અમેરિકન ઋણ મર્યાદાએ વૈશ્વિક બજારોને કેવી રીતે મંદીમાં ધકેલયા
પશ્ચિમનો નાનોસરખો કાંકરીચાળો વિશ્વમાં મોટા તરંગોમાં પરિણમે છે. અમેરિકા ઋણ સંબંધિત કટોકટીનો સામનો કરી રહ્યુ છે તેવા સમાચારે વૈશ્વિક બજારોને મંદીમાં ધકેલી દીધા હતા તેના કારણે રોકાણકારોના ખિસ્સા ખાલી થઇ ગયા હતા. પણે સૌપ્રથમ ઋણ મર્યાદા અને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે કે અમેરિકા આ પ્રકારના ફંદામાં કેવી રીતે ફસાઇ ગયુ તે સમજવાનો પ્રયત્ન કરીએ.
સૌપ્રથમ રાષ્ટ્રીય ઋણ શબ્દ જે તે દેશની બાકી નાણાંકીય જવાબદારીનો ઉલ્લેખ કરે છે. સરકાર અર્થતંત્ર પર જેમ કે આંતરમાળખુ ઊભુ કરવું, વંચિતોને લાભો પૂર પાડવા વગેરે પર નાણાં ખર્ચ કરે છે. આ પ્રકારનું ખર્ચ સરકારના આવક વેરા મારફતે કમાયેલી આવકમાંથી કરવામાં આવે છે. જો આ આવક ખર્ચ કરતા ઓછી હોય તો નાણાંકીય ખાધમાં પરિણમે છે.
આ ખાધને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર વેચી શકાય તેવી જામીનગીરીઓ જેમ કે ટ્રેઝરી બોન્ડઝ, બીલ્સ, નોટ્સ રેટ નોટ્સ બહાર પાડીને અને ટ્રેઝરી ફૂગાવા રક્ષિત જામીનગીરીઓ (TIPS)નું વેચાણ કરીને ઉધાર લે છે. તેથી, આવુ ઋણ જે રોકાણકારો જામીનગીરીઓ ખરીદે છે તેની સાથે સંલગ્ન એક પ્રકારનો વધારો છે. સરકાર સર્વાસામાન્ય એવી વારંવારની ખાધનો અનુભવ કરતી હોવાથી રાષ્ટ્રીય ઋણ વધે છે.
અમેરિકાની વાત કરીએ તો, દેશ પ્રારંભથી ઋણ ધરાવે છે. ઋણમાં વધારો થયો હતો અને 1 જાન્યુઆરી 1791ના રોજ અમેરિકન રિવોલ્યુશન યુદ્ધને કારણે વધીને 75 મિલીયન ડોલરનું થયુ હતું. પછીના 45 વર્ષોમાં 1835 સુધીમાં સતત વધારો થતો ગયો હતો જ્યારે સરકારની માલિકીની જમીનનું વેચાણ કરતા અને સરકારી બજેટમાં કાપ મુકતા નોંધપાત્ર ઘટ્યુ હતું. ઓક્ટોબર 2022માં સૌપ્રથમ વખત અમેરિકન દેવુ 31 ટ્રિલીયનથી વધી ગયુ હતું અને હાલમાં આ લખાય છે ત્યારે 31.4 ટ્રિલીયન ડોલરના મથાળે છે.
વધતા જતા રાષ્ટ્રીય ઋણને કારણે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને સરકારી ખર્ચ ચૂકવવા માટે વધુ નાણાં ઉધાર લેવા પડ્યા હતા. આ ઉધાર પરના કાયદાકીય અંકુશને ઋણની ટોચમર્યાદા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મહત્તમ મર્યાદા હેઠળ અધિકૃત રકમનો ખર્ચ કરે છે, ત્યારે કોંગ્રેસે ઉધાર લેવાની મર્યાદાને સ્થગિત કરવા અથવા વધારવાનો આગ્રહ સેવવો જોઇએ. મર્યાદા વધારવા અથવા નાબૂદ કરવાના પ્રયાસો ફેડના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચાનો વિષય બની ગયા છે જ્યાં કેટલાકે ખર્ચમાં કાપ મૂકવા માટે દબાણ કરવા માટે મર્યાદામાં ફેરફાર કરવા પર વાટાઘાટોનો ઉપયોગ કર્યો છે.
