ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત રસીકરણની કામગીરીને સો ટકા સફળતા
રંગ લાવી આરોગ્ય ટીમની મહેનત, રસીકરણ વિશે ગેરમાન્યતાઓ દૂર કરી મેળવી સફળતા, બાળકોના વાલીઓ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમજાવ્યા રસીકરણના ફાયદાઓ.
ગીર-સોમનાથ: ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહીલા સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદીત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેંચાણ દ્વારા સ્વસહાય જુથો (સખીમંડળો) ને બજાર વ્યવસ્થા પુરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાના શુભ આશયથી પ્રદર્શન સહ વેંચાણ થાય તે હેતુથી પ્રાદેશિક સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત સોમનાથ ખાતે પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નું આજે મત્સ્યદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરષોત્તમભાઇ સોલંકીના હસ્તે ઉદઘાટન કરાશે. આ મેળો કિલ્લાવાળા હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે તા.૧૯ થી ૨૭ ઓગષ્ટ દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજાશે.
જેમાં તોરણો, લેડીઝ ડ્રેસ મટીરીયલ્સ, શાલ, બાંધણી, ઇમીટેશન જ્વેલરી, પંચગવ્ય ગૌ આધારીત પ્રોડક્ટ, દોરીવર્ક, ઝુલા રમકડા, સોફ્ટ ટોયઝ, રાખડી, ઉનની બનાવટો, અગરબતી, અથાણા, મુરબ્બો, મીણબત્તી, ઘરદીવડા, દરીયાઇ શંખ-છીપલાની વસ્તુઓ, મસાલા, ખાખરા પાપડ, આર્યુવેદીક ઔષધીઓ, મુખવાસ, હાથવણાટ, મોતીકામ, ચાદરો, ઓછાડ, લાકડાના રમકડા, ભગવાનના વાઘા અને શણગાર, ખાટલી વગેરેનું વેંચાણ ઉપરાંત ખાણીપીણીની સુવિધા તેમજ દરરોજ સાંજે અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેથી ગીર-સોમનાથના સર્વે નગરજનોને અવશ્ય મુલાકાત લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.
આ ઉદ્ઘાટનમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઇ બારડ, શ્રી વિમલભાઇ ચુડાસમા, શ્રી પ્રદ્યુમનભાઇ વાજા, શ્રી કાળુભાઇ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાતના કમિશ્નર-વ-સચિવ શ્રી મનીષાબેન ચંદ્રા, જિલ્લા કલેકટર શ્રી એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પલ્લવીબેન બારૈયા સહભાગી થશે.
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.
સુરત શહેરમાં એક વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાની તૈયારીમાં છે, જે તાપી નદીનો ઉપયોગ પરિવહનને વધારવા અને નાગરિકોને એક અનોખો જળમાર્ગનો અનુભવ પ્રદાન કરવા માટે કરે છે.