે છે. તેના બદલે વાર્ષિક યોજના શ્રેષ્ઠ વિકલ્પ છે. એકંદરે ટર્મ ઈન્સ્યોરન્સ જીવનના દરેક તબક્કે કોઈ વાટાઘાટો કરી શકાય નહીં તેવી જરૂરીયાત છે અને તેથી તમારી જરૂરિયાતોનું નિરીક્ષણ કરતાં રહેવું અને તે મુજબ પ્લાનની પસંદગી કરવી મહત્વનું છે. આ રીતે સૌથી વધુ જરૂરિયાતના સમેય તમે તમારા પર નિરાશ્રિતોને મુશ્કેલીમાં પડતા બચાવી શકશો.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.