રાષ્ટ્રપતિ જો બાઇડેન અને રિપબ્લિકન-નિયંત્રિત હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ હેઠળ 2023માં આ મુદ્દો ફરીથી ઉછળ્યો હોવાથી, જો ટ્રેઝરી વિભાગ હવે રાષ્ટ્રના ઋણની ચૂકવણી કરી નહી શકે તો અર્થશાસ્ત્રીઓએ આપત્તિજનક પરિણામોની ચેતવણી હતી.
28મી મે 2023ના રોજ, પ્રમુખ જો બાઇડેને કોંગ્રેસને સરકારની ઉધાર મર્યાદા વધારવા અને અમેરિકન ઋણની ચુકવણી પર સંભવિત વિનાશક ડિફોલ્ટને રોકવા માટે એક સોદો પસાર કરવા વિનંતી કરી છે. આ સોદાના મુખ્ય અંશોમાં જોઇએ તો પક્ષોએ ઋણ મર્યાદા વધારી નથી પરંતુ જે તેમને તે તારીખ સુધી તેમના બિલ ચૂકવવાની મંજૂરી આપે છે તેને 2025 સુધી તેને સંપૂર્ણપણે સ્થગિત કરી દીધી છે અને જાણે છે કે ટોચમર્યાદા વધારવા અંગેની આગામી લડાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલ કરશે નહીં. ઉપરાંત, ખર્ચ પર અંકુશ મુકવામાં આવ્યો છે, જોકે સંરક્ષણ પર કોઇ મર્યાદા નથી.
મે મહિનામાં જાહેર આરોગ્યની કટોકટી સત્તાવાર રીતે સમાપ્ત થતાં, રિપબ્લિકન્સે રાહત ભંડોળ માટે દલીલ કરી હતી જે પરત કરવા માટે ખર્ચવામાં આવી ન હતી જે લગભગ $30 બિલિયન જેટલી છે. ઉપરાંત, આ સોદામાં મેડીકેઇડને સ્પર્શ કરવામાં આવ્યો ન હતો, પરંતુ SNAP પરના લોકો માટે જે વયે કામની આવશ્યકતાઓ સમાવવામાં આવે છે તે ઉંમર 50 થી વધારીને 54 કરવામાં આવી હતી. ઉપરાંત, સોદામાં નવા નિયમો અશ્મિભૂત ઇંધણ અને નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ બંને લાયસન્સ મેળવવાનું સરળ બનાવશે. તે મૂળભૂત રીતે પર્યાવરણીય સમીક્ષા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે અને સંભવિત રીતે ઝડપી સમયમાં પ્રોજેક્ટ્સને આગળ ધપાવશે. અમેરિકન ઋણ ટોચમર્યાદાની કટોકટી હાલ પૂરતી ટળી ગઈ હોય તેવું લાગે છે. હવે તમામની નજર 5મી જૂન 23 પહેલા શું નિર્ણય લેવાય છે તેના પર રહેશે. અમેરિકન પ્રમુખે કોંગ્રેસને સરકારની ઉધાર મર્યાદા વધારવા માટે સંમતિ આપવાની વિનંતી કરી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે કે ઐતિહાસિક ડિફોલ્ટને ટાળવા માટે 5મી જૂન'23 સુધીમાં એક્સ્ટેંશનને આખરી ઓપ આપવામાં આવશે જે ઉધાર ખર્ચમાં વધારો કરશે.
હાલ પૂરતી, જોખમની ભાવનાઓ હળવી થઈ છે જે બજારો માટે સકારાત્મક છે. હેવન યુએસ ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે, જે બદલામાં અન્ય ઘણી વિભાજિત ચલણોને ફાયદો પહોંચાડે છે. USDINR સ્પોટ (CMP: 82.71) વિશે વાત કરીએ તો, સ્થાનિક યુનિટ સકારાત્મક રીતે ટ્રેડિંગ કરી રહ્યું છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.